શિક્ષણ સહાયક ભરતીઃ નવસારી જિલ્લામાં શિક્ષકની નોકરી મેળવવાની ઉત્તમ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

shikshan sahayak bharti : હળપતિ સેવા સંઘ સંચાલિત ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમશાળામાં શિક્ષણ સહાયક પોસ્ટ માટે ભરતીની જાહેરાત આવી છે. સંસ્થાએ આ પોસ્ટ ઉપર ઉમેદવાર પસંદ કરવા માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

Written by Ankit Patel
Updated : January 10, 2025 08:12 IST
શિક્ષણ સહાયક ભરતીઃ નવસારી જિલ્લામાં શિક્ષકની નોકરી મેળવવાની ઉત્તમ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
શિક્ષણ સહાયક ભરતી - photo - freepik

shikshan sahayak Bharti,શિક્ષણ સહાયક ભરતીઃ ગુજરાતમાં શિક્ષકની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ સમાચાર કામના છે. નવસારી જિલ્લાના બારડોલીમાં હળપતિ સેવા સંઘ સંચાલિત ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમશાળામાં શિક્ષણ સહાયક પોસ્ટ માટે ભરતીની જાહેરાત આવી છે. સંસ્થાએ આ પોસ્ટ ઉપર ઉમેદવાર પસંદ કરવા માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

શિક્ષણ સહાયક ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનું સ્થળ નોકરીનો પ્રકાર, અરજી કરવાની રીત, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

શિક્ષણ સહાયક ભરતી માટે અગત્યની વિગત

સંસ્થાહળપતિ સેવા સંઘ, બારડોલી
પોસ્ટશિક્ષક સહાયક
જગ્યા1
એપ્લિકેશન મોડઓફલાઈન
ભરતી જાહેર થયાની તારીખ8-1-2025
અરજી કરવાની છેલ્લી તારીખભરતી જાહેર થયાની તારીખથી 10 દિવસની અંદર
ક્યાં અરજી કરવીઆ લેખમાં આપેલા સરનામા ઉપર અરજી કરવાની રહેશે

શિક્ષણ સહાયક ભરતી પોસ્ટની વિગતો

સંચાલિત ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા, અડદા, તા.નવસારી, જિલ્લો નવસારી, શિક્ષણ સહાયકની ભરતી અંતર્ગત એક જગ્યા પર ઉમેદવાર પસંદ કરવાના છે.

શૈક્ષણિક લાયકાત

  • શિક્ષણ સહાયક ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર બિન અનામત જાતિના દિવ્યાંગજન પુરુષ ઉમેદવાર હોવો જોઈએ. આ ઉપરાંત શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે સમાજશાસ્ત્રમાં એમ.એ, બી.એડ.કરેલું હોવું જોઈએ.
  • ઉચ્ચતર ઉત્તર માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયકમાં TAT-2 ફરજિયાત પાસ કરેલું હોવું જોઈએ. ઉમેદવારોની પરીક્ષાની પરિણામની મુદત શિક્ષણ વિભાગના વર્તમાન ઠરાવ મુજબની જોગવાઈ મુજબ રહેશે.

પગાર ધોરણ

શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગરના સુધારા ઠરાવ બમશ 1155-22-ગ તારીખ 19-02-1990 મુજબ શિક્ષણ સહાયક ને સરકારી ધારાધોરણ મુજબ માસિક ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે. સંતોષકારક રીતે પાંચ વર્ષ પૂર્ણ કર્યા બાદ પુરા પગાર ધોરણમાં સમાવેશ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી

  • ઉમેદવારોએ રજિસ્ટર એ.ડી.થી અરજી કરવાની રહેશે.
  • ઉમેદવારોએ અરજીમાં પુરેપુરું સરનામું અને બે સંપર્ક નંબર તથા આઈડી પ્રુફ સાથે સ્વપ્રમાણિત કરેલા તમામ પ્રમાણપત્રોની નકલ અરજી સાથે મોકલવાની રહેશે.
  • અધુરી વિગતવાળી, સમયસર ન મળેલી તથા જાહેરાત મુજબની લાયકાત ન ધરાવતા ઉમેદવારેની અરજીઓ રદ થવા પાત્ર રહેશે.
  • ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી (આશ્રમશાળા) નવસારી જિલ્લા, સી-બ્લોક, ત્રીજો માળ, બહુમાળી ભવન, જુના થાણા, નવસારી 396445ને મોકલવાની રહેશે.

અરજી કરવાનું રસનામું

પ્રમુખ, હળપતિ સેવા સંઘકામગાર ઘર, સ્ટેશન રોડ, બારડોલીજિલ્લો – સુરતપીન – 394601

ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત

  • દિવ્યાંગજન અરજદારે સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે.
  • શિક્ષકોને વિનામૂલ્યે રહેઠાણની સુવિધા આપવામાં આવશે.
  • મિહાલ શિક્ષિકાઓને ગૃહમાતા અને શિક્ષકોને ગૃહપતિ તરીકે ફરજિયાત ફરજ નિભાવવાની રહેશે
  • ફક્ત મેરીટમાં નામ આવવાથી કોઈપણ ઉમેદવાર નિમણૂક માટે હક્ક દાવો માંડી શકશે નહીં. પસંદગી બાબતે જિલ્લા પસંદગી સમિતિનો નિર્ણય આખરી રહેશે.
  • સરકારી અનુદાનિત બોર્ડ-કોર્પોરેશન સંસ્થાના કર્મચારી હોય તો સક્ષમ અધિકારીનું એનઓસી અરજી સાથે સામેલ કરવાનું રહેશે.

કરિયર અને સાંપ્રત ચાલતી ભરતીઓ વિશે વધારે જાણવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

ઉમેદવારોને સૂચન છે કે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલી શિક્ષણ સહાયક ભરતીની જાહેરાત ધ્યાન પૂર્વ વાંચવું અને ત્યારબાદ અરજી કરવી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ