PhD admissions : યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં જાહેરાત કરવામાં આવી છે કે UGC દ્વારા લેવાતી પરીક્ષા NET ના સ્કોરને આધારે PhD માં એડમીશન મળશે. UGC દ્વારા નિયમો બદલવામાં આવ્યા છે, હવે અલગ-અલગ યુનિવર્સિટીની PhD પરીક્ષાઓ આપવામાંથી ઉમેદવારોને મુક્તિ મળશે અને આ નિર્ણયથી એક પ્રકારની પારદર્શિતા અને એડમિશન પ્રક્રિયાની પ્રમાણિકતા જળવાય રહેશે. આમ UGC કાઉન્સિલની બેઠકમાં નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP)-2020 હેઠળ પીએચડી પ્રવેશ માટેના નવા નિયમોને મંજૂરી આપવામાં આવી છે.
PhD માં એડમીશન લેવા પહેલા શું હતી પ્રક્રિયા?
પીએચડી પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિવિધ યુનિવર્સિટીઓની પ્રવેશ પરીક્ષાઓમાં હાજરી આપવાની અને જે તે પરીક્ષા અને ઇન્ટરવ્યૂ પાસ કરવાના રહેતા હતા અને તે આધારે દરેક યુનિવર્સિટી PhD માં એડમીશન આપતી હતી.
હવે કેવી રીતે મેળવી શકાશે PhD admissions?
શૈક્ષણિક સત્ર 2024-25થી નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET) સ્કોરના આધારે પીએચડીમાં પ્રવેશ પણ ઉપલબ્ધ થશે. પીએચડી પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિવિધ યુનિવર્સિટીઓની પ્રવેશ પરીક્ષાઓમાં હાજરી આપવાની જરૂર રહેશે નહીં.
PhD admissions અંગે UGC કાઉન્સિલની બેઠકમાં શું લેવાયો નિર્ણય ?
UGC કાઉન્સિલની બેઠકમાં નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP)-2020 હેઠળ પીએચડી પ્રવેશ માટેના નવા નિયમોને મંજૂરી આપવામાં આવી છે. નવા નિયમો હેઠળ નેટ પર્સેન્ટાઈલના આધારે ત્રણ કેટેગરીમાં લાભો મળશે.
PhD admissions : આ ત્રણ કેટેગરી વિશે
ઉચ્ચ NET ટકાવારી ધરાવતા ઉમેદવારો કેટેગરી-1 માં હશે. તેઓ પીએચડી પ્રવેશ અને ફેલોશિપ સાથે જેઆરએફ, સહાયક પ્રોફેસરશિપ માટે પણ પાત્ર હશે. તેઓએ પીએચડીમાં પ્રવેશ માટે ઇન્ટરવ્યુ આપવાનું રહેશે, જે યુજીસી રેગ્યુલેશન-2022 પર આધારિત હશે.
આ પણ વાંચોઃ- ગુજરાત ગૌણ સેવા ભરતી, જુનિયર ક્લાર્ક કોલ લેટર જાહેર, આવી રીતે કરો ડાઉનલોડ, કેવી છે પરીક્ષા પેટર્ન?
કેટેગરી-2માં મિડલ પર્સેન્ટાઈલ ધરાવતા આસિસ્ટન્ટ પ્રોફેસરો અને પીએચડીને પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે. આ પછી સફળ ઉમેદવારો, પરંતુ સૌથી ઓછા ટકાવારી સાથે કેટેગરી-3માં હશે. તેઓ માત્ર પીએચડી પ્રવેશ માટે જ પાત્ર હશે. ઉમેદવારની શ્રેણી પરિણામોના પ્રમાણપત્રમાં આપવામાં આવશે.
આ પણ વાંચોઃ- નવોદય વિદ્યાલય ભરતી : નોટ ટિચિંગ સ્ટાફ માટે બંપર જગ્યાઓ, સરકારી નોકરી માટે કરો અરજી
પીએચડી પ્રવેશ માટે કેટેગરી-2 અને કેટેગરી-3 ઉમેદવારોની નેટ પર્સેન્ટાઈલ 70 ટકા વેઇટેજમાં બદલાશે. તે જ સમયે ઇન્ટરવ્યુમાં 30 ટકા વેઇટેજ હશે. આ બંને કેટેગરીમાં NET સ્કોર માત્ર એક વર્ષ માટે માન્ય રહેશે. જો તેઓ આ સમયગાળા દરમિયાન પીએચડી પ્રોગ્રામમાં નોંધણી કરવામાં સક્ષમ ન હોય, તો તેમને તેનો લાભ મળશે નહીં. ઉમેદવારે ફરીથી NET પાસ કરવી પડશે.