SBI ક્લર્ક પરીક્ષા પેટર્ન, સિલેબસ અને ગુણની વહેચણી સહિતની તમામ વિગતો

SBI Clerk Exam Pattern And Syllabus 2022: એસબીઆઈ ક્લાર્કની ભરતી પ્રક્રિયામાં મુખ્યરૂપથી બે તબક્કામાં હોય છે. એટલે કે પ્રિલિમ્સ અને મેન્સ પરીક્ષા. એસબીઆઈ ક્લર્ક 2022ની પરીક્ષા આપનાર ઉમેદવારોએ પરીક્ષાના સિલેબસ અનુસાર પોતાની તૈયારી કરવી જોઈએ.

Written by Ankit Patel
Updated : November 02, 2022 16:06 IST
SBI ક્લર્ક પરીક્ષા પેટર્ન, સિલેબસ અને ગુણની વહેચણી સહિતની તમામ વિગતો
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા કર્ક પરીક્ષા

SBI Clerk Exam Pattern And Syllabus 2022: આગામી દિવસોમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ક્લર્કની પ્રિલિમ્સ પરીક્ષા યોજાનાર છે. જે ઉમેદવારોએ એસબીઆઈ ક્લર્કની નોકરી માટે અરજી કરેલી છે તો તેમને એ સમજવું જોઈએ. એસબીઆઈ ક્લાર્કની ભરતી પ્રક્રિયામાં મુખ્યરૂપથી બે તબક્કામાં હોય છે. એટલે કે પ્રિલિમ્સ અને મેન્સ પરીક્ષા. એસબીઆઈ ક્લર્ક 2022ની પરીક્ષા આપનાર ઉમેદવારોએ પરીક્ષાના સિલેબસ અનુસાર પોતાની તૈયારી કરવી જોઈએ. તો ચાલો આર્ટિકલમાં આપણે એસબીઆઈ ક્લર્ક પરીક્ષાની પેટર્ન અને સિલેબસની વિસ્તૃત જાણકારી મેળવીએ.

એસબીઆઈ ક્લર્ક સિલેબસ 2022

કોઈપણ પરીક્ષાની સારી તૈયારી કરવા માટે પરીક્ષાના સિલેબસની વિસ્તુત જાણકારી હોવી જોઈએ. ઉમેદવારોને એસબીઆઈ ક્લર્ક પાઠ્યક્રમ 2022ની વિસ્તૃત જાણકારી હોવી જોઈએ. એસબીઆઈ ક્લર્ક એક વધારે પ્રતિસ્પર્ધી પરીક્ષા છે કારણ કે આ પરીક્ષામાં દર વર્ષે લાખો ઉમેદવારો પરીક્ષામાં ભાગ લે છે. એસબીઆઈ ક્લર્કની પ્રીલિમ્સ પરીક્ષામાં ત્રણ સેક્શન હોય છે. અંગ્રેજી ભાષા, તર્ક ક્ષમતા અને માત્રાત્મક યોગ્યતા જ્યારે એસબીઆઈ મેન્સ પરીક્ષામાં ચાર પ્રમુખ સેક્શનનો સમાવેશ થાય છે. જેમાં તર્ક ક્ષમતા અને કમ્પ્યુટર યોગ્યતા, અંગ્રેજી ભાષા, સમાન્ય- નાણાંકિય જાગૃતિ, માત્રાત્મક યોગ્યતા. અહીં ઉમેદવારોની મદદ માટે એસબીઆઈ ક્લર્ક પ્રીલિમ્સ અને મેઇન્સ પરીક્ષા ડિટેલ ટોપિક વાઇઝ પ્રીલિમ્સ અને મેન્સ સિલેબસ આપવામાં આવ્યો છે.

એસબીઆઈ ક્લર્ક 2022 પ્રિલિમ્સ પરીક્ષા પેટર્ન

SBI ક્લર્ક પ્રક્રિયા બે તબક્કામાં હોય છે પ્રીલિમ્સ અને મેઇન્સ. એસબીઆઈ ક્લર્ક પ્રીલિમ્સ પરીક્ષા યોગ્તા પરીક્ષા છે. આ પરીક્ષા પાસ કરવાની આવશ્ય છે. પરંતુ માર્ક મેરિટ લિસ્ટ બનાવવામાં જોવામાં નહીં આવે. ત્યારબાદ મેઇન્સ પરીક્ષા આપશે. આ પરીક્ષાના માર્ક મેરીટ લીસ્ટ માટે મહત્વના હોય છે. ચોક્કસ રાજ્યની ખાલી જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો સૂચનામાં ઉલ્લેખિત તે રાજ્યની ચોક્કસ સ્થાનિક ભાષામાં નિપુણ (વાંચન, લેખન, બોલતા અને સમજણ) હોવા જોઈએ.

આ પણ વાંચોઃ- SBI ક્લાર્ક પ્રિલિમિનરી પરીક્ષાનું એડમિટ કાર્ડ બહાર પડ્યું, આવી રીતે ડાઉનલોડ કરો

સ્થાનિક ભાષાની પરીક્ષણ, પસંદગી પ્રક્રિયાના છેલ્લા તબક્કાના રૂપમાં હશે. જેમાં પાસ થવું આવશ્યક છે. જે ઉમેદવારો ભાષાની પરીક્ષા પાસ નહીં કરી શકે તેમને પસંદગી પ્રક્રિયામાંથી બહાર કરવામાં આવશે. એવા ઉમેદવારો જે 10માં કે 12માં ધોરણની માર્કશીટ-સર્ટિફિકેટને પ્રમાણના રૂપમાં દેખાડશે અને સ્થાનિક ભાષા તેમાં એક વિષયના રૂપમાં સામેલ હશે તો આવા ઉમેદવારોને ભાષાની પરીક્ષામાંથી પસાર થવાની જરૂર નથી.

પરીક્ષા પેટર્નની વિસ્તૃત માહિતી

પ્રશ્નો 100કુલ માર્ક 100પરીક્ષાનો કુલ સમય- 60 મિનિટકેટલા સેક્શન – 3નેગેટિવ માર્કિંગ 0.25 માર્ક

પ્રીલિમ્સ પરીક્ષામાં 100 ગુણના વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવશે. જેના માટે ઉમેદવારને કુલ 1 કલાકનો સમય આપવામાં આવશે. પ્રીલિમ્સ પરીક્ષા પ્રશ્નપત્રને ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવ્યા છે. જેમાં પ્રત્યેક ભાગ માટે ઉમેદવારને 20 મિનિટ આપવામાં આવશે.

ક્રમ વિષય પ્રશ્નોની સંખ્યા કુલ અંક સમયસીમા

ક્રમવિષયપ્રશ્નોની સંખ્યાકુલ અંકસમયસીમા
1અંગ્રેજીભાષા303020 મિનિટ
2સંખ્યાત્મક અભિયોગ્યતા353520 મિનિટ
3તાર્કિક યોગ્યતા353520 મિનિટ
કુલ10010060 મિનિટ

અંગ્રેજી ભાષા

વાંચન સમજ,ફિલર્સ (ડબલ ફિલર્સ, મલ્ટીપલ સેન્ટન્સ ફિલર્સ, સેન્ટન્સ ફિલર્સ),નવી પેટર્ન ક્લોઝ ટેસ્ટ,શબ્દસમૂહ બદલી,વિચિત્ર વાક્ય આઉટ કમ પેરા જમ્બલ્સ,અનુમાન, વાક્ય પૂર્ણતા,કનેક્ટર્સ,ફકરા નિષ્કર્ષ,ફ્રેસલ ક્રિયાપદ સંબંધિત પ્રશ્નો,ભૂલ શોધવાના પ્રશ્નો,શબ્દનો ઉપયોગ/ Vocab આધારિત પ્રશ્નો.

તર્ક ક્ષમતા

કોયડાઓ અને બેઠક વ્યવસ્થા,માર્ગદર્શન,લોહીનો સંબંધ,ક્રમ અને કૉલમમશીન ઇનપુટ-આઉટપુટઅસમાનતાઆલ્ફા-ન્યુમેરિક-સિમ્બોલમૂળાક્ષરો પર આધારિત પ્રશ્નોકોડિંગ-ડીકોડિંગ

જથ્થાત્મક યોગ્યતા

ડેટા વિશ્લેષણ (બાર ગ્રાફ, લાઇન ચાર્ટ, ટેબ્યુલર, ચેલેટ, રેડિયેટર/વેબ, શોધાયેલ ચાર્ટ),અસમાનતાઓ (ચતુર્ભુજ સમીકરણો, જથ્થો 1, જથ્થો 2),સંખ્યા શ્રેણી,અંદાજ અને સરળીકરણ,ડેટા પર્યાપ્તતા,પરચુરણ અંકગણિત સમસ્યાઓ (HCF અને LCM), નફો અને નુકસાન, SI અને CI, ઉંમર, કામ અને સમય, ઝડપ-અંતર અને સમય, સંભાવના, પુરુષોની સંખ્યા, ક્રમચયો અને સંયોજનો, સરેરાશ, ગુણોત્તર અને પ્રમાણ, ભાગીદારી, બૂન્સ. અને પ્રવાહ, ટ્રેનો, મિશ્રણ અને મિશ્રણ, પાઈપો અને ટાંકીઓ પરની સમસ્યાઓ).

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ