Today history 11 August: આજે 11 ઓગસ્ટ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના સૌથી નાની ઉંમરે હસતા ચહેરે ફ્રાંસી પર લટકનાર મહાન ક્રાંતિકારી ખુદીરામ બોઝનો શહીદ દિવસ છે.જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
11 ઓગસ્ટની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1863 – કંબોડિયા ફ્રાન્સનો સંરક્ષિત દેશ બન્યો.
- 1908 – ક્રાંતિકારી ખુદીરામ બોઝને ફાંસી આપવામાં આવી.
- 1914 – ફ્રાન્સે ઑસ્ટ્રિયા અને હંગેરી પર આક્રમણની ઘોષણા કરી.
- 1914 – પોલેન્ડમાંથી યહૂદીઓને હાંકી કાઢવામાં આવ્યા.
- 1948 – લંડનમાં સમર ઓલિમ્પિક્સની શરૂઆત થઈ.
- 1984 – તત્કાલિન સોવિયેત રશિયાએ ભૂગર્ભ પરમાણુ પરીક્ષણ કર્યું.
- 1985 – રોનાલ્ડ રીગન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા.
- 1999 – યુરોપ અને એશિયામાં સદીનું છેલ્લું સૂર્યગ્રહણ.
- 2000 – ફિજીના બળવાખોર નેતા જ્યોર્જ સ્પેટ સામે રાજદ્રોહનો કેસ ચલાવવાનો નિર્ણય.
- 2001 – ઉત્તરી આયર્લૅન્ડની એસેમ્બલીનું વિસર્જન કરવામાં આવ્યું, આઇરિશ બળવાખોરોને નિઃશસ્ત્ર થવા માટે બે અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો.
- 2004 – ચીની કોમ્પ્યુટર ઉદ્યોગના પિતા ચેન ચુનસીઆનનું 70 વર્ષની વયે અવસાન થયું. ભારત અને પાકિસ્તાન વોન્ટેડ ગુનેગારોની યાદીની આપ-લે કરે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આતંકવાદ અને ડ્રગ્સની હેરાફેરી સહિત આઠ મુદ્દાઓ પર વાતચીત ઈસ્લામાબાદમાં પૂર્ણ થઈ. સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ ઉર્જા એજન્સીએ ઈરાનને પાકિસ્તાનની પરમાણુ સહાયની પુષ્ટિ કરી છે.
- 2006 – પાકિસ્તાને ત્રીજી Agosta 90B ક્લાસ સબમરીન લોન્ચ કરી.
- 2007 – મોહમ્મદ હામિદ અંસારી ભારતના 13મા ઉપરાષ્ટ્રપતિ બન્યા.
આ પણ વાંચો | 10 ઓગસ્ટનો ઇતિહાસ : વિશ્વ સિંહ દિવસ, વર્લ્ડ બાયોફ્યુઅલ ડે
ખુદીરામ બોઝ શહીદ દિવસ (Khudiram bose Martyr Day)
ભારતના મહાન ક્રાંતિકારી ખુદીરામ બોસનો આજે શહીદ દિવસ છે. ખુદીરામ બોઝ ભારતના સૌથી નાની ઉંમરના ક્રાતિકારી છે જેમને ફ્રાંસ આપવામાં આવી હતી. તેમને માત્ર 18 વર્ષની ઉંમરે અંગ્રેજોએ વર્ષ 1908માં 11 ઓગસ્ટના રોજ બિહારના મુઝફ્ફરપુરમાં ફાંસી આપી હતી.
ખુદીરામનો જન્મ 3 ડિસેમ્બર 1889ના રોજ પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લાના બહુવૈ ગામમાં કાયસ્થ પરિવારમાં બાબુ ત્રૈલોક્યનાથ બોઝને ત્યાં થયો હતો. તેમની માતાનું નામ લક્ષ્મીપ્રિયા દેવી હતું. બાળક ખુદીરામમાં દેશને આઝાદ કરાવવાનો એટલો જુસ્સો હતો કે તેમણે નવમા ધોરણ પછી જ અભ્યાસ છોડી દીધો અને સ્વદેશી ચળવળમાં ઝંપલાવ્યું. વિદ્યાર્થી જીવનથી જ તેના મનમાં આટલો જુસ્સો ધરાવતા આ યુવકે, ભારતીય પર રાજ કરી રહેલા બ્રિટિશ સામ્રાજ્યને ઉખેડી ફેંકવાના સંકલ્પમાં અદભૂત ધીરજ બતાવીને, પહેલો બોમ્બ ફેંક્યો અને માત્ર 19માં ભગવદ્ ગીતા હાથમાં લઈને હસતાં-હસતાં ફાંસી પર ચઢીને ભારતની આઝાદીના ઇતિહાસમાં અમર થઇ ગયા.
આ પણ વાંચો | 9 ઓગસ્ટનો ઇતિહાસ : નાગાસાકી દિવસ, વિશ્વ આદિવાસી દિવસ
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- ચંદ્ર શેખર બેલાના (1961) – ભારતના આંધ્ર પ્રદેશ રાજ્યના રાજકારણી.
- આર્ચી વિલ્સ (1892) – વેસ્ટ ઈન્ડિયન ક્રિકેટર.
- ડી. સુબ્બારાવ (1949) – ભારતીય રિઝર્વ બેંકના 20મા ગવર્નર.
- યશપાલ શર્મા (1954) – પ્રખ્યાત ભારતીય ક્રિકેટર, જે 1983માં પ્રથમ વખત ‘ક્રિકેટ વર્લ્ડ કપ’ જીતનાર ભારતીય ટીમના સભ્ય હતા.
- એમ.વી. નરસિમ્હા રાવ (1954) – ભારતીય ક્રિકેટર.
- અંજુ જૈન (1974) – ભારતીય ક્રિકેટર.
- જ્હોન અબ્રાહમ (1937) – ટૂંકી વાર્તાકાર, મલયાલમ ભારતીય ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક અને પટકથા લેખક હતા.
- લાલમણિ મિશ્રા (1924) – ભારતીય સંગીત જગતના એક એવા વ્યક્તિ હતા, જેઓ તેમની કલા માટે પણ જાણીતા હતા.
આ પણ વાંચો | 8 ઓગસ્ટનો ઇતિહાસ : ગાંધીજી દ્વારા ભારત છોડો આંદોલનનું આહ્વાન
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- રાહત ઈન્દોરી (2020) – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત ઉર્દૂ કવિ અને ગીતકાર હતા.
- વિ.એસ. નાયપોલ (2018) – ભારતીય મૂળના પ્રખ્યાત અંગ્રેજી લેખક હતા.
- પી. જયરાજ (2000) – અભિનેતા.
- નંદદુલારે વાજપેયી (1967) – પ્રખ્યાત હિન્દી પત્રકાર, વિવેચક, સાહિત્યકાર, વિવેચક અને સંપાદક હતા.
- ખુદીરામ બોઝ (1908) – ભારતીય સ્વતંત્રતા સેનાની.
આ પણ વાંચો | 7 ઓગસ્ટનો ઇતિહાસ : નેશનલ હેન્ડલૂમ દિવસ, જ્વેલિન થ્રો ડે – નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યો