Sabarkantha Recruitment 2024, સાબરકાંઠા ભરતી : સાબરકાંઠા જિલ્લામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. સાબરકાંઠામાં પી.એમ. પોષણ યોજના અંતર્ગત 11 માસના કરાર આધારિત જગ્યા બહાર પાડી છે. આ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.
સાબરકાંઠા ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાાદ, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની તમામ મહત્વની જાણકારી મેળવવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
સાબરકાંઠા ભરતી અંગે મહત્વની માહિતી
સંસ્થા | કલેક્ટર કચેરી, સાબરકાંઠા |
પોસ્ટ | વિવિધ |
જગ્યા | 8 |
નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
ક્યાં અરજી કરવી | કલેક્ટર કચેરી, સાબરકાંઠા |
અરજી ફોર્મ ક્યાંથી મેળવવી | https://sabarkantha.gujarat.gov.in/ |
સાબરકાંઠા ભરતી પોસ્ટની વિગતો
પોસ્ટ | જગ્યા |
જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર | 1 |
તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર | 7 |
સાબરકાંઠા ભરતી માટે પગરા ધોરણ
પી.એમ. પોષણ યોજનામાં જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝરની 11 માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવાની છે. આ પોસ્ટ પર પસંદ કરેલા ઉમેદવારોને 15,000 રૂપિયા માસિક ફિક્સ મહેનતાણું મળશે.
કેવી રીતે અરજી કરવી?
- આ ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતા ઉમેવારો પાસેતી જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ.પોષણ યોજનાની કચેરીમાંથી મેળવી શકાશે.
- નિયત નમૂનામાં અરજી રૂબરૂમાં, સાદી ટપાલથી કે રજિસ્ટર પોસ્ટ એ.ડી, સ્પીડ પોસ્ટથી જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી, પી.એમ. પોષણ યોજના શાખા, કલેક્ટર કચેરી, પોલોગ્રાઉન્ડ હિંમતનગર, સાબરકાંઠા પર મોકલી આપવાની રહેશે
- ઉમદેવારે 19 સપ્ટેમ્બર 2024ના રોજ સાંજના 6.10 વાગ્યા સુધીમાં મળી જાય એ રીતે મોકલવાની રહેશે.
નોટિફિકેશન
સાબરકાંઠા ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાાદ, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની તમામ મહત્વની જાણકારી મેળવવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું.
ઉમેદવારો માટે ખાસ સૂચના
નિયત સમયબાદ મળેલી અરજીઓ માન્ય ગણાશે નહીં. અરજી કરતા પહેલાં ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂંકનો પ્રકાર અને મહેતાણાં અંગેની સૂચનાઓ માર્ગદર્શિતા જે https://sabarkantha.gujarat.gov.in/ ઉપલબ્ધ છે.