સાબરકાંઠા ભરતી : ધો.10 થી ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે નોકરી મેળવવાની સારી તક, અહીં વાંચો મહત્વની માહિતી

Sabarkantha Recruitment, સાબરકાંઠા ભરતી : ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ કેન્દ્ર સરકાર પુરસ્કૃત મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સરકારી બાળ સંભાળ ગૃહ સાબરકાંઠા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે.

Written by Ankit Patel
August 09, 2024 11:41 IST
સાબરકાંઠા ભરતી : ધો.10 થી ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે નોકરી મેળવવાની સારી તક, અહીં વાંચો મહત્વની માહિતી
સાબરકાંઠા ભરતી photo - X

Sabarkantha Recruitment, સાબરકાંઠા ભરતી : સાબરકાંઠા જિલ્લામાં રહેતા અને નોકરી શોધતા ઉમેદવારોને હિંમતનગરમાં નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ કેન્દ્ર સરકાર પુરસ્કૃત મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સરકારી બાળ સંભાળ ગૃહ સાબરકાંઠા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ ભરતી માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને વોક ઈન ઈન્ટરવ્યૂમાં હાજર રહેવા સૂચન કરવામાં આવ્યું છે.

જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સરકારી બાળ સંભાળ ગૃહ ભરતી માટે પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનો પ્રકાર, વોક ઈન ઇન્ટરવ્યૂ તારીખ, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.

સાબરકાંઠા ભરતી અંગેની મહત્વની માહિતી

સંસ્થાજિલ્લા બાળ સુરક્ષા એકમ અને સરકારી બાળ સંભાળ ગૃહ
પોસ્ટવિવિધ
જગ્યા4
નોકરીનું સ્થળજિલ્લા બાળ સુરક્ષા એકમ, સરકારી બાળ સંભાળ ગૃહ, હિંમતનગર
નોકરીનો પ્રકારકરાર આધારિત
વયમર્યાદા21થી 40 વર્ષ વચ્ચે
એપ્લિકેશન મોડવોક ઈન ઇન્ટરવ્યુ
ઇન્ટરવ્યૂ તારીખ21 ઓગસ્ટ 2024

સાબરકાંઠા ભરતી માટે પોસ્ટની વિગતો

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ કેન્દ્ર સરકાર પુરસ્કૃત મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સકરારી બાળ સંભાળ ગૃહ સાબરકાંઠા, હિંમતનગર ખાતે ખાલી પડેલી જગ્યાઓ ફિક્સ પગારથી અને તદ્દન હંગામી ધોરણે 11 માસના કરારથી ભરવાની છે.

સ્થળપોસ્ટજગ્યા
જિલ્લા બાળ સુરક્ષા એકમકાઉન્સેલર1
સરકારી બાળ સંભાળ ગૃહરસોઈયા1
સરકારી બાળ સંભાળ ગૃહહેલ્પર કમ નાઇટ વોટમેન1
સરકારી બાળ સંભાળ ગૃહહાઉસ કીપર1

સાબરકાંઠા ભરતી માટે શૈક્ષણ લાયકાત

જિલ્લા બાળ સુરક્ષા એકમ, હિંમતનગર – કાઉન્સેલર ભરતી માટે ઉમેદવારોએ સોશિયલ વર્ક/સોશિયોલોજી / સાયકોલોજી / પબ્લિક હેલ્થ /માન્ય યુનિવર્સિટીમાંથી કાઉન્સેલિંગનો પીજી ડિપ્લોમા કોર્ષ કરેલો હોવો જોઈએ. આ ઉપરાંત સરકાર અથવા એનજીઓમાં સંલગ્ન ક્ષેત્રમાં એક વર્ષનો અનુભવ જરૂરી છે.

સરકારી બાળ સંભાળ ગૃહ હિંમતનગર ખાતે રસોઈયા, હેલ્પર કમ નાઇટ વોચમેન અને હાઉસ કીપરની ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ઓછામાં ઓછા ધોરણ 10 પાસ હોવો જોઈએ.

સાબરકાંઠા ભરતી માટે પગાર

પોસ્ટપગાર
કાઉન્સેલર₹18,536
રસોઈયા₹ 12,026
હેલ્પર કમ નાઇટ વોટમેન₹ 11,767
હાઉસ કીપર₹ 11,767

સાબરકાંઠા ભરતી માટે ઈન્ટરવ્યૂ સ્થળ અને તારીખ

આ માટે ઉમેદવારે સરકારી બાળ સંભાળ ગૃહ, શક્તિનગર સોસાયટી, પરબડા રોડ, મહેતાપુરા, હિંમતનગર જિ. સાબરકાંઠા સરનામાએ વોક ઈન ઇન્ટરવ્યૂ માટે તારીખ 21 ઓગસ્ટ 2024ના રોજ પહોંચવું. રજીસ્ટ્રેનશનનો સમય સવારે 10 વાગ્યાથી લઈને 11.30 વાગ્યા સુધી રાખ્યો છે.

ભરતીની જાહેરાત

આ પણ વાંચો

ઉમેદવારો માટે ખાસ નોંધ

નિયત રજીસ્ટ્રેશન સમય બાદ આવેલા ઉમેદવારનો ઈન્ટરવ્યુ લેવામાં આવશે નહીં. તેમજ ઇન્ટવ્યુ-પસંદગી માટે જરૂરી નિમ લાયકાત ધરાવતા ઉમેદવારોની જ પસંદગી કરવામાં આવશે. નિયત લાયકાત ન ધરાવતા ઉમેદવારોની ઉમેદવારી ધ્યાને લેવામાં આવશે હીં.ઉક્ત કરાર આધારિત જગ્યાઓની ભરતી બાબતનો આખી નિર્ણય જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ, હિંમતનગર, જિ સાબરકાઠાને આધિન રહેશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ