રાજકોટ મહાનગરપાલિકા ભરતી : રાજકોટમાં ₹75,000ની નોકરી મેળવો, આ લાયકાત જરૂરી, વાંચો માહિતી

RMC Recruitment 2025: રાજકોટ મહાનગરપાલિકા ભરતી, મેડિકલ ઓફિસરની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, અરજી પ્રક્રિયા, વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ સહિતની મહત્વની જાણકારી માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

Written by Ankit Patel
February 24, 2025 13:28 IST
રાજકોટ મહાનગરપાલિકા ભરતી : રાજકોટમાં ₹75,000ની નોકરી મેળવો, આ લાયકાત જરૂરી, વાંચો માહિતી
રાજકોટ મહાનગરપાલિકા ભરતી - photo- Social media

RMC Recruitment 2025, રાજકોટ મહાનગરપાલિકા ભરતી : રાજકોટમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. રાજકોટ મહાનગરપાલિક દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે તદ્દન હંગામી ધોરણે મેડિકલ ઓફિસરની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થા દ્વારા વોક ઈન ઈન્ટરવ્યુ ગોઠવવામાં આવ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી, મેડિકલ ઓફિસરની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, અરજી પ્રક્રિયા, વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ સહિતની મહત્વની જાણકારી માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

રાજકોટ મહાનગરપાલિકા ભરતીની વિગતો

સંસ્થારાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)
પોસ્ટમેડિકલ ઓફિસર
વિભાગઆરોગ્ય વિભાગ
જગ્યા14
વયમર્યાદા62 વર્ષ સુધી
એપ્લિકેશન મોડવોક ઈન ઈન્ટરવ્યૂ
ઈન્ટરવ્યૂ તારીખદર મહિનાનો પહેલો સોમવાર
અરજી ફોર્મ ક્યાંથી મેળવવુંhttps://www.rmc.gov.in/

રાજકોટ મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગતો

રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા હસ્તક નેશનલ હેલ્થ મિશન અંતર્ગત 15માં નાણાપંચ અંતર્ગત આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે તદ્દન હંગામી ધોરણે મેડિકલ ઓફિસર (MBBS)ની ભરતી તાંત્રિક સવર્ગની 11 માસના કરાર આધારીત ખાલી પડેલી જગ્યાઓ તથા ભવિષ્યમાં ખાલી થનાર જગ્યાઓ ભરવા માટે વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે.

શૈક્ષણિક લાયકાત

રાજકોટ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવાર સરકાર માન્ય સંસ્થામાંથી MBBSની ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ.આ ઉપરાંત ગુજરાત મેડિકલ કાઉન્સિલમમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ.

પગાર ધોરણ

આ ભરતી તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત છે માટે આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રતિ માસ ₹ 75,000 વેતન મળવા પાત્ર રહેશે.

ક્યારે હોય છે વોક ઈન ઈન્ટરવ્યૂ?

  • વોક ઈન ઈન્ટરવ્યું માટે દર માસના પ્રથમ સોમવારના રોજ વોક ઈન્ટરવ્યું માટે રૂબરૂ અરજી ફોર્મ સાથે તમામ જરૂરી ઓરીજનલ તથા ઝેરોક્ષ ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ આવવાનું રહશે.
  • અરજી ફોર્મ https://www.rmc.gov.in/ પરથી ડાઉનલોડ કરી ફોર્મમાં તમામ વિગતો ભરી રૂબરૂ વોક ઈન ઈન્ટરવ્યૂ માટે આવવાનું રહેશે.

ગુજરાતમાં ચાલતી ભરતીઓ અને કરિયર વિશેની વધુ માહિતી જાણવા માટે અહીં વાંચો.

નોટિફિકેશન

વોક ઈન ઈન્ટરવ્યૂ માટે સરનામું

આરોગ્ય શાખા, ત્રીજો માળ, રૂમ નં.1., ડો. આંબેડકર ભવન, રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ