Today history આજનો ઇતિહાસ 14 સપ્ટેમ્બર : રશિયાનું લુના-2 રોકેટ ચંદ્ર પર પહોંચતા ઇતિહાસ રચાયો, હિન્દી દિવસ કેમ ઉજવાય છે?

Today history 14 September : આજે 14 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે હિન્દી દિવસ છે. રશિયાનું લુના-2 રોકેટ ચંદ્રની સપાટી પર પહોંચતા ઇતિહાસ રચાયો હતો. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
Updated : September 14, 2023 11:29 IST
Today history આજનો ઇતિહાસ 14 સપ્ટેમ્બર : રશિયાનું લુના-2 રોકેટ ચંદ્ર પર પહોંચતા ઇતિહાસ રચાયો, હિન્દી દિવસ કેમ ઉજવાય છે?
હિન્દી દિવસ. (Express Photo)

Today history 14 September : આજે 14 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે હિન્દી દિવસ તેમજ ઓપેકનો સ્થાપના દિવસ છે. વર્ષ 1959માં રશિયાનું લુના-2 રોકેટ ચંદ્રની સપાટી પર પહોંચનાર પ્રથમ અવકાશયાન બન્યુ હતુ. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે.

14 સપ્ટેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1770 – ડેનમાર્કમાં પ્રેસની સ્વતંત્રતાને માન્યતા આપવામાં આવી.
  • 1833 – વિલિયમ વેન્ટિક ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા.
  • 1901 – અમેરિકાના રાષ્ટ્રપતિ વિલિયમ મેકેન્ઝીની અમેરિકામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી.
  • 1917 – રશિયાને સત્તાવાર રીતે પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું.
  • 1959 – લુના-2 ચંદ્રની સપાટી પર ઉતર્યું. તે ચંદ્રની સપાટી પર પહોંચનાર પ્રથમ માનવસર્જિત પદાર્થ હતો. આનાથી સોવિયેત યુનિયન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે અંતરિક્ષ યુદ્ધ શરૂ થઈ.
  • 1960 – ખનિજ તેલ ઉત્પાદક દેશોએ સાથે મળીને ઓપેકની સ્થાપના કરી.
  • 1999 – કિરીબાતી, નૌરુ અને ટોંગા સંયુક્ત રાષ્ટ્રમાં જોડાયા.
  • 2000 – માઇક્રોસોફ્ટે વિન્ડોઝ M.E. લોન્ચ કર્યું.
  • 2000 – વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ યુએસ સેનેટના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરી, ઓલિમ્પિકની મશાલ સિડની પહોંચી.
  • 2003 – સેનાએ ગયાના-બિસાઉમાં રાષ્ટ્રપતિ કુમ્બા માલાની સરકારને ઉથલાવી.
  • 2003 – એસ્ટોનિયા યુરોપિયન યુનિયનમાં જોડાયું.
  • 2006 – પરમાણુ ઊર્જામાં સહકાર વધારવા માટે IBSAમાં કરાર. તિબેટના આધ્યાત્મિક નિર્વાસિત નેતા દલાઈ લામાને યુનાઈટેડ સ્ટેટ્ અમેરિકાના સર્વોચ્ચ ન્યાયાલય સમ્માનથી સમ્માનિત કરવાની ઘોષણા. વિશ્વના સૌથી વૃદ્ધ નાગરિક જયપુરના રહેવાસી 137 વર્ષીય હબીબ મિયાં હોસ્પિટલમાં દાખલ થયા હતા.
  • 2007 – જાપાને તાનેગાશીયા સ્થિત પ્રક્ષેપણ કેન્દ્રમાંથી પ્રથમ ચંદ્ર ઉપગ્રહ H-2A લોન્ચ કર્યો.
  • 2008 – એરોફ્લોટ ફ્લાઇટ 821 રશિયાના પર્મ ક્રાઇના પર્મ એરપોર્ટ પર ક્રેશ થઈ, જેમાં સવાર તમામ 88 લોકો માર્યા ગયા.

હિન્દી દિવસ (Hinid Diwas), હિન્દી દિવસ સપ્તાહ (Hinid Diwas week)

દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ ઉજવાય છે. ભારતમાં ઘણી બધી પ્રાદેશિક ભાષાઓ છે પરંતુ સૌથી વધારે બોલાતી ભાષા હિન્દી છે. ઘણી પ્રાદેશિક ભાષાઓને કારણે હિન્દીને વહીવટ માટે સત્તાવાર ભાષા ગણવામાં આવતી હતી. ભારતમાં પ્રથમ હિન્દી દિવસ સત્તાવાર રીતે 14 સપ્ટેમ્બર 1953 ના રોજ ઉજવવામાં આવ્યો હતો. સમગ્ર વિશ્વની વાત કરીએ તો, લગભગ 42.5 કરોડ લોકો હિન્દીને તેમની પ્રથમ ભાષા તરીકે બોલે છે અને લગભગ 12 કરોડ લોકો તેમની બીજી ભાષા તરીકે હિન્દી બોલે છે. દુનિયામાં મંડેરિન, સ્પેનિસ અને અંગ્રેજી બાદ હિંદી સૌથી વધુ બોલાતી ભાષા છે. એવામાં હિન્દીના મહત્વને લોકો સુધી પહોંચાડવા અને તેનો પ્રચાર- પ્રસાર કરવા માટે દર વર્ષે 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસ ઉજવાય છે. ભારત સંઘની સત્તાવાર ભાષા હિન્દી હશે અને લિપિ દેવનાગરી હશે. સંઘના અધિકૃત હેતુઓ માટે વપરાતા આંકડાઓનું સ્વરૂપ આંતરરાષ્ટ્રીય સ્વરૂપ હશે. આ નિર્ણય 14 સપ્ટેમ્બરે લેવામાં આવ્યો હતો, તેમજ આ દિવસે પ્રખ્યાત હિન્દી સાહિત્યકાર વ્યાવર રાજેન્દ્ર સિંહનો 50મો જન્મદિવસ પણ છે, તેથી આ દિવસ હિન્દી દિવસ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. હિન્દી ભાષાના પ્રચાર- પ્રસાર માટે 14 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર દરમિયાન હિન્દી સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે.

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • સાજન પ્રકાશ (1993) – ઓલિમ્પિક માટે સીધી લાયકાત હાંસલ કરનાર પ્રથમ ભારતીય તરણવીર.
  • રસુના સેદ (1910) – બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન સક્રિય મહિલા યોદ્ધા.
  • ગોપાલદાસ પરમાનંદ સિપ્પી (1914) – ફિલ્મ નિર્દેશક.
  • રાજકુમાર કોહલી (1930) – ફિલ્મ નિર્માતા.
  • તથાગત રોય (1945) – ભારતીય રાજકારણી, એન્જિનિયર અને લેખક.
  • રોબિન સિંહ (1963) – ભારતીય ક્રિકેટર.
  • ગોપી કુમાર પોદિલા (1957) – પ્રખ્યાત વિદ્વાન અને ભારતીય અમેરિકન વૈજ્ઞાનિક હતા.
  • શ્રીકાંત જિચકર (1954) – 42 યુનિવર્સિટીઓમાં શિક્ષણ મેળવનાર ભારતીય વ્યક્તિ.
  • કોમોડોર બબરુભાન યાદવ (1928) – ભારતીય નૌકાદળમાં લશ્કરી અધિકારી હતા, જેમણે ભારત-પાકિસ્તાન યુદ્ધ, 1971માં પોતાની બહાદુરી દર્શાવી હતી.
  • રામ જેઠમલાણી (1923) – ભારતના પ્રખ્યાત વકીલ અને રાજકારણી હતા.
  • મોહન થપલિયાલ (1921) – સાહિત્યકાર.
  • જ્ઞાન ચંદ્ર ઘોષ (1894) – ભારતના પ્રખ્યાત વૈજ્ઞાનિક અને સંશોધક હતા.

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • કવિ ચંદ્ર કુંવર બરતવાલ (1947) – હિન્દીના કાલિદાસ તરીકે પ્રખ્યાત કવિ.
  • રાલ્ફ રસેલ (2008) – મિર્ઝા ગાલિબના જાણીતા નિષ્ણાત અને ઉર્દૂના વિદ્વાન.
  • ચંદ્રસિંહ બિરકાલી (1992) – આધુનિક રાજસ્થાનના સૌથી પ્રખ્યાત પ્રકૃતિ પ્રેમી કવિ.
  • રામકૃષ્ણ શિંદે (1985) – હિન્દી સિનેમાના જાણીતા સંગીતકાર હતા.
  • તારાશંકર બંદ્યોપાધ્યાય (1971)- જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત બંગાળી સાહિત્યકાર.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ