Sarhad Dairy bharti, kutch dairy recruitment, સરહદ ડેરી ભરતી : કચ્છમાં રહેતા અને નોકરીની શોધ કરનાર યુવાનો માટે સારા સમાચાર આવી ગયા છે. કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી ડેરી એટલે સરહદ ડેરી દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. કચ્છ ડેરી દ્વારા વિવિધ 21 પોસ્ટ માટે ભરતી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. નોટિફિકેશન પ્રમાણે કચ્છ ડેર મેનેજર, એન્જીનિયર, કેમિસ્ટ સહિતની પોસ્ટ પર ભરતી કરવા જઈ રહી છે.
સરહદ ડેરી ભરતી માટે શૈક્ષણિક લાયકાત, યોગ્યતા, પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓ, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી કેવી રીતે કરવી સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ આર્ટિકલ અંત સુધી ચોક્કસ વાંચવો.
સરહદ ડેરી ભરતી અંગે મહત્વની માહિતી
સંસ્થા | કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી (સરહદ ડેરી) |
પોસ્ટ | વિવિધ |
ખાલી જગ્યા | 21 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 25-4-2024 |
અરજી મોડ | ઓનલાઈન |
ક્યાં અરજી કરવી | careers.sarhaddairy.co.in |
સરહદ ડેરી ભરતીની પોસ્ટ અંગે વિગતે માહિતી
પોસ્ટ | ખાલી જગ્યા |
મેનેજર (ડેરી પ્લાન્ટ) | 01 |
સિનિયર ઓફિસર- વિજિલન્સ ઓફિસર | 01 |
જુનિયર કેમિસ્ટ | 05 |
જુનિયર ઓફિસર | 05 |
જુનિયર ઓપરેટર કમ ટેક્નિશિયન (આઇસ ક્રીમ પ્લાન્ટ) | 05 |
જુનિયર ઓપરેટર કમ ટેક્નિશિયન (યુટિલિટી, મેન્ટેનન્સ) | 04 |
સરહદ ડેરી ભરતી માટે શૈક્ષણિક લાયકાત
મેનેજર (ડેરી પ્લાન્ટ)
ડેરી-ફૂડ ટેક્નોલોજી, એન્જીનિયરિંગમાં માસ્ટર ડિગ્રી કે બેચલર ડિગ્રી હોવી જોઈએ. આ ઉરાંત ડેરી એન્ડ ડેરી પ્રોડક્શ, પ્લાન્ટમાં મેનેજર કક્ષાનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
સિનિયર ઓફિસર/ વિજિલન્સ ઓફિસર
ડેરી-ફૂડ ટેક્નોલોજી અથવા સમકક્ષ સ્ટ્રીમમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા ગ્રેજ્યુએટ, BVsc એગ્રીકલ્ચર સાયન્સની ડીગ્રી, આ ઉપરાંત દૂધ ઉત્પાદનમાં ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
જુનિયર કેમિસ્ટ
કેમેસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જોઈએ. ડેરી સેક્ટરમાં અનુભવી અને ફ્રેસર પણ અરજી કરી શકે છે
જુનિયર ટેક્નિકલ ઓફિસર
ડેરી-ફૂડ ટેક્નોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા ગ્રેજ્યુએટની ડીગ્રી, ડેરી સેક્ટરમાં અનુભવ અને બીન અનુભવી પણ અરજી કરી શકે છે
જુનિયર ઓપરેટર કમ ટેક્નિશિયન (આઇસ ક્રીમ પ્લાન્ટ)
એસએસસી આઈટીઆઈ પાસ કરેલું હોવું જોઈએ આ ઉપરાંત સમાન ફિલ્ડમાં બે વર્ષનો અનુભવ
જુનિયર ઓપરેટર કમ ટેક્નિશિયન (યુટિલિટી, મેન્ટેનન્સ)
એસએસસી આઈટીઆઈ પાસ કરેલું હોવું જોઈએ
આ પણ વાંચોઃ- અમદાવાદના સરદારધામમાંથી આઠ પાટીદાર યુવકોએ યુપીએસસીનું સપનું કર્યું સાકાર
સરહદ ડેરી ભરતી પોસ્ટ માટે પગાર ધોરણ
સરહદ ડેરી દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં પગાર અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. વધુ જાણકારી માટે આપવામાં આવેલા ઈમેઈલ અને નંબર પર સંપર્ક કરી શકો છો.
સરહદ ડેરી ભરતી માટે અરજી કરેવી રીતે કરવી?
સરહદ ડેરી દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન પ્રમાણે ડેરીની સત્તાવાર careers.sarhaddairy.co.in પર મુલાકાત લઈને સૂચના પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ અરજી કરીને અંતમાં પ્રિન્ટ કાઢી લેવી.
આ પણ વાંચોઃ- રેલવે પ્રોટેક્શન ફોર્સમાં PSI અને કોન્સ્ટેબલોની 4660 ભરતી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
સરહદ ડેરી ભરતી માટે નોટિફિકેશન
સરહદ ડેરી ભરતી માટે શૈક્ષણિક લાયકાત, યોગ્યતા, પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓ, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી કેવી રીતે કરવી સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું.
સરહદ ડેરીનું સરનામું
C/O એપીએમસી પરિષર, વર્સામેદી રેલવે સ્ટેશન ક્રોસિંગ, અંજાર-કચ્છ, પીન કોડ નંબર – 370110મોબાઈલ નંબર – 96876 55943ઈમેઈલ – hr@sarhaddairy.coop