Gujarat bharti 2025 : રાજકોટમાં પરીક્ષા વગર ₹25000ની નોકરી મેળવાની તક, અહીં વાંચો માહિતી

Rajkot Municipal Corporation Recruitment 2025 in Gujarati: રાજકોટ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત લાઇવ સ્ટોક ઈન્સ્પેક્ટર પોસ્ટની વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

Written by Ankit Patel
Updated : June 28, 2025 14:37 IST
Gujarat bharti 2025 : રાજકોટમાં પરીક્ષા વગર ₹25000ની નોકરી મેળવાની તક, અહીં વાંચો માહિતી
રાજકોટ મહાનગરપાલિકા ભરતી- photo - X @smartcityrajkot

Gujarat bharti 2025, RMC recruitment 2025, રાજકોટ મહાનગરપાલિકા ભરતી : રાજકોટમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને નોકરીના દરવાજા ખોલ્યા છે. રાજકોટમાં જ નોકરી મેળવવાની તક આપી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રાણી રંજાડ અંકુશ વિભાગમાં લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટરની કુલ 6 જગ્યાઓ ભરવા માટે વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત લાઇવ સ્ટોક ઈન્સ્પેક્ટર પોસ્ટની વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

Gujarat Bharti 2025 ની અગત્યની માહિતી

સંસ્થારાજકોટ મહાનગરપાલિકા (RMC)
વિભાગપ્રાણી રંજાડ અંકુશ વિભાગ
પોસ્ટલાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર
જગ્યા6
વય મર્યાદા18થી 45 વર્ષ
એપ્લિેકશન મોડવોક ઈન ઈન્ટરવ્યુ
ઈન્ટરવ્યુ તારીખ3-7-2025
ઈન્ટરવ્યુ સ્થળનીચે આપેલું છે

રાજકોટ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાણી રંજાડ અંકુશ વિભાગ માટે લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટરની કુલ 6 જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે. લાયક ઉમેદવારોને ઈન્ટરવ્યુમાં હાજર રહેવા માટે આમંત્રિક કર્યા છે.

RMC bharti 2025, શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીનો પશુધન નિરીક્ષક તાલીમનો પ્રમાણપત્ર અભ્યાસક્રમનું સર્ટીફિકેટ હોવું જરુરી છે.

પગાર ધોરણ

RMC ભરતી 2025 અંતર્ગત 11 માસના કરાર આધારિત જગ્યાઓ ભરાવની હોવાથી પસંદ પામેલા ઉમેદવારોને પ્રતિ માસ ₹25,000 ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે.

વય મર્યાદા

રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 18 વર્ષથી ઓછી નહીં અને 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ, સમય અને સ્થળ

આ ભરતી માટે ઉમેદવારે જરૂરી પ્રમાણપત્રોની નકર તેમજ અસલ પ્રમાણપત્રો સાથે આપેલી તારીખ સમય અને સ્થળે હાજર રહેવું.

  • ઈન્ટરવ્યુ તારીખઃ- 3 જુલાઈ 2025
  • ઈન્ટરવ્યુ સમયઃ- સવારે 10થી 12 કલાક
  • ઈન્ટરવ્યુ સ્થળઃ- ડો.આંબેડકર ભવન, સેન્ટ્રલઝોન કચેરી, મીટીંગ હોલ, ઢેબર રોડ, રાજકોટ

ગુજરાત અને દેશમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરતી જાહેરાત અને અરજી ફોર્મ

ઉમેદવારો માટે જરૂરી સુચના

  • ઉમેદવારે વોક ઈન ઈન્ટરવ્યુ સમયે લાયકાત સંબંધીત પ્રમાણપત્રોની નકલ તેમજ અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે.
  • ઉમેદવારે અરજી ફોર્મ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ https://www.rmc.gov.in/ પરથી ડાઉનલોડ કરી વિગતો સંપૂર્ણ ભરી સાથે રાખવાનું રહેશે.
  • ભરતી અંગેના નિર્ણયની આખરી સત્તા કમિશનર રાજકોટ મહાનગરપાલિકાની રહેશે.
  • 11 માસ બાદ ઉમેદવાર આપો આપ છુટ્ટા થયેલા ગણાશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ