Teachers Jobs: ગુજરાતમાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી ચાલી રહી છે ત્યારે નવસારી અને સુરત જિલ્લાની શાળામાં પણ શિક્ષણ સહાયકની ભરતી ચાલી રહી છે. હળપતિ સેવા સંઘ બારલોડિલ દ્વારા શિક્ષક સહાયકની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. હળપતિ સેવા સંઘ દ્વારા નવસારી જિલ્લાની ઉત્તર બુનિયાદી આશ્રમશાળા અડદામાં અને સુરત જિલ્લાની ક્રમિક આશ્રમશાળા અમલસારીમાં શિક્ષણ સહાયકની ભરતી બહાર પાડી છે.
લાયક ઉમેદવારોએ પ્રમાણિત કરેલા ફોટોગ્રાફ ચોંટાડેલી, પુરેપુરા સરનામા અને સંપર્ક નંબર સાથે બધા જ સેમેસ્ટર કે વર્ષ પ્રમાણેના પ્રમાણિત કરેલા પ્રમાણપત્રોની નકલ સહિતની અરજી જાહેરાત પ્રકાશિત થયાના દસ દિવસમાં મોકલવાની રહેશે. સમાચાર પત્રમાં ભરતની અંગેની જાહેરાત બીજી ઓક્ટોબર 2022ના રોજ પ્રકાશિત કરવામાં આવી છે. આમ અરજી મોકલવાની છેલ્લી તારીખ 12 ઓક્ટોબર 2022 ગણાય.
સંસ્થાનું નામ હળપતિ સેવા સંઘ બારલોડિલ પોસ્ટનું નામ શિક્ષક સહાયક નોકરીનું સ્થળ સુરત અને નવસારી અરજી મોકલવાની છેલ્લી તારીખ 12 ઓક્ટોબર 2022 વયમર્યાદા જાહેરાતમાં ઉલ્લેખ નથી અરજી કરવાનો મોડ ઓફલાઈન અરજી મોકલવાનું સરનામું પ્રમુખ, હળપતિ સેવા સંઘ, કામદાર ઘર, સ્ટેશન રોડ, બારડોલી, જી. સુરત – પિન.નં –394601
શિક્ષણ સહાયકની ભરતી અંગેની મહત્વની માહિતી
સંસ્થાનું નામ ઉ.બુ.આશ્રમશાળા અડદા તા.જિ. નવસારી (માધ્યમિક વિભાગ) તથા ક્રમિક આશ્રમશાળા અમલસાડી તા. પલસાણા જી. સુરત (માધ્યમિક વિભાગ)
પોસ્ટનું નામ શિક્ષણ સહાયકઅરજી મોડ ઑફલાઇન
પોસ્ટનું નામ
શિક્ષણ સહાયક
આશ્રમશાળાનું નામ
ઉ.બુ.આ.શાળા અડદા તા.જિ. નવસારી
ક્રમિક શાળા, અમલસાડી તા.પલસાણા જિ.સુરત
શૈક્ષણિક લાયકાત
ઉ.બુ.આ.શાળા અડદા તા.જિ. નવસારી
લાયકાત : TAT-1 પાસ (માધ્યમિક વિભાગ)
વિષય : હિન્દી / ગુજરાતી
જાતિ : બિન અનામત (મહિલા)
ક્રમિક શાળા , અમલસાડી તા.પલસાણા જિ.સુરત
લાયકાત : બી.એસ.સી.,બી.એડ. TAT-1 પાસ (માધ્યમિક વિભાગ)
વિષય : ગણિત-વિજ્ઞાન
જાતિ : સા.શૈ.પ.વર્ગ
ઉંમર મર્યાદા
જાહેરાતમાં ઉલ્લેખિત નથી.
અરજી ફી
અરજી કરવા માટે ઉમેદવારોએ કોઈ અરજી ફી આપવાની રહેશે નહીં.
મહત્વની વિગત
- મ.કમિશનર, આદિજાતિ વિકાસ, નવસારી તથા સુરત ના… (1) પર્સાક જા.નં. મ.ક.આ.વિ./ઉ.બુ.આ.શા./એન.ઓ.સી./2022/5884 તા. 6-9-2022 મુજબ ઉ.બુ.આશ્રમશાળા અડદા તા.જિ. નવસારી
- પત્રાંક જા.નં. મ.ક./આ.વિ./એન.ઓ.સી. 2022/2837થી 2842 તા. 26-5-2022 મુજબ ક્રમિક આ.શાળા અમલસાડી તા. પલસાણા જિ. સુરત (2) જાહેરાતમાં દર્શાવ્યા મુજબના મુખ્ય અને ગૌણ વિષય ન ધરાવનાર ઉમેદવારની અરજી રદ થવા પાત્રર હેશે.
- કોમ્પ્યુટરનું જ્ઞાન જરૂરી છે.
- દરેક આશ્રમશાળા મુજબ અલગ અલગ અરજી રજીસ્ટર એ.ડી.થી કરવાની રહેશે, અને ક્યા વિષય અને કઈ આશ્રમશાળા માટે અરજી કરો છો તે કવર ઉપર અને અરજીમાં સાષ્ટ્ર મોટા અક્ષરે લખવાનું રહેશે.
- સમય મર્યાદા બાદ મળેલી અને અધુરી વિગતની અરજી તથા સાદી ટપાલથી મળેલી અરજી આવશે નહીં.
- ગુણ ચકાસણી સમયે ફરજીયાત ઉમેદવારે પોતે જ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.
- સરકારના ધારાધોરણ મુજબ વખતોવખતના ફેરફારો મુજબ સંર્તાકારક સેવાઓ નહીં જણાય તો પાંચ વર્ષ પહેલાં પણ સહાયક સેવાઓ સમાપ્ત કરી શકાશે.
- પસંદગી પામનાર કર્મચારીએ સ્થળ ઉપર નિવાસ કરી શાળા-છાત્રાલય પ્રવૃત્તિ ફરજીયાત કરવાની રહેશે.
- પસંદગી પામનાર શિક્ષણ સહાયકને સરકારના વખતોવખતના ધારાધોરણ મુજબ ફીક્સ વેતન માધ્યમિક વિભાગ માટે રૂ.25,000/- મળવાપાત્ર રહેશે.
- પસંદગી પામનાર ઉમેદવારે સરકાર તથા સંસ્થાના નીતિ નિયમોનું ફરજીયાત પાલન કરવાનું રહેશે.
- કમિશનર, આદિજાતી વિકાસના પરિપત્ર આવિ આશા ફા.નં.2330/2-19-20થી 2060 તા. 3011-19 અન્વયે પસંદગી પામનાર ઉમેદવારને વિના મૂલ્યે નિવાસની સગવડ આપવામાં આવે છે.
- પસંદ થયેલ ઉમેદવારે શિક્ષણ વિભાગના તા. 22-3-2017ના ઠરાવ અનુસાર ત્રણ લાખ રૂપિયાનો બોન્ડ લખી આપવાનો રહેશે
- ઉપરોક્ત વિષય ધરાવતા ઉમેદવારોને પોતાના તમામ લાયકાત અંગેના પ્રમાણપત્રો અને ગુણપત્રોની પ્રમાણિત નકલ અને પાસપોર્ટ સાઈજ ફોટોગ્રાફ સાથે અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન-૧૦માં રજીસ્ટર એ.ડી.થી નીરોના સરનામે મોકલવાનું રહેશે.

અરજી મોકલવાનું સરનામું :
પ્રમુખ, હળપતિ સેવા સંઘ, કામદાર ઘર, સ્ટેશન રોડ, બારડોલી, જી. સુરત – પિન.નં –394601આશ્રમશાળા શિક્ષણ સહાયક ભરતી 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
અરજી કરવાની છેલ્લી તારીખ
જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. પ્રસિદ્ધ (જાહેરાત પ્રકાશિત થવાની તારીખ 02/10/2022 )





