Success Story: દરેક વ્યક્તિના જીવનમાં એક એવો સમય આવે છે જે મુશ્કેલીઓથી ભરેલો હોય છે, પરંતુ તે વ્યક્તિએ તે સમય સામે કેવી રીતે લડવું અને તેમાંથી કેવી રીતે બહાર નીકળવું તે જાણવું જોઈએ. આજે આપણે એક એવી મહિલાની કહાની વિશે જાણવા જઈ રહ્યા છીએ જેણે પોતાના મુશ્કેલ સમયમાં પણ હાર ન માની અને 42 વર્ષની ઉંમરે પોતાનો વ્યવસાય શરૂ કર્યો. આ સ્ત્રીનું નામ કોકિલા છે.
કોકિલાએ પોતાનો રમકડાનો વ્યવસાય શરૂ કર્યો અને આજે તે આ બિઝનેસમાંથી દર મહિને 30 લાખ રૂપિયા સુધીની કમાણી કરી રહી છે. કોકીલા માટે આ બધું કરવું સહેલું નહોતું. તો ચાલો કોકીલાની સફળતાની વાર્તા વિશે જાણીએ.
પતિને હતું કેન્સર
કોકિલા પાસે ગણિતમાં બીએસસીની ડિગ્રી છે. અગાઉ કોકિલા ટેલિકોમ્યુનિકેશન વિભાગમાં જુનિયર ટેલિકોમ ઓફિસર તરીકે સરકારી નોકરીમાં હતા. પાછળથી તેમને તેમના પતિના કેન્સર વિશે ખબર પડી. તેમના પતિ ઘણા વર્ષોથી કેન્સરની સારવાર લઈ રહ્યા હતા, ત્યારબાદ તેમનું અવસાન થયું. કોકિલાએ પોતાના પતિનું અવસાન થયું ત્યારે તે 42 વર્ષની હતી.
આ પણ વાંચો: બે બાળકોની માતાએ આવી રીતે PSC માં મેળવી સફળતા, પ્રથમ ટ્રાયમાં જ બની ગઈ આસિસ્ટન્ટ પ્રોફેસર
આખા પરિવારની જવાબદારી
પતિના મૃત્યુ પછી ઘરની બધી જવાબદારી કોકિલા પર આવી ગઈ હતી. પતિની સારવારને કારણે કોકિલ પાસે પૈસા પણ નહોતા. કોકિલાને ત્રણ બાળકો હતા, જેમની સંપૂર્ણપણે જવાબદાર તેમના પર હતી. કોકિલા તેના પગારથી સંતુષ્ટ નહોતી. આવામાં તેઓએ વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું.
લાકડાના રમકડા બનાવવાનો ધંધો શરૂ કર્યો
કોકિલા લાકડાના બોક્સ પૂરા પાડતા હતા. બાદમાં તેઓએ લાકડાના રમકડાં બનાવવાનું અને વેચવાનું શરૂ કર્યું. આ માટે તેમના દીકરાએ તેમને ખૂબ ટેકો આપ્યો. આજે કોકિલાના સાહસને ‘વુડબી ટોય્ઝ’ કહેવામાં આવે છે, જે 110 પ્રકારના રમકડાં બનાવે છે. લોકોને કોકિલાના લાકડાના રમકડાં ગમવા લાગ્યા અને કોકિલાનો વ્યવસાય ઝડપથી વધવા લાગ્યો.





