RPF recruitment 2024, રેલવે પ્રોટેક્શન ફોર્સ ભરતી: ધોરણ 10 પાસ વિદ્યાર્થીઓ માટે રેલવેમાં નોકરી કરવાની સુવર્ણ તક આવી ગઈ છે. રેલવે વિભાગ અંતર્ગત આવતા રેલવે ભરતી બોર્ડ દ્વારા તાજેતરમાં બમ્પર ભરતી બહાર પાડી છે. રેલવે ભરતી બોર્ડે કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરની 4660 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. રસ ધરાવતા ઉમેદવારો 14 મે 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.
રેલવે પ્રોટેક્શન ફોર્સમાં કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટરની ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
રેલવે પ્રોટેક્શન ફોર્સ ભરતી, મહત્વની માહિતી
સંસ્થા | રેલવે પ્રોટેક્શન ફોર્સ |
પોસ્ટ | કોન્સ્ટેબલ, સબ ઇન્સ્પેક્ટર |
ખાલી જગ્યા | 4660 |
છેલ્લી તારીખ | 14-05-2024 |
વય મર્યાદા | 18 વર્ષથી 28 વર્ષ |
કઈ પોસ્ટ માટે કેલટી જગ્યા ખાલી
પોસ્ટ | ખાલી જગ્યા |
કોન્સ્ટેબલ | 4208 |
સબ ઈન્સ્પેક્ટર | 452 |
રેલવે પ્રોટક્શન ફોર્સ ભરતી માટે લાયકાત
કોન્સ્ટેબલ માટે લાયકાત
- શિક્ષણ – ભારત સરકાર દ્વારા માન્ય બોર્ડમાંથી 10મું પાસ અથવા સમકક્ષ.
- ઉંમર મર્યાદા – 18 થી 28 વર્ષ.
- પગારઃ ₹ 21,700
આ પણ વાંચોઃ- જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી, જુનિયર ક્લાર્ક સહિત 44 જગ્યાઓ પર ભરતી, વાંચો સંપૂર્ણ માહિતી
સબ ઇન્સ્પેક્ટર માટે લાયકાત
- શિક્ષણ – માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક
- ઉંમર મર્યાદા- 20 થી 28 વર્ષ
- પગારઃ- ₹ 35,400/-
આ પણ વાંચોઃ- ગુજરાત પોલીસમાં નોકરીની તક : 12 પાસ યુવાઓ પણ અરજી કરી શકશે, જાણો લાયકાત, છેલ્લી તારીખ સહિત તમામ વિગત
નોટિફિકેશન
અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
રેલવે પ્રોટક્શન ફોર્સ ભરતી અરજી ફી
કેટેગરી | ફીની રકમ |
જનરલ | ₹ 500 |
SC, ST, ESM, સ્ત્રી | ₹ 250 |