Jobs in bank: અત્યારે સરકારી અને અર્ધસરકારી બેન્કોમાં નોકરીઓની ભરતી ચાલી રહી છે. ત્યારે રાજકોટ નાગરિક સહકારી બેન્કે પણ ભરતી બહાર પાડી છે. રાજકોટ નાગરિક સહકારી બેન્કે જુનિયર એક્ઝિક્યુટિવના પદ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ ઉપર અરજી કરી શકે છે. તો ચાલો જોઈએ બેન્કે બહાર પાડેલી નોકરીની જાહેરાતની વિગતે માહિતી..
નોકરી અંગેની અગત્યની માહિતી
રાજકોટ નાગરિક સહકારી બેન્ક દ્વારા બહાર પાડેલી જુનિયર એક્ઝિક્યુટિવ પદની ભરતી માટે કલા સિવાય પ્રથમ વર્ગમાં સ્નાતક કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત કોઈપણ સહકારી બેંક અથવા કોઈપણ નાણાકીય સંસ્થામાં બે વર્ષનો અનુભવ ધરાવાત ઉમેદવાર પ્રાધાન્યક્ષમ છે. ઉમેદવાર કમ્પ્યુટરના જ્ઞાનથી વાકેફ હોવા જોઈએ.
સંસ્થાનું નામ | રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ (RNSBL) |
પદનું નામ | જુનિયર એક્ઝિક્યુટિવ (ટ્રેની) |
નોટિફિકેશન | નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો |
નોકરીનું સ્થળ | વાંકાનેર |
વયમર્યાદા | મહત્તમ 30 વર્ષ |
સત્તાવાર વેબ સાઈટ | સત્તાવાર વેબસાઈટ જોવા માટે અહીં ક્લિક કરો |
અરજી કરવાની છેલ્લી તારીખ | 10-10-2022 |
જગ્યાઓનું નામ: જુનિયર એક્ઝિક્યુટિવ (ટ્રેની)
શૈક્ષણિક લાયકાત
રસધરાવતા ઉમેદવાર પ્રથમ વર્ગ સ્નાતક (કલા સિવાય) અથવા અનુસ્નાતક (કલા સિવાય) કરેલું હોવું જોઈએ. કોઈપણ સહકારી બેંક અથવા કોઈપણ નાણાકીય સંસ્થામાં 2 વર્ષનો અનુભવ પ્રાધાન્યક્ષમ છે. ઉમેદવાર કોમ્પ્યુટરના જ્ઞાનથી વાકેફ હોવા જોઈએ (ફ્રેશર્સ અરજી કરી શકે છે)
સ્થળ: વાંકાનેર
વય મર્યાદા
રસધરાવતા ઉમેદવારોની મહત્તમ 30 વર્ષ હોવી જોઈએ.
છેલ્લી તારીખ – 10/10/2022

પસંદગી પ્રક્રિયા
અંતિમ પસંદગી ઇન્ટરવ્યુના આધારે થશે.
કેવી રીતે અરજી કરવી :
રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.