ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ભરતી : અમદાવાદમાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

PRL Recruitment 2024, Ahmedabad jobs, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ભરતી: અમદાવાદમાં રહેતા ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. ભારત સરકાર, અંતરિક્ષ વિભાગ અંતર્ગત આવતા સ્વાયત્ત અને પ્રમુખ વૈજ્ઞાનિક અને અનુસંધાન સંસ્થાન ભૌતિક અનુસંધાન પ્રયોગશાળામાં ભરતી બહાર પડી છે.

Written by Ankit Patel
April 08, 2024 15:44 IST
ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ભરતી : અમદાવાદમાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ભરતી photo - X @PRLAhmedabad

PRL Recruitment 2024, Ahmedabad jobs, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ભરતી: અમદાવાદમાં સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ભારત સરકારના અંતરિક્ષ વિભાગના યુનિટ ભૌતિક અનુસંધાન પ્રયોગળામાં ભરતી બહાર પડી છે. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી દ્વારા સહાયક અને જુનિયર પર્સનલ આસિસ્ટન્ટની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીમાં 16 જગ્યા માટે ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ 15 એપ્રિલ 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.

ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ભરતી માટે શૈક્ષણિક, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી કરવાની પ્રક્રિયા, લાયકાત, પસંદગી પદ્ધતિ સહિતની તમામ મહત્વની માહિતી માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ભરતીની મહત્વની માહિતી

સંસ્થાભૌતિક સંશોધન પ્રયોગશાળા (PRL)
પોસ્ટઆસિસ્ટન્ટ અને જુનિયર પર્સનલ આસિસ્ટન્ટ
ખાલી જગ્યાઓ16
નોકરી સ્થળઅમદાવાદ
અરજી કરવાની છેલ્લી તારીખ15-04-2024
ક્યાં અરજી કરવીhttps://www.prl.res.in/OPAR/

ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ભરતીની પોસ્ટની માહિતી

પોસ્ટખાલી જગ્યા
મદદનીશ10
જુનિયર પર્સનલ આસિસ્ટન્ટ06
કુલ16

ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ભરતી માટે શૈક્ષણિક લાયકાત

મદદનીશ માટે શૈક્ષણિક લાયકાત

કોઈપણ માન્ય યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા 10-પોઇન્ટ સ્કેલ પર લઘુત્તમ 60% માર્કસ અથવા 6.32 ના CGPA સાથે સ્નાતક, પૂર્વ-આવશ્યક શરત સાથે કે ગ્રેજ્યુએશન કોર્સ દ્વારા નિર્ધારિત કરેલ નિયત સમયગાળાની અંદર પૂર્ણ થયેલ હોવું જોઈએ. યુનિવર્સિટી અને કમ્પ્યુટરના ઉપયોગમાં નિપુણતા

જુનિયર પર્સનલ આસિસ્ટન્ટ માટે શૈક્ષણિક લાયકાત

કોઈપણ માન્ય યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા 10-પોઇન્ટ સ્કેલ પર ઓછામાં ઓછા 60% માર્ક્સ અથવા 6.32 ના CGPA સાથે સ્નાતક, પૂર્વ-જરૂરી શરત સાથે કે યુનિવર્સિટી દ્વારા નિર્ધારિત અભ્યાસક્રમની નિયત સમયગાળાની અંદર સ્નાતક પૂર્ણ થયેલ હોવું જોઈએ અને ન્યૂનતમ ઝડપ 60 w.p.m. અંગ્રેજી સ્ટેનોગ્રાફીમાં, કોમ્પ્યુટરના ઉપયોગમાં નિપુણતા અથવા

કોઈપણ માન્ય બોર્ડ/યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા 10-પોઇન્ટ સ્કેલ પર ઓછામાં ઓછા 60% માર્ક્સ અથવા 6.32 ના CGPA સાથે વાણિજ્યિક/સચિવાલયની પ્રેક્ટિસમાં ડિપ્લોમા, પૂર્વ-જરૂરી શરત સાથે કે ડિપ્લોમા નિર્ધારિત સમયગાળાની અંદર પૂર્ણ થયેલ હોવો જોઈએ. યુનિવર્સિટી દ્વારા નિર્ધારિત અભ્યાસક્રમ સ્ટેનો-ટાઈપિસ્ટ/ સ્ટેનોગ્રાફર તરીકે એક વર્ષનો અનુભવ અને ન્યૂનતમ ઝડપ 60 w.p.m. અંગ્રેજી સ્ટેનોગ્રાફીમાં કમ્પ્યુટરના ઉપયોગમાં નિપુણતા.

આ પણ વાંચોઃ- ગુજરાત પોલીસ ભરતી માટે ઉમેદવારોની શારીરિક કસોટીમાં શું ધ્યાન રખાશે? આ ખામીવાળા ઉમેદવારો અયોગ્ય ગણાશે

ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ભરતી માટે ઉંમર મર્યાદા

ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો 31.03.2024 ના રોજ 18 – 28 વર્ષ (SC/ST ઉમેદવારો માટે મહત્તમ 33 વર્ષ અને ઓબીસી ઉમેદવારો માટે 31 વર્ષ વય મર્યાદા નક્કી કરાવમાં આવી છે. ).

ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ભરતી માટે અરજી ફી

  • અરજી ફી ₹.100/- લેવામાં આવશે. શરૂઆતમાં, તમામ અરજદારોએ ફી-મુક્તિવાળી કેટેગરી (મહિલા/SC/ST/PwBD/ExS)ના ઉમેદવારો સહિત અરજી ફી તરીકે સમાનરૂપે ₹.500/- ચૂકવવા પડશે. જો કે, ફી મુક્તિ શ્રેણી (મહિલા/SC/ST/PwBD/ExS) ના ઉમેદવારોને સંપૂર્ણ અરજી ફી પરત કરવામાં આવશે,
  • જો તે/તેણી લેખિત પરીક્ષામાં હાજરી આપે છે અને UR/EWS/OBC ઉમેદવારોને ₹.400/ પરત કરવામાં આવશે. – જો તે/તેણી લેખિત પરીક્ષામાં હાજરી આપે છે.
  • એપ્લીકેશન ફી તે તમામ ઉમેદવારોને પરત કરવામાં આવશે નહીં, જેઓ લેખિત પરીક્ષામાં હાજર રહેવામાં નિષ્ફળ જશે.
  • ઓનલાઈન અરજી ભરતી વખતે રિફંડ મેળવવા માટે ઉમેદવારોએ IFSC કોડ સાથે બેંક ખાતાની સાચી વિગતો આપવી જરૂરી છે. રિફંડ મેળવવા માટે મહિલાઓ સિવાયની તમામ ફી-મુક્તિવાળી શ્રેણીઓએ સંબંધિત પ્રમાણપત્રો (SC/ST/PwBD/ExS) અપલોડ કરવા જરૂરી છે.

આ પણ વાંચોઃ- ઉત્તમ ડેરી ભરતી : અમદાવાદ નજીક સારા પગારની નોકરી માટે સૂવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ વિગત

ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ભરતી માટે પગાર ધોરણ

પસંદ કરેલ ઉમેદવારોને પે મેટ્રિક્સ (₹25,500 – ₹81,100/-) ના સ્તર 4 માં ‘સહાયક’/’જુનિયર પર્સનલ આસિસ્ટન્ટ (JPA)’ તરીકે નિયુક્ત કરવામાં આવે છે. અને તેમને દર મહિને લઘુત્તમ ₹25,500 પગાર ચૂકવવામાં આવશે. સરકારના નક્કી કરાયેલા નિયમો પ્રમાણે ભથ્થાં આપવામાં આવશે.

ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ભરતીનું નોટિફિકેશન

ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની ભરતી માટે અરજી કરતા પહેલા ઉમેદવારોએ કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે આપેલી અધિકૃત જાહેરાત વાંચો.

PRL ભરતી 2024 કેવી રીતે અરજી કરવી?

આ ભરતી માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવાની રહેશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ