RMC Bharti 2025 : રાજકોટમાં સારા પગાર વાળી કાયમી નોકરી મેળવવાની સોનેરી તક,અહીં વાંચો સંપૂર્ણ માહિતી

RMC (Rajkot municipal corporation) environment engineer Bharti : રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025 અંતર્ગત પર્યાવરણ ઈજનેર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Written by Ankit Patel
Updated : September 17, 2025 10:51 IST
RMC Bharti 2025 : રાજકોટમાં સારા પગાર વાળી કાયમી નોકરી મેળવવાની સોનેરી તક,અહીં વાંચો સંપૂર્ણ માહિતી
રાજકોટ મહાનગરપાલિકા ભરતી Photo-X

RMC Bharti 2025, રાજકોટ મહાનગરપાલિકા ભરતી : રાજકોટમાં રહેતા અને સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે રાજકોટમાં જ નોકરી મેળવવાની સોનેરી તક આવી ગઈ છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પર્યાવરણ ઈજનેર પોસ્ટની એક જગ્યા ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ માટે RMCએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજી મંગાવી છે.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025 અંતર્ગત પર્યાવરણ ઈજનેર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

RMC Bharti 2025 ની મહત્વની માહિતી

સંસ્થા રાજકોટ મ્યુનિસિપ કોર્પોરેશન (RMC)પોસ્ટ પર્યાવરણ ઈજનેરજગ્યા 01વય મર્યાદા 21થી 45 વર્ષએપ્લિકેશન મોડ ઓનલાઈનઅરજી કરવાની છેલ્લી તારીખ 1-10-2025ક્યાં અરજી કરવી https://rmc.gov.in/

રાજકોટ ભરતી 2025 માટે પોસ્ટની વિગતો

રાજકોટ મહાનગરપાલિકાની પર્યાવરણ ઈજનેર વર્ગ-1 સંવર્ગની એક જગ્યા ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. બિનઅનામત વર્ગના ઉમદેવારોની આ પોસ્ટ માટે પસંદગી થનાર છે.

RMC ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત

  • માન્ય યુનિવર્સિટીના પર્યાવરણ એન્જીનીયરિંગ અથવા સિવિલ એન્જીનીયરિંગ (એન્વાયરમેન્ટલ એન્જીનિયરીંગ વિષય સાથે) અને ડેપ્યુટી એક્ઝી. એન્જી. કક્ષાની એન્જીનીયરિંગ જગ્યાનો પાંચ વર્ષનો અનુભવ અથવા આસ.એન્જીનીયરિંગ કે સમકક્ષ જગ્યાનો સાત વર્ષનો અનુભવ.
  • પર્યાવરણ એન્જીનીયંગના અનુસ્નાતક અથવા મીકેનીકલ એન્જીનિયરિંગનું જ્ઞાન વધારાની લાયકાત ગણાશે.

વય મર્યાદા

આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 21થી વર્ષથી ઓછી નહીં અને 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

રાજકોટમાં નોકરી માટે પગાર ધોરણ

રાજકોટ મહાનગરપાલિકામાં પર્યાવરણ ઈજનેર પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારને સાતમાં પગાર પંચ મુજબ પે મેટ્રીક્સ લેવલ -10 પ્રમાણે ₹56,100-₹1,77,500 પગાર મળવા પાત્ર રહેશે.

આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી?

રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ રાજકોટ મહાનગરપાલિકાની www.rmc.gov.in વેબસાઈટ ઉપર જવુંઅહીં રિક્યુટમેન્ટ સેક્શનમાં જઈને ઓનલાઈન એપ્લાયમાં જવુઅહીં અરજી ફોર્મમાં માંગેલી વિગેતો ધ્યાન પૂર્વક ભરવીઅરજી ભર્યા બાદ ફાઈનલ સબમિસન કર્યા બાદ પ્રીન્ટ કાઢી લેવી

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ