રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) માં રેલ્વે મંત્રાલયે સબ-ઇન્સ્પેક્ટર (એક્ઝિક્યુટિવ) અને કોન્સ્ટેબલ (એક્ઝિક્યુટિવ) ની જગ્યાઓ પર ભરતી માટે નવા નિયમો લાગુ કર્યા છે. રેલ્વે મંત્રાલય દ્વારા સુધારેલા નિયમો બહાર પાડવામાં આવ્યા છે, જેમાં શારીરિક ધોરણો, વય મર્યાદા અને પરીક્ષા પેટર્ન જેવી માહિતી શેર કરવામાં આવી છે. નવા નિયમો RPF ભરતી પ્રક્રિયામાં લાગુ કરવામાં આવશે.
વય મર્યાદા અને શારીરિક માપમાં ફેરફાર
આ મહત્વપૂર્ણ ફેરફારોનો હેતુ RPF ભરતી પ્રક્રિયાને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) દ્વારા અપનાવવામાં આવેલા ધોરણો સાથે સંરેખિત કરવાનો છે. ભારતના ગેઝેટમાં પ્રકાશિત થયા પછી આ નિયમો લાગુ કરવામાં આવ્યા છે. સુધારાનો મુખ્ય ઉદ્દેશ્ય સીધા પ્રવેશ ઉમેદવારો માટે વય મર્યાદા, શારીરિક માપ અને પસંદગી પ્રક્રિયાઓમાં ફેરફાર કરવાનો છે. આ ફેરફારો કેન્દ્રીય સુરક્ષા સંગઠનોમાં પારદર્શિતા અને સુધારેલા શારીરિક તંદુરસ્તી ધોરણો સુનિશ્ચિત કરવા માટે રજૂ કરવામાં આવ્યા છે.
વય મર્યાદામાં ફેરફાર
સુધારેલા નિયમો અનુસાર કોન્સ્ટેબલ પદ માટે અરજદારોની ઉંમર હવે 18 થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને ધોરણ 10 પાસ હોવું જોઈએ. અગાઉ કોન્સ્ટેબલ માટે વય મર્યાદા 18 થી 25 વર્ષ હતી. સબ-ઇન્સ્પેક્ટરના પદ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 20 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને તેઓ યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવા જોઈએ.
આ પણ વાંચો: એવું તો શું થયું કે રાતોરાત એક વકીલ 28,17,41,29,408 રૂપિયાનો માલિક બની ગયો, જાણો?
શારીરિક ધોરણોમાં આ ફેરફારો
વધુમાં કોન્સ્ટેબલ એક્ઝિક્યુટિવ પદ માટે લઘુત્તમ ઊંચાઈની આવશ્યકતા 165 સેન્ટિમીટર હતી, જે હવે વધારીને 170 સેન્ટિમીટર કરવામાં આવી છે. વધુમાં છાતીનો ઘેરાવો હવે ફુલાવ્યા વિના 80 સેન્ટિમીટર અને ફુલાવીને સાથે 85 સેન્ટિમીટર નક્કી કરવામાં આવ્યો છે.
પહેલાં RPF તબીબી અધિકારીઓ મુખ્યત્વે તબીબી તપાસ કરતા હતા. હવે CAPF તબીબી અધિકારીઓ અથવા ગ્રેડ I સરકારી તબીબી અધિકારીઓ આ પ્રક્રિયા હાથ ધરશે.





