રાજકોટમાં ભરતી : રાજકોટ મહાનગરપાલિકામાં પરીક્ષા વગર ₹25,000 પગાર વાળી નોકરી મેળવો, અહીં વાંચો બધી જ માહિતી

RMC Recruitment 2025 : રાજકોટ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, વોક ઈન્ટરવ્યૂ તારીખ અને સમયે, ઈન્ટરવ્યૂ સ્થળ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

Written by Ankit Patel
April 09, 2025 11:26 IST
રાજકોટમાં ભરતી : રાજકોટ મહાનગરપાલિકામાં પરીક્ષા વગર ₹25,000 પગાર વાળી નોકરી મેળવો, અહીં વાંચો બધી જ માહિતી
રાજકોટ મહાનગરપાલિકા ભરતી- photo - X @smartcityrajkot

RMC Recruitment 2025, રાજકોટ મહાનગરપાલિકા ભરતી : રાજકોટમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમદેવારો માટે ઘર આંગણે જ નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રાણી રંજાડ અંકુશ વિભાગ અને માર્કેટ શાખા (દબાણ હટાવ વિભાગ)માં એક્સ સર્વિસમેન માટે ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વોકઈન ઈન્ટરવ્યૂનું આયોજન કર્યું છે. ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઉમેદવારોને આમંત્રિત કર્યા છે.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, વોક ઈન્ટરવ્યૂ તારીખ અને સમયે, ઈન્ટરવ્યૂ સ્થળ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

રાજકોટ મહાનગરપાલિકા ભરતીની મહત્વની માહિતી

સંસ્થારાજકોટ મહાનગરપાલિકા (RMC)
પોસ્ટએક્સ સર્વિસમેન
વિભાગપ્રાણી રંજાડ અંકુશ વિભાગ અને માર્કેટ શાખા
જગ્યા30
વયમર્યાદા45 વર્ષથી વધુ નહીં
એપ્લિકેશન મોડવોક ઈન ઈન્ટરવ્યૂ
ઈન્ટરવ્યૂ તારીખ16-4-2025
ઈન્ટરવ્યૂ સ્થળનીચે આપેલું છે

પોસ્ટની વિગતો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રાણી રંજાડ અંકુશ વિભાગ અને માર્કેટ શાખા (દબાણ હટાવ વિભાગ)માં એક્સ સર્વિસમેનની 30 જગ્યાઓ હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કર્યું છે.

લાયકાત

આ ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારોની લાયકાત અંગે વાત કરીએ તો આ જગ્યા માટે નિવૃત્ત લશ્કરી સિવાહી-જવાન (હવાલદાર સુધીની કક્ષા) , (મેડીકલ કેટેગરી શેફ-1 S.H.A.P.E.-1 હોવી જોઈએ.)

પગાર ધોરણ

રાજકોટ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને 11 માસના કરાર આધારિત જગ્યાઓ હોવાથી પ્રતિ માસ 25000 રૂપિયા ફિક્સ પગાર મળશે.

વય મર્યાદા

એક્સ સર્વિસમેન ભરતી વોક ઈન ઈન્ટરવ્યૂમાં હાજર રહેવા માટે ઉમેદવારની વય મર્યાદા મહત્તમ 45 વર્ષ રાખવામાં આવી છે.

વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ, સમય અને સ્થળ

રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટે વોક ઈન ઈન્ટરવ્યૂની તારીખ, સમય અને સ્થળ નીચે આપેલા છે

  • વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ – 16-4-2025
  • સમય- સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી
  • સ્થળ – ડો. આંબેડકર ભવન, સેન્ટ્રલઝોન કચેરી, મીટીંગ હોલ, ઢેબર રોડ, રાજકોટ

નોટિફિકેશન અને અરજી ફોર્મ

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ઉમેદવારો માટે ખાસ સૂચન

  • ઉમેદવારે વોક ઈન ઈન્ટરવ્યૂ સમયે લાયકાત સંબંધીત પ્રમાણપત્રોની નકલ તેમજ અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે.
  • માસિક ફિક્સ પગાર સિવાય અન્ય કોઈપણ ભથ્થા મળવાપાત્ર થશે નહીં.
  • ઉમેદવારે અરજી ફોર્મ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પરથી ડાઉનલોડ કરી વિગતો સંપૂર્ણ ભરતી સાથે રાખવાનું રહેશે.
  • ઉક્ત 30 જગ્યાઓ ઉપરાંત વધારાની જગ્યાની જરૂરિયાત ઊભી થશે તો તૈયાર કરવા માટે આવેલ પ્રતીક્ષાયાદી પરના મેરિટનાં અગ્રતાક્રમે આવતા ઉમેદવારોને નિમણૂક આપવા વિચારણા કરવામાં આવશે.
  • ભરતી અંગેના નિર્ણયની આખરી સત્તા કમિશનર, રાજકોટ મહાનગરપાલિકાની રહેશે.
  • 11 માસ બાદ ઉમેદવાર આપો આપ છૂટા થયેલા ગણાશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ