Success Story: દ્રઢ નિશ્ચય અને મહેનત એટલે સફળતા; આ ડોક્ટર પ્રથમ પ્રયાસમાં જ બની ગયા IAS અધિકારી

Success Story Of IAS Arjun Gowda: આઈએએસ અર્જુન ગૌડાનો જન્મ કર્ણાટકના એક નાનકડા ગામમાં મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેમની આર્થિક સ્થિતિ નબળી હતી. પરંતુ તે બાળપણથી જ તેજસ્વી વિદ્યાર્થી હતા.

Written by Rakesh Parmar
Updated : January 28, 2025 16:44 IST
Success Story: દ્રઢ નિશ્ચય અને મહેનત એટલે સફળતા; આ ડોક્ટર પ્રથમ પ્રયાસમાં જ બની ગયા IAS અધિકારી
આઈએએસ અર્જુન ગૌડાની સફળતાની વાર્તા! (તસવીર: Instagram/arjun_gowda__ias)

Success Story Of IAS Arjun Gowda: યૂપીએસસીની પરીક્ષા દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક છે. તે માટે અનેક લોકો દિવસ-રાત અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ માત્ર થોડા જ લોકો આમાં સફળતા મેળવી શકે છે. આ પરીક્ષામાં સફળતા બાદ તેઓ IAS, IPS બને છે. સરકારી નોકરી કે અન્ય ઘણા ક્ષેત્રોમાં વર્ષો સુધી કામ કર્યા પછી પણ કેટલાક લોકોને સંતોષ થતો નથી અને તેમનું મન IAS, IPS ઓફિસર બનવા તરફ વળે છે. તો આજે આપણે એવા જ એક IAS ઓફિસર વિશે જાણવા જઈ રહ્યા છીએ, જેમણે મેડિકલ ફિલ્ડ છોડીને IAS ઓફિસર બન્યા.

આઈએએસ અર્જુન ગૌડાનો જન્મ કર્ણાટકના એક નાનકડા ગામમાં મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેમની આર્થિક સ્થિતિ નબળી હતી. પરંતુ તે બાળપણથી જ તેજસ્વી વિદ્યાર્થી હતા. તેમનું બાળપણનું સપનું હતું કે સારી અને ઉચ્ચ પગારવાળી નોકરી મેળવીને આર્થિક અસ્થિરતા દૂર કરવી. તે માટે તેમણે શરૂઆતમાં ગામની ખાનગી શાળામાં શાળાકીય અભ્યાસ કર્યો. જે બાદ 2016માં એમબીબીએસની ડિગ્રી પૂર્ણ કરી. અર્જુન ગૌડા ડોક્ટર બનવા માંગતા હતા પરંતુ તેમની મેડિકલ પ્રેક્ટિસ દરમિયાન તેમને સમજાયું કે તેઓ IAS ઓફિસર બનવા માંગે છે.

આ પણ વાંચો: 10 હજાર રૂપિયાની લોન લઈને શરૂ કર્યો બિઝનેસ, હવે ઉભુ કરી દીધું કરોડોનું સામ્રાજ્ય

UPSC પરીક્ષાની તૈયારી શરૂ કરી

એક હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે કામ કરતી વખતે તેમણે UPSC પરીક્ષાની તૈયારી શરૂ કરી. તેની તૈયારી માટે તેમણે ઘણી મહેનત કરી હતી. કારણ કે તેમને મેડિકલ પ્રોફેશનની સાથે આઈએએસની પરીક્ષાની તૈયારી કરવા માટે પણ ભણવાનું હતું. પરીક્ષાની તૈયારી અને તબીબી વ્યવસાયના પડકારો હોવા છતાં તેમણે પરીક્ષા પાસ કરી. IAS અર્જુન ગૌડા 2018 ની UPSC CSE બેચના IAS છે અને તેમણે ઓલ ઈન્ડિયા રેન્ક 418મો મેળવ્યો છે.

આઈએએસ અર્જુન ગૌડાની મધ્યપ્રદેશ કેડરમાં બદલી કરવામાં આવી છે. તેમનું સત્તાવાર નામ ડોક્ટર નાગાર્જુન બી ગૌડા IAS છે. આઈએએસ નાગાર્જુન ગૌડાએ IAS સૃષ્ટિ દેશમુખ સાથે લગ્ન કર્યા છે. લગભગ અઢી વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ IAS કપલ લગ્નના બંધનમાં બંધાઈ ગયું છે. આઈએએસ અર્જુન ગૌડાએ સાબિત કર્યું છે કે દ્રઢ નિશ્ચય અને મહેનતથી સફળતા મળે છે અને સપના સાકાર થાય છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ