Surat Municipal Corporation Recruitment 2025: સુરતમાં રહેતા અને સારા પગારની કાયમી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે જ નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ટેક્નીકલ આસિસ્ટન્ટ અને લેબોરેટરી આસિસ્ટન્ટ પોસ્ટની કૂલ 6 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજી મંગાવી છે.
સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત ટેક્નીકલ આસિસ્ટન્ટ અને લેબોરેટરી આસિસ્ટન્ટ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
SMC bharti2 2025 અંગેની મહત્વની માહિતી
સંસ્થા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)પોસ્ટ ટેક્નીકલ આસિસ્ટન્ટ અને લેબોરેટરી આસિસ્ટન્ટજગ્યા 06એપ્લિકેશન મોડ ઓનલાઈનવય મર્યાદા 35 વર્ષથી વધારે નહીંઅરજી કરવાની છેલ્લી તારીખ 24-10-2025ક્યાં અરજી કરવી https://www.suratmunicipal.gov.in/
સુરત મહાનગરપાલિકા ભરતીની પોસ્ટની વિગતો
પોસ્ટ | જગ્યા |
ટેક્નીકલ આસિસ્ટન્ટ | 4 |
લેબોરેટરી આસિસ્ટન્ટ | 02 (1 જગ્યા ભવિષ્યમાં ખાલી પડનાર) |
શૈક્ષણિક લાયકાત
ટેક્નીકલ આસિસ્ટન્ટ : રસાયણશાસ્ત્ર અથવા બાયોકેમિસ્ટ્રી અથવા માઇક્રોબાયોલોજી અથવા ડેરી રસાયણશાસ્ત્ર અથવા ફૂડ ટેકનોલોજી, ફૂડ અને પોષણમાં માસ્ટર ડિગ્રી અથવા ડેરી / તેલમાં ટેકનોલોજીમાં સ્નાતક અથવા પશુચિકિત્સા વિજ્ઞાનમાં ડિગ્રીલેબોરેટરી આસિસ્ટન્ટ : B.Sc. કેમેસ્ટ્રી, લેબોરેટરી આસીસ્ટન્ટ તરીકેના કામના અનુભવીને પ્રથમ પસંદગી
વય મર્યાદા
સુરત મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમરની વાત કરીએ તો 35 વર્ષથી વધારે ઉંમર ન હોવી જોઈએ. સુરત મહાનગરપાલિકામાં કામ કરતા કર્મચારી માટે વય મર્યાદાના નિયમો લાગુ પડશે નહીં.
પગાર ધોરણ
પોસ્ટ | પ્રથમ ત્રણ વર્ષ માટે ફીક્સ | પે મેટ્રીક્ષ |
ટેક્નીકલ આસિસ્ટન્ટ | ₹18,500 | ₹44,900- ₹1,42,400 |
લેબોરેટરી આસિસ્ટન્ટ | ₹17,500 | ₹29,200- ₹92,300 |
નોટિફિકેશન
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કર
અરજી કેવી રીતે કરવી?
- સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત અરજી કરવા માટે પહેલા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની https://www.suratmunicipal.gov.in વેબસાઈટ ઉપર જવું
- અહીં પહેલા અરજદારે રજીસ્ટ્રેશ કરવાનું રહેશે. જો પહેલાથી જ રજીસ્ટ્રેશન કરેલું હશે તેમને જરૂર નથી
- યુઝર આડી પાસવર્ડ સાથે લોગઈ કરીને ઓનલાઈન અરજી કરી શકાશે.