Today history 16 August: આજે 16 ઓગસ્ટ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ડાયરેક્ટ એક્શન ડે છે જેને કલકત્તા કિલિંગ દિવસ પણ કહેવાય છે. ભારતની આઝાદી પહેલા વર્ષ 1946માં 16 ઓગસ્ટના રોજ મુસ્લિમ લીગે અલગ મુસ્લિમ દેશની માંગણીના સમર્થનમાં કલકત્તામાં ડાયરેક્ટ એક્શન ડેનું આહ્વાન કર્યુ હતુ, જો કે આંદોલનમાં કોમી રમખાણ ફાટી નીકળ્યા અને અંદાજે 4થી 5 હજાર લોકોના મોત થયા હતા. આજે ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પાંચમી પૃણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
16 ઓગસ્ટની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1691 – અમેરિકામાં યોર્કટાઉન, વર્જિનિયાની શોધ.
- 1777 – બેનિંગ્ટનના યુદ્ધમાં અમેરિકાએ બ્રિટનને હરાવ્યું.
- 1787 – તુર્કીએ રશિયા સામે યુદ્ધની ઘોષણા કરી.
- 1906 – દક્ષિણ અમેરિકન દેશ ચિલીમાં 8.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં 20 હજાર લોકો માર્યા ગયા.
- 1924 – નેધરલેન્ડ-તુર્કી વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર.
- 1943 – બલ્ગેરિયાના જાર બોરિસ તૃતીય એડોલ્ફ હિટલરને મળ્યા.
- 1946 – મુસ્લિમ લીગે ડાયરેક્ટ પ્રત્યક્ષ કાર્યવારી દિવસની જાહેરાત કરી, જે દરમિયાન કોલકાતામાં હિંસામાં લગભગ 5000 લોકો માર્યા ગયા અને 15000 લોકો ઘાયલ થયા.
- 1990 – ચીને લોપ નોરમાં તેનું પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું. રશિયામાં કવાયત દરમિયાન બે સુખોઈ વિમાનો વચ્ચે હવામાં અથડામણ.
- 1997 – આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા પાકિસ્તાની ગાયક નુસરત ફતેહ અલી ખાનનું અવસાન થયું.
- 2000 – રશિયાની પરમાણુ સબમરીન વેરેન્ટર્સ સમુદ્રમાં ક્રેશ થઈ.
- 2003 – લિબિયાએ લાકરવી બોમ્બ ધડાકાની જવાબદારી લીધી.
- 2004 – ઑસ્ટ્રેલિયન અને અમેરિકન ટીમે ઓલિમ્પિક નોકાયાનમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
- 2006 – સંયુક્ત રાષ્ટ્ર પરિષદે હૈતીમાં તેના અભિયાનની અવધિ 6 મહિના માટે લંબાવી.
- 2008 – જમ્મુમાં ત્રણ હિઝબુલ આતંકવાદીઓ માર્યા ગયા. કોંગોમાં તૈનાત 125 ભારતીય પોલીસ અધિકારીઓને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
- 2012 – એક્વાડોરે વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજેને રાજકીય આશ્રય આપ્યો.
આ પણ વાંચો | 15 ઓગસ્ટનો ઇતિહાસ: ભારતનો 77મો સ્વતંત્રતા દિવસ, બ્રિટિશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મેળવી
મુસ્લિમ લીગનું ડાયરેક્ટ એક્શન ડેનું આહ્વાન – કલકત્તામાં કોમી હિંસા રમખાણ ફાટી નીકળ્યા
ભારતની આઝાદીના એક વર્ષ પહેલા વર્ષ 1946માં મુસ્લિમ લીગના નેતા મુહમ્મદ અલી ઝીણાએ અલગ મુસ્લિમ દેશની માંગણી સાથે 16 ઓગસ્ચના રોજ ડાયરેક્ટ એક્શન ડે એટલે કે પ્રત્યક્ષ કાર્યવાહી દિવસનું આહ્વાન કર્યુ હતુ. આ વિરોધ પ્રદર્શન એટલું ભયંકર બન્યુ કે, બંગાળ સહિત દેશભરમાં કોમી રમખાણ ફેલાયા અને હજારો લોકોના મોત થયા હતા.
ભારતની સ્વતંત્રતાના મુદ્દા પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) અને મુસ્લિમ લીગ વચ્ચેના સંઘર્ષનો ઉકેલ શોધવા માટે બ્રિટિશ સરકાર દ્વારા કેબિનેટ મિશન ભારત મોકલવામાં આવ્યું હતું. ભારતની બંધારણ સભામાં બંને પક્ષો સૌથી મોટા હતા. મુસ્લિમ લીગની મુસ્લિમાન લોકો માટે એક અલગ દેશની માંગણી હતી જેને તેઓ પાકિસ્તાન કહે છે જ્યારે કોંગ્રેસ અખંડ ભારત ઉચ્છતુ હતું. આ મિશન સફળ થયું નહીં કારણ કે લીગ અને કોંગ્રેસ મજબૂત કેન્દ્ર સાથે અખંડ ભારતના મુદ્દા પર સહમત ન થઈ શક્યા.
મિશન નિષ્ફળ જતાં, મુસ્લિમ લીગે 16 ઑગસ્ટને ડાયરેક્ટ એક્શન ડે તરીકે જાહેર કર્યું અને કૉંગ્રેસના વલણનો વિરોધ કરવા અને અલગ દેશની મજબૂત માગણી કરવા માટે સામાન્ય હડતાળની હાકલ કરી. તે સમયે બંગાળના મુખ્યમંત્રી મુસ્લિમ લીગના હુસૈન શહીદ સુહરાવર્દી હતા. લીગે જાહેરાત કરી કે સુહરાવર્દીની અધ્યક્ષતામાં એક સામૂહિક રેલી યોજાવાની છે. રેલીમાં જોડાવા અને ઓક્ટરલોની સ્મારક ખાતે મળવા માટે વિવિધ સ્થળોએથી લોકોના સરઘસો આવશે. રેલી બપોર પછી શરૂ થઈ હતી, જોકે સવારથી જ દુકાનો જબરદસ્તીથી બંધ કરાવવા, ચાકુબાજી અને પથ્થરમારાની ઘટનાઓ બની હતી.
એવું માનવામાં આવે છે કે જ્યારે મુહમ્મદ અલી ઝીણાએ લોકોને ‘બધા કામકાજ સ્થગિત કરવા’ કહ્યું, ત્યારે તેમણે ધાર્યું ન હતું કે રમખાણો આટલા હિંસક બનશે. જો કે, આ ડાયરેક્ટ એક્શન ડેનું પરિણામ અત્યંત હિંસક નીકળ્યું અને બંને દેશોમાં હજારો લોકોના મોત થયા હતા.
લીગના નેતાઓએ રેલીમાં ભડકાઉ ભાષણો આપ્યા અને વિશાળ જનમેદની ઉશ્કેરાઇ હતી. ત્યારબાદ કલકત્તામાં મોટા પ્રમાણમાં રમખાણો થયા. પહેલા દિવસે લગભગ 4000 લોકોના મોત થયા હતા. રમખાણોમાં હત્યા, બળાત્કાર, બળજબરીથી ધર્મ પરિવર્તન અને લૂંટ જેવી ઘટનાઓ ઘટી હતી.
આ કોમી રમખાણની આગ દેશના અન્ય રાજ્યોમાં પણ ફેલાઇ ગઇ હતી. ડાયરેક્ટ એક્શન ડે દરમિયાન અને ત્યારબાદની હિંસક ઘટનાઓના કારણે તેને ગ્રેટ કલકત્તા કિલિંગ પણ કહેવામાં આવે છે. કેટલીક જગ્યાએ તોફાનો એટલા પ્રમાણમાં થયા કે જેને નરસંહાર પણ કહેવાય છે.
આ પણ વાંચો | 13 ઓગસ્ટનો ઇતિહાસ : વિશ્વ અંગ દાન દિવસ, અહિલ્યાબાઈ હોલકરની પુણ્યતિથિ
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- લક્ષ્ય સેન (2001) – ભારતના પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી.
- સુભદ્રા કુમારી ચૌહાણ (1904) – સ્વતંત્રતા સેનાની, કવિયત્રી, વાર્તાકાર.
- ટી. ગણપતિ (1918) – બીજી લોકસભાના સભ્ય.
- કોટલા વિજય ભાસ્કર રેડ્ડી (1920) – આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ 9મા મુખ્ય પ્રધાન હતા.
- રજની કોઠારી (1928) – એક પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી, લેખક, રાજકીય સિદ્ધાંતવાદી અને રાજકીય વૈજ્ઞાનિક હતા.
- સૈફ અલી ખાન (1970) – ફિલ્મ કલાકાર.
- મનીષા કોઈરાલા (1970) – ફિલ્મ અભિનેત્રી
આ પણ વાંચો | 12 ઓગસ્ટનો ઇતિહાસ : ઇન્ટનેશનલ યુથ ડે અને વિશ્વ હાથી દિવસની ઉજવણી
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- ચેતન ચૌહાણ (2020) – એક પ્રખ્યાત ભારતીય ક્રિકેટ ખેલાડી હતા.
- અટલ બિહારી વાજપેયી (2018) – ભારતના સૌથી લોકપ્રિય વડાપ્રધાન.
- ગુરદયાલ સિંહ (2016) – જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત પંજાબી લેખક હતા.
- અન્ના મણિ (2001) – ભારતીય ભૌતિક અને હવામાનશાસ્ત્રી હતા.
- નુસરત ફતેહ અલી ખાન (1997) – કવ્વાલીના મહાન ગાયક, મુસ્લિમ સૂફી ભક્તિ સંગીતની શૈલી.
- સી. અચ્યુત મેનન (1991) – ભારતીય સામ્યવાદી પક્ષના રાજકારણી અને કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.
આ પણ વાંચો | 11 ઓગસ્ટનો ઇતિહાસ : ખુદીરામ બોઝ શહીદ દિવસ, ભારતની આઝાદી માટે શહીદ થનાર સૌથી નાની ઉંમરના ક્રાંતિકારી