RRB Technician Recruitment 2025, RRB ટેકનિશિયન ભરતી 2025: ભારતીય રેલવેમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. રેલવે ભરતી બોર્ડ દ્વારા દેશભરમાં ટેક્નિશિયનની હજારો જગ્યાઓ બહાર પાડી છે. ટેક્નિશિયનની જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. અરજી પ્રક્રિયા 28 જૂનથી શરૂ થશે અને અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 28 જુલાઈ, 2025 છે.
રેલવે ભરતી બોર્ડ અંતર્ગત ટેક્નિશિયનની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા સહિત, ભરતી અંગેની મહત્વની તારીખો સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
RRB ભરતી 2025 અંગે મહત્વની માહિતી
| સંસ્થા | રેલવે ભરતી બોર્ડ (RRB) |
| પોસ્ટ | ટેક્નિશિયન |
| જગ્યા | 6180 |
| વય મર્યાદા | 18થી 36 |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| અરજી કરવાની શરુઆતની તારીખ | 28 જૂન 2025 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 28 જુલાઈ 2025 |
RRB ટેકનિશિયન ભરતી 2025 ખાલી જગ્યાઓની વિગતો
| પોસ્ટ | જગ્યા |
| ટેકનિશિયન ગ્રેડ I સિગ્નલ | 180 |
| ટેકનિશિયન ગ્રેડ III સિગ્નલ | 6000 |
| કુલ જગ્યાઓ | 6180 |
શૈક્ષણિક લાયકાત
રેલવે ટેકનિશિયન ભરતી 2025 હેઠળ વિવિધ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત પણ નિર્ધારિત કરવામાં આવી છે. ટેકનિશિયન ગ્રેડ-1 (સિગ્નલ) માટે, ઉમેદવાર પાસે ભૌતિકશાસ્ત્ર, ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં B.Sc ડિગ્રી હોવી આવશ્યક છે. આ ઉપરાંત, સંબંધિત વિષયોમાં ડિપ્લોમા અથવા એન્જિનિયરિંગ ડિગ્રી પણ માન્ય છે.
તેમજ ટેકનિશિયન ગ્રેડ-3 ની જગ્યાઓ માટે, ઉમેદવારે 10મું ધોરણ (મેટ્રિક / SSLC) પાસ કરેલ હોવું ફરજિયાત છે અને સંબંધિત ટ્રેડ (જેમ કે ફાઉન્ડ્રીમેન, મોલ્ડર, પેટર્ન મેકર, ફોર્જર અથવા હીટ ટ્રીટર) માં ITI અથવા એપ્રેન્ટિસશીપ પણ પૂર્ણ કરેલ હોવી જોઈએ.
વય મર્યાદા
ટેકનિશિયન ગ્રેડ I સિગ્નલ માટે ઉમેદવારોની મહત્તમ ઉંમર 18 થી 36 વર્ષની વચ્ચે હોવી જોઈએ, અને ટેકનિશિયન ગ્રેડ III ની પોસ્ટ માટે ઉમેદવારોની મહત્તમ ઉંમર 18 થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
અરજી ફી
SC/ST, ભૂતપૂર્વ સૈનિકો, PWD, મહિલાઓ, ટ્રાન્સજેન્ડર, લઘુમતી અથવા આર્થિક રીતે પછાત વર્ગો માટે અરજી ફી 250 રૂપિયા છે. અન્ય તમામ ઉમેદવારો માટે અરજી ફી 500 રૂપિયા છે.
કેટલો પગાર મળશે?
રેલવે ટેકનિશિયન ભરતી 2025 હેઠળ પસંદ કરાયેલા ઉમેદવારોને સાતમા કેન્દ્રીય પગાર પંચ (7મા CPC) મુજબ પગાર અને ભથ્થાં આપવામાં આવશે. ટેકનિશિયન ગ્રેડ-1 (સિગ્નલ) પગાર સ્તર-5 માં આવે છે, જેમાં પ્રારંભિક માસિક પગાર ₹29,200 નક્કી કરવામાં આવ્યો છે. તે જ સમયે, ટેકનિશિયન ગ્રેડ-3 ને પગાર સ્તર-2 માં સમાવવામાં આવેલ છે, જેનો પ્રારંભિક માસિક પગાર ₹19,900 હશે. આ ઉપરાંત, પસંદ કરાયેલા ઉમેદવારોને નિયમો અનુસાર અન્ય ભથ્થાં અને સુવિધાઓ પણ આપવામાં આવશે.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી પ્રક્રિયા
28જૂન 2025ના રોજ પોર્ટલ લાઇવ થયા પછી ઉમેદવારો RRB ની સત્તાવાર વેબસાઇટ rrbcdg.gov.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે. વિગતવાર સૂચનામાં ઝોન મુજબ ખાલી જગ્યાઓ, ફોર્મ ભરવા માટેની પગલું-દર-પગલાની સૂચનાઓ અને CBT માટે અભ્યાસક્રમનો સમાવેશ થશે.





