OPAL ભરતી : ITI પાસ ઉમેદવારો માટે ONGCની સબસીડીઅરી કંપનીમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

OPAL recruitment : ઓએનજીસીની સબસીડીઅરી કંપનીમાં વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ વિવિધ ટ્રેડમાં ઉમેદવારો પસંદ કરવા માટે કંપનીએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

Written by Ankit Patel
December 18, 2024 11:42 IST
OPAL ભરતી : ITI પાસ ઉમેદવારો માટે ONGCની સબસીડીઅરી કંપનીમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
OPAL ભરતી photo - Social media

OPAL recruitment, OPAL ભરતી : નોકરી શોધી રહેલા આઈટીઆઈ પાસ ઉમેદવારો માટે નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ઓએનજીસીની સબસીડીઅરી કંપનીમાં વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ વિવિધ ટ્રેડમાં ઉમેદવારો પસંદ કરવા માટે કંપનીએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

OPAL ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, અરજી પ્રક્રિયા, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી કરવાની રીત સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

OPAL ભરતી અંગે મહત્વની માહિતી

સંસ્થાONGC પેટ્રો એડીશન્સ લિમિટેડ (OPAL)
પોસ્ટએપ્રેન્ટીસ
જગ્યા38
એપ્લિકેશન મોડઓનલાઈન
વય મર્યાદા18થી 21 વર્ષ વચ્ચે
અરજી કરવાની છેલ્લી તારીખ4-1-2025
ક્યાં અરજી કરવીapprentices@opalindia.in
સંસ્થાની વેબસાઈટhttps://opalindia.in/

OPAL ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો

ટ્રેડજગ્યા
ફિટર5
કેમિકલ પ્લાન્ટ17
ઈલેટ્રિક7
ઈન્સ્ટ્રુમેન્ટ1
મિકેનિક1
લેબ2
મશિન1

શૈક્ષણિક લાયકાત

ઓપાલ ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારોએ સરકાર માન્ય સંસ્થામાંથી જે તે ટ્રેડમાં આઈટીઆઈ કરેલું હોવું જોઈએ.

વય મર્યાદા

આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 21 વર્ષની હોવી જોઈએ.

અરજી ક્યાં કરવી?

આ ભરતીમાં રસ ધરાવતા લાયક ઉમેદવારોએ અરજી કરવા માટે પોતાની અરજી તૈયાર કરીને apprentices@opalindia.in ઉપર ઈમેઈલ કરવાની રહેશે. વધારે વિગતો માટે સંસ્થાની વેબસાઈટની મુલાકાત લેવી.

નોટિફિકેશન

OPAL ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, અરજી પ્રક્રિયા, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી કરવાની રીત સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું.

ઉમેદવારોને સૂચન છે કે ભરતી અંગે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ