PM મોદીએ લોન્ચ કર્યો રોજગાર મેળો, 75 હજાર યુવકોને અપાયા એપોઇમેન્ટ લેટર, 10 લાખ નોકરીઓ આપવાનું લક્ષ્ય

PM Narendra Modi launch rojgar mela: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા મહિનાઓ પહેલા 10 લાખ નોકરીઓ આપવાનું કહ્યું હતું અને વિવિધ વિવિધ મંત્રાલયોમાં આગામી દોઢ વર્ષમાં ભરતી પુરી કરવાનું કહ્યું છે.

PM Narendra Modi launch rojgar mela: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા મહિનાઓ પહેલા 10 લાખ નોકરીઓ આપવાનું કહ્યું હતું અને વિવિધ વિવિધ મંત્રાલયોમાં આગામી દોઢ વર્ષમાં ભરતી પુરી કરવાનું કહ્યું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update

રોજગાર મેળો લોન્ચ કરતા સમયે નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રોજગાર મેળાનો શુભારંભ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમંથી રોજગાર મેળાનો શુભારંભ કર્યા હતો. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસર ઉપર 75 હજાર લોકોને એક સાથે નિમણુક પત્ર સોંપવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા મહિનાઓ પહેલા 10 લાખ નોકરીઓ આપવાનું કહ્યું હતું અને વિવિધ વિવિધ મંત્રાલયોમાં આગામી દોઢ વર્ષમાં ભરતી પુરી કરવાનું કહ્યું છે.

Advertisment

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં 50 સ્થળોએ 75 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપ્યા. આ સાથે આગામી મહિનામાં આ સંખ્યા વધીને 10 લાખ થઈ જશે. આ તમામ યુવાનોને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં નોકરી મળશે. પીએમ મોદીના આ અભિયાનથી યુવાનો પણ ખુશ છે અને તેમનું કહેવું છે કે સરકારના આ પગલાથી યુવાનોને પ્રોત્સાહન મળશે અને રોજગારની નવી તકો આવશે.

રોજગાર મેળાના લોન્ચિંગ સમયે પીએમ મોદીએ કહ્યું કે, આજે કેન્દ્ર સરકાર 75 હજાર યુવાનોને નિમણૂક પત્ર આપી રહી છે. છેલ્લા 8 વર્ષમાં લાખો યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. વિકસિત ભારતના સંકલ્પની પરિપૂર્ણતા માટે આપણે આત્મનિર્ભર ભારતના માર્ગ પર ચાલી રહ્યા છીએ. તેવી જ રીતે આગામી મહિનાઓમાં ભારત સરકાર દ્વારા સમયાંતરે લાખો યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવશે.

Advertisment

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, “આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. 7-8 વર્ષમાં અમે નંબર 10 થી નંબર 5 પર પહોંચી ગયા છીએ. આ એટલા માટે શક્ય બની રહ્યું છે કારણ કે છેલ્લા 8 વર્ષમાં અમે દેશની અર્થવ્યવસ્થાની તે ખામીઓને દૂર કરી છે, જે અવરોધો ઊભી કરતી હતી. 'પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના' હેઠળ દેશના યુવાનોને ઉદ્યોગોની જરૂરિયાતો અનુસાર તાલીમ આપવા માટે એક વિશાળ અભિયાન ચાલી રહ્યું છે. આ અંતર્ગત અત્યાર સુધીમાં સ્કીલ ઈન્ડિયા અભિયાનની મદદથી 1.25 કરોડથી વધુ યુવાનોને તાલીમ આપવામાં આવી છે.

ખાદી અને ગ્રામોદ્યોગનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું કે ગામડાઓમાં મોટી સંખ્યામાં રોજગાર સર્જનનું બીજું ઉદાહરણ આપણી ખાદી અને ગ્રામોદ્યોગ છે. દેશમાં પહેલીવાર ખાદી અને ગ્રામોદ્યોગ એક લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે.

PM Narendra Modi કરિયર દેશ