Ahmedabad Bharti 2025 : અમદાવાદમાં એક કલાકના ₹1000 કમાવાનો મોકો, અહીં વાંચો શું લાયકાત જોઈએ?

RBI Ahmedabad Recruitment in gujarati : RBI અમદાવાદ ભરતી અંતર્ગત બેંક મેડિકલ કન્સલ્ટન્ટ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Written by Ankit Patel
October 14, 2025 14:40 IST
Ahmedabad Bharti 2025 : અમદાવાદમાં એક કલાકના ₹1000 કમાવાનો મોકો, અહીં વાંચો શું લાયકાત જોઈએ?
મદાવાદ ભરતી 2025 - photo- freepik

RBI Ahmedabad Bank Medical Consultant Recruitment : અમદાવાદમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમદેવારો માટે અમદાવાદમાં જ સારા પગારની નોકરી મેળવવાની તક આવી ગઈ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, અમદાવાદ દ્વારા બેંક મેડિકલ કન્સલ્ટન્ટ (BMC) પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટની બે જગ્યાઓ ભરવા માટે RBI અમદાવાદે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

RBI અમદાવાદ ભરતી અંતર્ગત બેંક મેડિકલ કન્સલ્ટન્ટ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

બેંક ભરતી અંતર્ગત મહત્વની માહિતી

સંસ્થારિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, અમદાવાદ (RBI)
પોસ્ટબેંક મેડિકલ કન્સલ્ટન્ટ (BMC)
જગ્યા2
નોકરીનો પ્રકારપાર્ટ ટાઈમ
એપ્લિકેશન મોડઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ14-11-2025
ક્યાં અરજી કરવીસરનામું નિચે આપેલું છે

RBI bharti 2025, પોસ્ટની વિગતો

આરબીઆઈ અમદાવાદ એલોપેથિ પદ્ધતિમાં કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી એમબીબીએસ ડિગ્રી ધરાવતા ચિકિત્સકો પાસેથી અરજીઓ આમંત્રીત કરી છે. આ જગ્યાઓમાં 1 આર્થિક રીતે નબળા વર્ગ અને 1 અન્ય પછા વર્ગના ઉમેદવારો પસંદ કરવામાં આવશે.

આરબીઆઈ ભરતી માટે લાયકાત અને માપદંડ

  • અરજદાર પાસે ઓછામાં ઓછી, મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ યુનિવર્સિટીમાંથી એલોપેથિક મેડિસિનમાં MBBS ડિગ્રી હોવી જોઈએ.
  • જનરલ મેડિસિનમાં અનુસ્નાતક ડિગ્રી ધરાવતા અરજદારો પણ આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.
  • અરજદારને કોઈપણ હોસ્પિટલ અથવા ક્લિનિકમાં મેડિકલ પ્રેક્ટિશનર તરીકે એલોપેથિક મેડિસિનની પ્રેક્ટિસ કરવાનો ઓછામાં ઓછો 02 (બે) વર્ષનો પોસ્ટ લાયકાતનો અનુભવ હોવો જોઈએ.
  • અરજદારનું દવાખાનું અથવા રહેઠાણ બેંકના દવાખાનાઓથી 10-15 કિ.મી.ના ત્રિજ્યામાં હોવું જોઈએ.

પગાર ધોરણ

  • આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રતિ કલાક 1000 રૂપિયા મળવા પાત્ર રહેશે.
  • બેંકની જરૂરિયાત મુજબ BMC ના કામના કલાકોની સંખ્યા અઠવાડિયામાં 30 કલાક સુધી વધારી શકાય છે.

અરજી કેવી રીતે કરવી

  • લાયક ઉમેદવારો ફક્ત પરિશિષ્ટ-III માં આપેલા ફોર્મેટ મુજબ અરજી કરી શકે છે. અરજી 14 નવેમ્બર, 2025 ના રોજ અથવા તે પહેલાં મળી જાય એ રીતે નીચે આપેલા સરનામા પર મોકલી આપવી.
  • અરજી બંધ કરવામાં મોકલવાની રહેશે અને કવર ઉપર બેંક મેડિકલ કન્સલ્ટન્ટ પોસ્ટ લખવું

આ પણ વાંચોઃ- SBI bharti 2025: સરકારી બેંકમાં પરીક્ષા વગર ઓફિસર બનવાની સુવર્ણ તક, ₹64,000થી વધુ પગાર, વાંચો બધી માહિતી

નોટિફિકેશન

અરજી કરવાનું સરનામું

પ્રાદેશિક નિયામક, માનવ સંસાધન વ્યવસ્થાપન વિભાગ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ચોથો માળ, મુખ્ય કાર્યાલય મકાન, ગાંધી બ્રિજ પાસે, અમદાવાદ – 380014

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ