આજનો ઇતિહાસ 11 જૂન : ક્રાંતિકારી રામ પ્રસાદ બિસ્મિલની જન્મતિથિ, અલ્હાબાદ હાઇકોર્ટનો સ્થાપના દિવસ

Today history 11 june : આજે 11 જૂન 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતની મહાન કાંતિકારી પંડિત રામ પ્રસાદ 'બિસ્મિલ'ની જન્મ જયંતિ છે. આજે અલ્હાબાદ હાઈકોર્ટનો સ્થાપના દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
June 11, 2023 07:35 IST
આજનો ઇતિહાસ 11 જૂન : ક્રાંતિકારી રામ પ્રસાદ બિસ્મિલની જન્મતિથિ, અલ્હાબાદ હાઇકોર્ટનો સ્થાપના દિવસ
ભારતના શહીદ ક્રાંતિકારી પંડિત રામ પ્રસાદ બિસ્મિલ.

Today history 11 june : આજે 11 જૂન 2023 (11 june) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતની મહાન કાંતિકારી પંડિત રામ પ્રસાદ ‘બિસ્મિલ’ની જન્મ જયંતિ છે. કાકોરી કાંડના આરોપમાં તેમને 19 ડિસેમ્બર, 1927ના રોજ ગોરખપુરની જેલમાં ફાંસી આપવામાં આવી હતી.વર્ષ 1866માં આજના દિવસે જ અલ્હાબાદ હાઈકોર્ટની સ્થાપના થઈ હતી. ભારતના પૂર્વ રેલ મંત્રી અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવનો જન્મદિવસ છે.જાણો ઇતિહાસની તવારીખમાં (11 june history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

11 જૂનની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1866 – અલ્હાબાદ હાઈકોર્ટની સ્થાપના થઈ. તે પહેલા આગ્રા હાઈકોર્ટના નામે ઓળખાતી હતી.
  • 1901 – ન્યુઝિલેન્ડે કુક દ્વીપ પર કબજો કર્યો.
  • 1940 – ઇટલીના જીનેવા તોરન પર બ્રિટને બોંબમારો કર્યો.
  • 1964 – ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની ઈચ્છા અનુસાર તેમની અસ્થિરનું સમગ્ર દેશભરમાં વિસર્જન કરાયું.
  • 2003 – કુર્નિકોવાને મહિલા ટેનિસની સૌથી સુંદર ખેલાડી જાહેર કરવામાં આવી.
  • 2006 – નેપાળની સંસદે સામાન્ય અભિપ્રાય દ્વારા રાજાના વીટો અધિકારને નાબૂદ કર્યો.
  • 2007 – ફિજીના હાંકી કાઢવામાં આવેલા વડાપ્રધાન લાડસેનિયા કારસેને રાજધાની સુવામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી.
  • 2008 – બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી માયાવતીએ જમુના નિષાદની જગ્યાએ ધર્મરાજ નિષાદને મંત્રીમંડળમાં સામેલ કર્યા. ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં બંધ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના વાઝેદને મુક્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ 10 જૂનનો ઇતિહાસ : વિશ્વ નેત્રદાન દિવસ; વિશ્વ ભૂગર્ભ જળ દિવસ – દુનિયામાં ભૂગર્ભ જળ સતત ઘટી રહ્યું છે

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • રામ પ્રસાદ બિસ્મિલ (1897) – ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની.
  • માનસી જોશી (1989) – ભારતીય પેરા-બેડમિન્ટન ખેલાડી.
  • લાલુ પ્રસાદ યાદવ (1948) – ભારતીય રાજકારણી અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી
  • શાહબુદ્દીન યાકુબ કુરેશી (1947) – ભારતના ભૂતપૂર્વ 17મા મુખ્ય ચૂંટણી કમિશનર હતા.
  • પોલ રત્નાસ્વામી (1942) – એક ભારતીય ઉત્પ્રેરક વૈજ્ઞાનિક હતા.
  • કે.એસ. હેગડે (1909) – ભારતીય ન્યાયશાસ્ત્રી, રાજકારણી અને લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર
  • લાલડેંગા (1927) – મિઝો રાષ્ટ્રવાદી હતા, જે મિઝોરમના મુખ્યમંત્રી હતા.

આ પણ વાંચોઃ 9 જૂનનો ઇતિહાસ : બિરસા મુંડા શહીદ દિવસ, ઇન્ટરનેશનલ આર્કાઇવ ડે

પંડિત રામ પ્રસાદ બિસ્મિલ

આજે ભારતની સ્વતંત્રતાના મહાન કાંતિકારી પંડિત રામ પ્રસાદ ‘બિસ્મિલ’ની જન્મ જયંતિ છે. તેમનો જન્મ વર્ષ 1897માં 11 જૂનના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરના શાહજહાંપુરમાં થયો હતો. તેમના પિતાનું નામ પંડિત મુરલીધર અને માતા મૂલમતી હતા. તેઓ ભારતના સ્વતંત્રતા સેનાની, કવિ અને ઘણી બધી ભાષાના અનુવાદક હતા.

વર્ષ 1916માં 19 વર્ષની વયે તેમણે ક્રાંતિકારી માર્ગ પર પગ મૂક્યો હતો. 11 વર્ષના ક્રાંતિકારી જીવનમાં તેમણે ઘણા પુસ્તકો લખ્યા અને પોતે જ પ્રકાશિત કર્યા. તે પુસ્તકો વેચીને જે પૈસા મળ્યા તેનાથી તેણે શસ્ત્રો ખરીદ્યા અને તે શસ્ત્રોનો ઉપયોગ બ્રિટિશ રાજનો વિરોધ કરવા માટે કર્યો. તેમના જીવનકાળ દરમિયાન અગિયાર પુસ્તકો પ્રકાશિત થયા હતા, જેમાંથી મોટા ભાગના સરકારે જપ્ત કર્યા હતા.

તેમના દ્વારા લખાયેલા ‘સરફરોશી કી તમન્ના’ જેવા અમર ગીતોએ દરેક ભારતીયના હૃદયમાં સ્થાન બનાવ્યું અને ભારતની આઝાદી માટેની લગને દિલમાં જેવી જ્વાળા પ્રગટાવી ક બ્રિટિશ શાસનની ઇમારતને લક્ષગૃહમાં ફેરવી દીધી. રામપ્રસાદ બિસ્મિલે જ કાકોરી ઘટનાને અંજામ આપ્યો જેણે બ્રિટિશ સામ્રાજ્યને હચમચાવી દીધું હતુ.

કાકોરી કાંડના આરોપમાં તેમની વિરદ્ધ ખટલો ચલાવવામાં આવ્યો અને બ્રિટિશ અદાલતે તેમને ફાંસની સજા સંભળાવી. 16 ડિસેમ્બર, 1927ના રોજ, બિસ્મિલે તેમની આત્મકથાનો છેલ્લો પ્રકરણ (છેલ્લી વખતની વાતચીત) પૂર્ણ કર્યો અને તેમને જેલમાંથી બહાર મોકલી દીધા. 18 ડિસેમ્બર, 1927ના રોજ તેઓ તેમના માતા-પિતાને છેલ્લી વખત મળ્યા હતા અને સોમવારે, 19 ડિસેમ્બર, 1927ના રોજ સવારે 6.30 વાગ્યે ગોરખપુર જિલ્લા જેલમાં તેમને ફાંસી આપવામાં આવી હતી. બિસ્મિલના બલિદાનના સમાચાર સાંભળીને મોટી સંખ્યામાં લોકો જેલના દરવાજા પર એકઠા થઈ ગયા. જેલનો મુખ્ય દરવાજો બંધ રાખવામાં આવ્યો હતો અને ફાંસીની સામેની દિવાલ તોડીને બિસ્મિલનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. દોઢ લાખ લોકોએ આ મહાન ક્રાંતિકારીની અંતિમ યાત્રામાં જોડાયા અને રાપ્તી નદીના કિનારે રાજઘાટ ખાતે તેમનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ 8 જૂનનો ઇતિહાસ : વિશ્વ મહાસાગર દિવસ; વર્લ્ડ બ્રેન ટ્યુમર ડે – મગજની ગાંઠની બીમારી બની રહી છે ઘાતક

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • સિદ્ધલિંગૈયા (2021) – એક ભારતીય કવિ, નાટ્યકાર અને દલિત કાર્યકર હતા જેમણે કન્નડ ભાષામાં લખ્યું હતું.
  • મિહિર સેન (2021) – ભારતના પ્રખ્યાત લાંબા અંતરના તરવૈયા હતા.
  • વાસુદેવ વામન શાસ્ત્રી ખરે (1924) – જાણીતા ઈતિહાસકાર કવિ, નાટ્યકાર અને મરાઠી ભાષાના જીવનચરિત્રકાર
  • ઘનશ્યામદાસ બિરલા (1983) – ભારતના ઉદ્યોગપતિ, સ્વાતંત્ર્ય સેનાની અને બિરલા પરિવારના પ્રભાવશાળી સભ્ય.
  • લીલા નાગ (1970)- એક પ્રખ્યાત બંગાળી પત્રકાર અને મહિલા ક્રાંતિકારી હતી.

આ પણ વાંચોઃ 7 જૂનનો ઇતિહાસ : વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ – ભોજનનો બગાડ અટકાવો, દુનિયામાં ઘણા લોકો ભૂખમરાથી પીડિત છે

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ