આજનો ઇતિહાસ 13 જુલાઇ: આંતરરાષ્ટ્રીય ખડક દિવસ, કાશ્મીર શહીદ દિવસ જેને ભારત ભૂલી જવા ઇચ્છે છે

Today history 13 july: આજે 13 જુલાઇ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આંતરરાષ્ટ્રીય ખડક દિવસ છે. ઉપરાંત આજે કાશ્મીર શહીદ દિવસ પણ છે, જે વર્ષ 2019 સુધી ઉજવાતો હતો. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
Updated : July 13, 2023 10:09 IST
આજનો ઇતિહાસ 13 જુલાઇ: આંતરરાષ્ટ્રીય ખડક દિવસ, કાશ્મીર શહીદ દિવસ જેને ભારત ભૂલી જવા ઇચ્છે છે
આંતરરાષ્ટ્રીય ખડક દિવસ દર વર્ષે 13 જુલાઇના રોજ ઉજવાય છે

Today history 13 july: આજે 13 જુલાઇ 2023 (13 july) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આંતરરાષ્ટ્રીય ખડક દિવસ છે. ઉપરાંત આજે કાશ્મીર શહીદ દિવસ પણ છે જેને ભારત હવે ભૂલી જવા ઇચ્છે છે. વર્ષ 2019 સુધી ઘાટીમાં ઉજવાતા આ દિવસને જમ્મુ-કાશ્મીરમાં વિવાદિત કલમ-370 નાબૂદ થયા બાદ સરકારે સત્તાવાર યાદીમાં જ હટાવી દીધો છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

13 જુલાઇની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1803 – રાજા રામ મોહન રોય અને એલેક્ઝાન્ડર ડફે પાંચ વિદ્યાર્થીઓ સાથે સ્કોટિશ ચર્ચ કોલેજ શરૂ કરી.
  • 1905 – કલકત્તાના સાપ્તાહિક અખબાર ‘સંજીવની’એ સૌપ્રથમ બ્રિટિશ માલસામાનનો બહિષ્કાર કરવાનું સૂચન કર્યું.
  • 1929 – ક્રાંતિકારી જતીન્દ્રનાથે તેમની ઐતિહાસિક ભૂખ હડતાલ શરૂ કરી.
  • 1977 – ભારત સરકારે ભારત રત્ન અને અન્ય નાગરિક પુરસ્કારો પાછા ખેંચવાની જાહેરાત કરી.
  • 1998 – ભારતના લિએન્ડર પેસે હોલ ઓફ ફેમ ટેનિસ ચેમ્પિયનશિપમાં તેના જીવનનો પ્રથમ ATP ટાઇટલ જીત્યું. બ્રાઝિલે C.T.B.T. અને N.P.T. પર હસ્તાક્ષર કર્યા.
  • 2000 – ફિજીમાં મહેન્દ્ર ચૌધરી સહિત 18 બંધકોને મુક્ત કરવામાં આવ્યા.
  • 2001 – વર્ષ 2008 ઓલિમ્પિક ગેમ્સની યજમાની ચીન (બેઇજિંગ)ને સોંપવામાં આવી.
  • 2004 – રશિયન પ્રમુખ પુતિને સાઇબિરીયા અને દેશના દૂર પૂર્વીય વિસ્તારોના વિકાસ માટે ભારત સાથે મજબૂત સંબંધોની ઇચ્છા વ્યક્ત કરી.
  • 2006 – ઈરાન પરમાણુ બોમ્બ નિર્માણ સંબંધિત મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને સોંપવામાં આવ્યો.
  • 2008 – અમેરિકામાં ગ્રીન પાર્ટીએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભૂતપૂર્વ ડેમોક્રેટ સિન્થિયા મેકકિનીને તેના ઉમેદવાર બનાવ્યા.
  • 2011 – મુંબઈમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ ત્રણ બોમ્બ વિસ્ફોટ થયા, જેમાં કુલ 20 લોકોના મોત અને 130થી વધારે લોકો ઘાયલ થયા હતા.

આજનો ઇતિહાસ

આ પણ વાંચોઃ 12 જુલાઇ: આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ, નોબેલ શાંતિ પુરસ્કારથી સમ્માનિત મલાલા યુસુફઝઈનો જન્મદિન

કાશ્મીર શહીદ દિવસ – જેને ભારત હવે ભૂલી જવા ઇચ્છે છે (Kashmir martyrs day)

13 જુલાઇને કાશ્મીર શહીદ દિવસ તરીકે પણ યાદ કરવામાં આવે છે. કાશ્મીર શહીદ દિવસ કાશ્મીર માટે શહીદ થયેલા લોકોની યાદ અને સમ્માનમાં ઉજવાય આવે છે. વર્ષ 1931માં તત્કાલિન ભારત સરકાર દ્વારા આ દિવસની જાહેરાત કરવામાં આવી હતી. આ દિવસના ઇતિહાસ પર નજર કરીયે તો વર્ષ 1949 પહેલા અગાઉના રાજ્ય જમ્મુ અને કાશ્મીરમાં 13 જુલાઈને સત્તાવાર રીતે શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ દિવસને કાશ્મીરી લોકોમાં રાજકીય જાગૃતિની શરૂઆત તરીકે યાદ કરવામાં આવે છે, વર્ષ 1931માં આજના દિવસે નિરંકુશ રાજાના સૈનિકો દ્વારા 22 લોકોને મારી નાંખવામાં આવ્યા હતા. 13 જુલાઈ, 1931ના રોજ ડોગરા સૈન્યએ શ્રીનગરમાં અબ્દુલ કાદીરના કેસની સુનાવણી કરી રહેલી અદાલતની બહાર એકઠા થયેલા લોકો પર ગોળીબાર કર્યો હતો.

આ દિવસ વર્ષ 2019 સુધી ઉજવાતો હતો, જો કે ત્યારબાદની કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી વિવાદિત કલમ- 370 નાબૂદ કર્યા બાદ કાશ્મીર શહીદ દિવસને સત્તાવાર રજાઓની યાદીમાંથી હટાવી દીધો છે. જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યા પછી સરકારે લીધેલા ઘણા મહત્વપૂર્ણ નિર્ણર્ય પૈકીનો આ એક હતો.

આ પણ વાંચો- 11 જુલાઇનો ઇતિહાસ: વિશ્વ વસ્તી દિવસ – વસ્તી વિસ્ફોટ એક વૈશ્વિક સમસ્યા

આંતરરાષ્ટ્રીય ખડક દિવસ (International Rock Day)

આંતરરાષ્ટ્રીય રોક દિવસ દર વર્ષે 13 જુલાઈના રોજ ઉજવાય છે. ખાસ કરીને માનવજાત માટે અગ્નિકૃત, જળકૃત અને મેટામોર્ફિક ખડકોના મહત્વને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ખડક દિવસની ઉજવણી કરાય છે. અગ્નિકૃત, જળકૃત અને મેટામોર્ફિક ખડકો અને ખડકો અને માનવજાતનું મહત્વ વધારવા માટે, વર્ષ 1931થી સમગ્ર વિશ્વમાં દર વર્ષે 13 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય ખડક દિવસ ઉજવવાની જાહેરાત કરાઇ હતી.

આ પણ વાંચો-  10 જુલાઇનો ઇતિહાસ: ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે , રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • અસ્તાદ દેબુ (1947) – વિશ્વ વિખ્યાત ભારતીય સમકાલીન નૃત્યાંગના અને કોરિયોગ્રાફર હતા.
  • જોરામથાંગા (1944) – રાજકીય પક્ષ ‘મિઝો નેશનલ ફ્રન્ટ’ના રાજકારણી.
  • ટી. કલ્પના દેવી (1941) – આઠમી લોકસભાના સભ્ય.
  • સુનીતા જૈન (1941)- હિન્દી અને અંગ્રેજીના આધુનિક વાર્તા લેખક અને નવલકથાકાર.
  • ભીષ્મ નારાયણ સિંહ (1933) – એક ભારતીય રાજકારણી હતા, જેઓ આસામ અને મેઘાલયના રાજ્યપાલ હતા.
  • બીના રાય (1932) – હિન્દી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી હતી.

આ પણ વાંચોઃ 9 જુલાઇનો ઇતિહાસ: BSEનો સ્થાપના દિન, આર્જેન્ટીનાનો સ્વતંત્રતા દિવસ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • યશપાલ શર્મા (2021) – પ્રખ્યાત ભારતીય ક્રિકેટર, જે 1983માં પ્રથમ વખત ‘ક્રિકેટ વર્લ્ડ કપ’ જીતનાર ભારતીય ટીમના સભ્ય હતા.
  • આશાપૂર્ણા દેવી (1995) – નવલકથાકાર

આ પણ વાંચોઃ  8 જુલાઇનો ઇતિહાસ: વાસ્કો દ ગામા યુરોપથી ભારત આવવા નીકળ્યો, સૌરવ ગાંગુલીનો જન્મદિવસ, નેશનલ વીડિયો ગેમ ડે

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ