Sabar Dairy Bharti 2025: સાબર ડેરીમાં બમ્પર ભરતી, ITIથી લઈને કોલેજ પાસ સુધીના ઉમેદવારોને નોકરીની તક

Sabar Dairy Bharti 2025 in Gujarati: સાબર ડેરી ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનું સ્થળ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Written by Ankit Patel
Updated : September 12, 2025 12:31 IST
Sabar Dairy Bharti 2025: સાબર ડેરીમાં બમ્પર ભરતી, ITIથી લઈને કોલેજ પાસ સુધીના ઉમેદવારોને નોકરીની તક
સાબર ડેરી ભરતી 2025 - photo- fb- sabar dairy

Sabar Dairy Bharti 2025, સાબર ડેરી ભરતી 2025: ડેરી ક્ષેત્રમાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. સાબરકાંઠા જિલ્લાની સૌથી મોટી સહકારી ડેરી સાબર ડેરી દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પડાવામાં આવી છે. અલગ અલગ પોસ્ટ પર લાયક ઉમદેવારો પસંદ કરવા માટે ડેરીએ ઉમેદવારો પાસેથી ઓફલાઈન અરજીઓ મંગાવી છે.

સાબર ડેરી ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનું સ્થળ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Sabar Dairy Bharti 2025 ની મહત્વની માહિતી

સંસ્થાસાબરકાંઠા જિલ્લા કો. ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યૂસર યુનિયન લિમિટેડ (સાબર ડેરી)
પોસ્ટટ્રેઈનીથી લઈને મેનેજર સુધી
જગ્યાઉલ્લેખ નથી
નોકરીનું સ્થળગુજરાત-ગુજરાત બહાર
વય મર્યાદાવિવિધ
એપ્લિકેશન મોડઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ15-9-2025
ડેરની વેબસાઈટhttps://sabardairy.org/

સાબર ડેરી ભરતી 2025 પોસ્ટની વિગતો

  • ટ્રેઈની-જુનિયર આસિસ્ટન્ટ(QA/Prod)
  • ટ્રેઈની- જુનિયર આસિસ્ટન્ટ (Dairy)
  • ટ્રેઈની-આસિસ્ટન્ટ ઓફિસર (Engg)
  • ટ્રેઈની ટેક્નિકલ-6
  • ટ્રેઈની પ્લાન્ટ ટેક્નિશિયન-2
  • ટ્રેઈની સિનિયર આસિસ્ટન્ટ (સિક્યુરિટી)
  • ટ્રેઈની જુનિયર આસિસ્ટન્ટ(MKtg)
  • ટ્રેઈની જુનિયર આસિસ્ટન્ટ (MPO)
  • DGM/AGM/Sr.મેનેજર (Engg/project)

Dairy bharti 2025 માટે શૈક્ષણિક લાયકાત

સાબર ડેરી દ્વારા બહાર પાડવામાં આવેલી વિવિધ પોસ્ટની ભરતી માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે.જેમાં આઈટીઆઈથી એમ.બી.એ સહિતની ડિગ્રીનો સમાવેશ થાય છે. ઉમદેવારોએ જેતે પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત વિશે વધારે જાણવા માટે નીચે આપેલું સત્તાવાર નોટીફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

વય મર્યાદા

સાબર ડેરી ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની મહત્તમ ઉંમર 45 વર્ષ છે. જોકે, અલગ અલગ પોસ્ટની મહત્તમ ઉંમર અલગ અલગ નક્કી કરાયેલી છે. જેથી વય મર્યાદા વિશે વધારે જાણવા માટે નોટીફિકેશન વાંચવું.

અરજી કેવી રીતે કરવી?

  • સાબર ડેરી ભરતી માટે અરજી કરવા માટે સૌથી પહેલા ઉમેદવારોએ https://sabardairy.org/ ઉપર જઈને અરજી ડાઉનલોડ કરવાની રહશે.
  • ત્યારબાદ અરજીમાં જોબ કોડ, પોસ્ટનું નામ, અરજદારનું નામ, સરનામું, ઉંમર, શૈક્ષણિક લાયકાત સહિતની માહિતી ભરીને જરૂરી દસ્તાઓ સાથે નીચે આપેલા સરનામા પર અરજી મોકલવાની રહેશે.
  • અરજી 15 સપ્ટેમ્બર 2025 છેલ્લી તારીખ સુધીમાં મળી જાય એવી રીતે મોકલવી

નોટિફિકેશન

અરજી મોકલવાનું સરનામું

મેનેજીંગ ડિરેક્ટરસાબરકાંઠા જિલ્લા કો. ઓપરેટીવ મિક્લ પ્રોડક્શન યુનિયન લિમિટેડ. (સાબર ડેરી)સબ પોસ્ટ- બોરિયાહિંમતનગરજિલ્લો- સાબરકાંઠા – ગુજરાતપીન કોડ નંબર – 383006

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ