સાબરમતી યુનિવર્સિટી ભરતી : અમદાવાદમાં પ્રોફેસરથી લઈને લેબ આસીસ્ટન્ટ સુધીની નોકરી મેળવવાની જોરદાર તક, વાંચો સંપૂર્ણ માહિતી

Sabarmati University Recruitment 2024, સાબરમતી યુનિવર્સિટી ભરતી 2024 : અમદાવાદમાં આવેલી સાબરતમી યુનિવર્સિટી દ્વારા વિવિધો પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરી છે. સાબરતમી યુનિવર્સિટી દ્વારા લેબ આસીસ્ટન્ટથી લઈને પ્રોફેસર સુધીની વિવિધ પોસ્ટ પર ભરતી બહાર પાડી છે.

Written by Ankit Patel
August 01, 2024 14:51 IST
સાબરમતી યુનિવર્સિટી ભરતી : અમદાવાદમાં પ્રોફેસરથી લઈને લેબ આસીસ્ટન્ટ સુધીની નોકરી મેળવવાની જોરદાર તક, વાંચો સંપૂર્ણ માહિતી
સાબરમતી યુનિવર્સિટી ભરતી - photo - Facebook

Sabarmati University Recruitment 2024, સાબરમતી યુનિવર્સિટી ભરતી 2024 : અમદાવાદમાં અને આસપાસ રહેતા નોકરી શોધતા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. અમદાવાદમાં આવેલી સાબરતમી યુનિવર્સિટી દ્વારા વિવિધો પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરી છે. સાબરતમી યુનિવર્સિટી દ્વારા લેબ આસીસ્ટન્ટથી લઈને પ્રોફેસર સુધીની વિવિધ પોસ્ટ પર ભરતી બહાર પાડી છે. આ જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

સાબરમતી યુનિવર્સિટી ભરતી માટે પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનું સ્થળ, અરજી પ્રક્રિયા, નોકરીનો પ્રકાર, અરજી કરવાની રીત સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારો એ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

સાબરમતી યુનિવર્સિટી ભરતી અંગે મહત્વની માહિતી

સંસ્થાસાબરમતી યુનિવર્સિટી
પોસ્ટટિચિંગ અને નોટ ટિચિંગ
જગ્યાજાહેરાતમાં ઉલ્લેખ નથી
અરજી કરવાની છેલ્લી તારીખ16 ઓગસ્ટ 2024
ક્યાં અરજી કરવીcareers@sabarmatiuniversity.edu.in અથવા https://sabarmatiuniversity.edu.in/
સંપર્ક નંબર7016603084/9081911124

સાબરમતી યુનિવર્સિટી ભરતી અંતર્ગત કઈ કઈ પોસ્ટ ભરાશે

લીડરશિપ પોઝિશન

  • પ્રોવોસ્ટ
  • રજીસ્ટાર
  • ચીફ ફાયનાન્સ એન્ડ એકાઉન્ટ ઓફિસર
  • ડેપ્યુટી રજીસ્ટાર
  • કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન

ટીચિંગ પોસ્ટ

  • ડીન
  • પ્રોફેસર
  • એસોસીએટ પ્રોફેસર
  • આસીસ્ટન્ટ પ્રોફેસર

કયા કયા વિભાગમાં ભરતી

  • કોમર્સ એન્ડ મેનેજમેન્ટ
  • હ્યુમાનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ
  • પ્યૂર એન્ડ એપ્લાયડ સાયન્સ, કમ્પ્યુટર સાયન્સ
  • વોકોસનલ સ્ટડિઝ
  • લો
  • એઝ્યુકેશન
  • ફાર્મસી

નોન ટીચિંગ પોસ્ટ

  • આસ.ચીફ ફાયનાન્સ એન્ડ એકાઉન્ટ ઓફિસર
  • માર્કેટિંગ ડિરેક્ટર
  • એચઆર મેનેજર-એક્ઝીક્યુટીવ
  • ટેલીકોલર્સ
  • વેબ ડેવલોપર, એસઈઓ
  • પી.એ.
  • લાયબ્રેરીયન
  • ઓફિસ આસિસ્ટન્ટ
  • લેબ આસિસ્ટન્ટ

સાબરમતી યુનિવર્સિટી ભરતી માટે શૈક્ષણિકલ લાયકાત

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અને અન્ય કાઉન્સિલ્સના ધારા ધોરણ પ્રમાણે તમામ પોસ્ટની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

ક્યાં અરજી કરવી

સાબરમતી યુનિવર્સિટી ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ પોતાનો અપડેટ સીવી careers@sabarmatiuniversity.edu.in ઉપર ઈમેઈલ કરવો અથવા સંસ્થાની સત્તાવાર વેબસાઈટ https://sabarmatiuniversity.edu.in/ ઉપર અરજી કરી.

આ પણ વાંચોઃ-

ઉમેવાદરો માટે ખાસ સૂચના

લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ અરજી કરતા પહેલા સંસ્થાનું નોટિફિકેશન વાંચવું અને ઉમેદવારોએ 16 ઓગસ્ટ 2024 છેલ્લી તારીખ પહેલા અરજી કરવાની રહેશે. ભરતી અંગે વધારે વિગતો જાણવા માટે 7016603084/9081911124 નંબર ઉપર કોલ કરીને જાણી શકાશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ