Staff Nurse Recruitment 2024: રાજ્ય સરકાર દ્વારા 1903 સ્ટાફ નર્સની ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યનાં સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલમાં સીધી ભરતીથી આ સ્ટાફ નર્સની ભરતી કરી નિમણૂક કરવામાં આવશે. રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી.
સ્ટાફ નર્સની આ જગ્યાઓ માટે આગામી 5 ઓક્ટોબર પછી ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થશે. જેના ફોર્મ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ OJAS પ્લેટફોર્મના માધ્યમ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ભરતી પ્રક્રિયા 6 થી 8 મહિનામાં પૂર્ણ કરાશે
લાયકાત ધરાવતા ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાના પરિણામ અને પસંદગી યાદી પ્રસિદ્ધ કરી ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે. ડોક્યુમેન્ટ ચકાસણીના અંતે આખરી મેરિટ યાદી પ્રસિદ્ધ કરાશે. આખરી મેરીટ યાદીમાં સમાવેશ થતા ઉમેદવારોને સંપૂર્ણપણે પારદર્શી પ્રક્રિયા હાથ ધરીને નિમણૂક આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર ભરતી પ્રક્રિયા 6 થી 8 મહિનામાં પૂર્ણ કરવામાં આવનાર છે.
આ પણ વાંચો – ગાંધીનગરમાં સારા પગારની નોકરી, અહીં વાંચો સંપૂર્ણ વિગત
રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 7732 સ્ટાફ નર્સ વર્ગ-3 ની જગ્યાઓ સીધી ભરતી દ્વારા ભરવામાં આવી છે. સ્ટાફ નર્સની બઢતી અને વયનિવૃત સહિતના વિવિધ કારણે ખાલી પડતી જગ્યાઓ ભરવા દર બે વર્ષના અંતરે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.





