Teacher Aptitude Test Result 2023 : ટાટ પરીક્ષાનું પરિણામ એટલે કે ટીચર એપ્ટીટ્યૂડ ટેસ્ટનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. ટાટની પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારોનું ગુજરાત રાજ્ય બોર્ડની પ્રાથમિક શાળામાં શિક્ષક બનવાનું સપનું પૂર્ણ થશે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડે ગત 25 જૂનના રોજ ટાટની પરીક્ષાનું આયોજન કર્યુ હતુ, જેમાં 1.60 લાખથી વધારે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
ટાટ પરીક્ષાનું પરિણામ ક્યાં ચેક કર્યું (TAT Exam Result)
ગુજરાત રાજ્ય પરીક્ષ બોર્ડ દ્વારા જૂનમાં લેવાયેલી ટાટ પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર કર્યુ છે. ટાટની એક્ઝામનું પરિણામ ઉમેદવારો http://sebexam.org પર જોઇ શકશે. ઉમેદવાર ટાટનું પરિણામ એપ્લિકેશન કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરીને ડાઉનલોડ કરી શકે છે.
ટાટ પરીક્ષાનું પરિણામ કેવી રીતે ચેક કરવું (TAT Exam Result)
ટાટની પરીક્ષાનું પરિણામ ઉમદેવાર ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઇટ http://sebexam.org પર જોઇ શકશે. ઉમેદવારે નીચે જણાવેલા સ્પેટ અનુસરી ટાટનું રિઝલ્ટ ચેક કરી શકે છે…
- સૌથી પહેલા વેબસાઇટ http://sebexam.org ઓપન કરો
- વેબસાઇટના પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “રિઝલ્ટ” ટેબ પર ક્લિક કરો.
- હવે તમારો રોલ નંબર / સીટ નંબર / કન્ફર્મેશન નંબર / જન્મતારીખ દાખલ કરી, અહીંયા તમારું TAT EXAMનું પરિણામ જોઈ શકશો.
- ઉમેદવાર અહીંયાથી ટાટ પરીક્ષાનું પરિણામ ડેસ્કટોપ પર સેવ તેમજ પ્રિન્ટ કરાવી શકશે.
ટાટ પરીક્ષાની પદ્ધતિ બદલાઇ, બે તબક્કામાં TAT EXAM લેવાઇ
અત્રે ઉલ્લેખનિય છે કે, આ વખતે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટની એક્ઝામ નવી પદ્ધતિ અનુસાર લેવામાં આવી છે. અગાઉ ટાટ એક્ઝામ એક જ તબક્કામાં લેવાતી હતી. જો નવી પરીક્ષા પદ્ધતિ અનુસાર ટાટની પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવી છે. જેમાં TATની પ્રથમ પરીક્ષા એટલે કે પ્રીલીમ એક્ઝામ પાસ કરનાર ઉમેદવાર જ મેઇન એક્ઝામમાં બેસવાને લાયક બન્યા હતા. ટાટની મેઇન્સ એક્ઝામ વર્ણનાત્મક હતી.