SSC CHSL Recruitment 2024, સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી : ધોરણ 12 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા તાજેતરમાં સીએચએસએલ ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે લોઅર ડિવીજનલ ક્લાર્ક, જુનિય સચિવાલય સહાયક અને ડેટા એન્ટ્રી ઓપરેટર્સના પદો માટે ભરતી ડ્રાઇવ શરૂ કરી છે. કુલ 3712 જગ્યાઓ ભરવા માટે સ્ટાફ સિલેક્શન કમિશને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવી છે. સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી માટે ટીયર 1 પરીક્ષા જૂન- જુલાઈમાં આયોજીત કરાશે જ્યારે ટીયર 2 પરીક્ષાની પાછળથી જાહેર કરવામાં આવશે.
સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલી વિવિધ પોદની ભરતી માટે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, વય મર્યાદા સહિતની તમામ મહત્વની જાણકારી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા. અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 7 મે, 2024 નક્કી કરવામાં આવી છે.
સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી અંગે મહત્વની માહિતી
સંસ્થા | સ્ટાફ સિલેક્શન કમિશન |
પોસ્ટ | વિવિધ |
જગ્યાઓ | 3712 |
વય મર્યાદા | 18થી 27 |
શૈક્ષણિક લાયકાત | ધોરણ 12 પાસ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 7 મે 2024 |
ક્યાં અરજી કરવી? | https://ssc.gov.in/ |
સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી : વય મર્યાદા
વય મર્યાદા પોસ્ટથી પોસ્ટમાં અલગ-અલગ છે અને લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ 27 વર્ષ છે, જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારો માટે ઉચ્ચ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આ ભરતી ડ્રાઇવમાં જે પોસ્ટ માટે અરજી કરી રહ્યાં છે તે મુજબ વય પાત્રતાના માપદંડો તપાસે. વય ગણતરી માટેની નિર્ણાયક તારીખ 1 ઓગસ્ટ, 2024 નક્કી કરવામાં આવી છે.
શૈક્ષણિક લાયકાત
SSC CHSL પરીક્ષા લખવા માટે લઘુત્તમ શૈક્ષણિક માપદંડ ધોરણ 12 પાસ અથવા માન્ય યુનિવર્સિટી બોર્ડમાંથી સમકક્ષ પરીક્ષા છે. LDC/JSA, PA/SA, DEO માટે કેટલીક અલગ શૈક્ષણિક લાયકાત જરૂરી છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત નોટિફિકેશનમાંથી કાળજીપૂર્વક વાંચવું.
નોટિફિકેશન
સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલી વિવિધ પોદની ભરતી માટે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, વય મર્યાદા સહિતની તમામ મહત્વની જાણકારી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.
SSC CHSL પગાર
પોસ્ટ | પગાર |
લોઅર ડિવિઝનલ ક્લાર્ક (LDC) | ₹ 19,900 – ₹63,200 |
જુનિયર સચિવાલય સહાયક (JSA) | ₹ 19,900 – ₹ 63,200 |
ટપાલ સહાયક (PA) | ₹ 25,500 – ₹ 81,100 |
સૉર્ટિંગ આસિસ્ટન્ટ (SA) | ₹ 25,500 – ₹ 81,100 |
ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO) પે લેવલ-4 | ₹ 25,500 – ₹ 81,100 |
ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO): પે લેવલ-5 | ₹ 29,200 – ₹ 92,300 |
DEO (ગ્રેડ A) | ₹ 25,500 – ₹ 81,100 |
આ પણ વાંચોઃ- કામધેનુ યુનિવર્સિટી ભરતી : ગાંધીનગરમાં લાખો રૂપિયાની નોકરી મેળવવાની સૂવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ વિગતો
આ પણ વાંચોઃ- World QS University Ranking: વિશ્વની ટોચની 25 સંસ્થાઓમાં IIM અમદાવાદ, ટોચની સંસ્થાઓની રેન્કિંગની યાદી
પરીક્ષા પેટર્ન
SSC CHSL માં ત્રણ તબક્કાનો સમાવેશ થાય છે અને ઉમેદવારોએ ખાલી જગ્યાઓ માટે શોર્ટલિસ્ટ થવા માટે દરેક તબક્કામાં લાયક ઠરે છે. પરીક્ષાના ટાયર Iમાં CBT મોડમાં ઉદ્દેશ્ય બહુવિધ પસંદગીના પ્રશ્નોનો સમાવેશ થાય છે અને ટાયર II પણ ઉદ્દેશ્ય પ્રકારના પ્રશ્નો છે અને ઉમેદવારોએ વધુ વિગતો માટે સત્તાવાર સૂચના તપાસવી જોઈએ.
સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી અંતર્ગત કારકુન (એલડીસી)/ જુનિયર સચિવાલય સહાયક (જેએસએ) અને વિવિધ મંત્રાલયો, વિભાગો અને ભારત સરકારની કચેરીઓ અને વિવિધ બંધારણીય સંસ્થાઓ માટે ડેટા એન્ટ્રી ઓપરેટર્સ (ડીઇઓ) ની જગ્યાઓ માટે ગ્રુપ સીની જગ્યાઓ માટે ભરતી હાથ ધરવામાં આવશે.