RRB Recruitment 2025, રેલવે ભરતી : રેલવે ભરતી બોર્ડ (RRB) એ મિનિસ્ટીરિયલ અને આઇસોલેટેડ કેટેગરીની ખાલી જગ્યાઓ માટે વેકેન્સી બહાર પાડી છે. આ ભરતી અંતર્ગત રેલવેએ 1000થી વધુ પદો માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. રેલવે ભરતી બોર્ડની આ ખાલી જગ્યા માટે અરજી કરવા માંગતા ઉમેદવારો 6 ફેબ્રુઆરી 2025 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. રસ ધરાવતા ઉમેદવારોએ અરજી કરવા માટે આરઆરબીની સત્તાવાર વેબસાઇટ rrbapply.gov.in ની મુલાકાત લેવી જોઈએ.
રેલવે ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, એપ્લિકેશન મોડ સહિતની તમામ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા જોઈએ.
કયા-કયા પદ પર છે ભરતી છે?
આ ભરતી અંતર્ગત ઘણી ખાલી જગ્યાઓ પર નિમણૂકો કરવામાં આવશે, જેમાં જુનિયર સ્ટેનોગ્રાફર, સ્ટાફ અને વેલફેયર ઇન્સ્પેક્ટર, ચીફ લીગલ આસિસ્ટન્ટ, મ્યુઝિક મિસ્ટ્રેસ, જુનિયર ટ્રાન્સલેટર, પીજીટી, ટીજીટી, હેડ કૂક અને ફિંગરપ્રિન્ટ એક્ઝામિનરનો સમાવેશ થાય છે.
પગાર
આ ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને જેતે પોસ્ટને ધ્યાનમાં રાખીને ધારાધોરણ પ્રમાણે પગાર મળશે.
ખાલી જગ્યાની વિગતો
આ ભરતી અંતર્ગત કુલ 1036 ખાલી જગ્યાઓ ભરવાની છે. જેમાં કેટલીક અહીં આપવામાં આવી છે.
- સ્ટાફ એન્ડ વેલફેયર ઇન્સ્પેક્ટર – 59 જગ્યાઓ
- જૂનિયર ટ્રાન્સલેટર – 130 પોસ્ટ
- PGT – 187 પોસ્ટ
- પ્રાથમિક શિક્ષક – 188 પદ
- ટીજીટી – 338 પોસ્ટ
- સાયન્ટિફિક સુપરવાઈઝર (એર્ગોનોમિક્સ એન્ડ ટ્રેનિંગ) – 3 પદ
- ચીફ લીગલ આસિસ્ટન્ટ – 54 પદ
- સરકારી વકીલ – 20 પદો
- ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર (ઇંગ્લિશ મીડિયમ) – 18 પોસ્ટ
- વૈજ્ઞાનિક સહાયક/તાલીમ – 2 પદો
- સિનિયર પબ્લિસિટી ઈન્સ્પેક્ટર – 3 પદ
- સ્ટાફ એન્ડ કલ્યાણ નિરીક્ષક 59
- લાઇબ્રેરિયન – 10 પોસ્ટ
- મ્યુઝિક ટીચર (મહિલા) – 3 પદ
- સહાયક શિક્ષક (મહિલા) (જુનિયર સ્કૂલ) – 2 પદ
- લેબ આસિસ્ટન્ટ/સ્કૂલ – 7 પોસ્ટ
- લેબ આસિસ્ટન્ટ ગ્રેડ 3 (કેમિસ્ટ અને મેટલર્જિસ્ટ) – 12 પોસ્ટ
આ પણ વાંચો – બેંકમાં તગડા પગારની નોકરી મેળવવાની તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
અરજી કરવા માટે ઉંમર
આ પોસ્ટ્સ માટે અરજી કરનારા ઉમેદવારોની લઘુત્તમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. ઉંમરની ઉપલી મર્યાદા પોસ્ટના આધારે બદલાય છે, જે વધુમાં વધુ 48 વર્ષ સુધીની હોઈ શકે છે. શૈક્ષણિક લાયકાત પણ પોસ્ટ્સ અનુસાર અલગ છે. જેમાં 12 પાસ, બેચલર અને પોસ્ટ ગ્રેજ્યુએશન ઉમેદવારો અરજી કરી શકે છે.
પરીક્ષાની પેટર્ન
આરઆરબીની પરીક્ષામાં 100 ગુણના 100 ઓબ્જેક્ટિવ સવાલ હશે. દરેક ખોટા પ્રશ્ન માટે 1/3 ગુણ કાપવામાં આવશે. પરીક્ષાની તારીખો અને એડમિટ કાર્ડથી સંબંધિત માહિતી ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.
કેવી રીતે અરજી કરવી?
- સત્તાવાર વેબસાઇટ rrbapply.gov.in ની મુલાકાત લો.
- હોમપેજ પર, ‘એપ્લાય’ બટન હેઠળ ‘એકાઉન્ટ બનાવો’ લિંક પર ક્લિક કરો.
- હવે વ્યક્તિગત માહિતી જેમ કે નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર વગેરે ભરો.
- એકવાર થઈ ગયા પછી, તમારા એકાઉન્ટમાં લૉગ ઇન કરો અરજી ફોર્મ ભરો અને તમારી પસંદગીની પોસ્ટ પસંદ કરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને એપ્લિકેશન ફી ચૂકવો.
- એપ્લિકેશન ફોર્મ કાળજીપૂર્વક તપાસો અને સબમિટ કરો.
- એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લો.





