આજનો ઇતિહાસ 16 ડિસેમ્બર: બાંગ્લાદેશનો મુક્તિ સંગ્રામ અને 1971માં પાકિસ્તાન સામે યુદ્ધમાં ભારતની જીત, કેમ ઉજવાય છે વિજય દિવસ

Today history 16 December: આજે તારીખ 16 ડિસેમ્બર 2023 છે. બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામમાં પાકિસ્તાની સેના સામે ભારતીય સેનાની જીતની યાદીમાં દર વર્ષે આજની તારીખ ‘વિજય દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જાણો ઇતિહાસ ની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ...

Written by Ajay Saroya
December 16, 2023 04:23 IST
આજનો ઇતિહાસ 16 ડિસેમ્બર: બાંગ્લાદેશનો મુક્તિ સંગ્રામ અને 1971માં પાકિસ્તાન સામે યુદ્ધમાં ભારતની જીત, કેમ ઉજવાય છે વિજય દિવસ
Vijay Diwas: વર્ષ 1971માં 16 ડિસેમ્બરે બાંગ્લાદેશ મુક્તિ મોરચા સંગ્રામમાં પાકિસ્તાની સેના પર ભારતીય સેનાની જીત થઇ હતી અને તેની યાદીમાં દર વર્ષે ‘વિજય દિવસ’ની ઉજવણી આવે છે. (Photo - Freepik)

આજે તારીખ 16 ડિસેમ્બર, 2022 અને શુક્રવારનો દિવસ છે. હિન્દુ પંચાગ અનુસાર પોષ સુદ આઠમ તિથિ છે. કેલેન્ડર વર્ષ 2022 સમાપ્ત થવામાં હવે 15 દિવસ જ બાકી છે. 16 ડિસેમ્બરને પાકિસ્તાનની સેના સામે ભારતીય સેનાની જીતની યાદમાં ‘વિજય દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ઉપરાંત આજના દિવસે જ વર્ષ 1922માં પોલેન્ડના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ નારુટોવિઝની હત્યા કરવામાં આવી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

16 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ

  • 1631 – ઇટાલીના માઉન્ટ વેસુવિયસમાં જ્વાળામુખી ફાટવાથી છ ગામો તબાહ થયા, ચાર હજારથી વધુ લોકો માર્યા ગયા.
  • 1707 – જાપાનના માઉન્ટ ફુજીમાં છેલ્લી વખત જ્વાળામુખી ફાટ્યો.
  • 1824 – ગ્રેટ નોર્થ હોલેન્ડ કેનાલ ખોલવામાં આવી.
  • 1862 – નેપાળે બંધારણ અપનાવ્યું.
  • 1889 – કિંગ વિલિયમ અને ક્વીન મેરીએ બ્રિટિશ સંસદના અધિકારોની ઘોષણા સ્વીકારી અને શાસનમાં લોકોના અધિકારોને માન્યતા આપી.
  • 1922 – પોલેન્ડના રાષ્ટ્રપતિ, ગેબ્રિયલ નારુટોવિઝની હત્યા કરવામાં આવી હતી.
  • 1927 – ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન સર ડોન બ્રેડમેને ન્યૂ સાઉથ વેલ્સ અને સાઉથ ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાંથી પોતાની પ્રથમ સિરિઝ ક્રિકેટની શરૂઆત કરી.
  • 1929 – કલકત્તા વીજ પુરવઠા નિગમે હુગલી નદીની અંદર એક નહેર ખોદવાનું શરૂ કર્યું.
  • 1951 – હૈદરાબાદમાં સાલાર જંગ મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી.
  • 1958 – કોલંબિયાની રાજધાની બોગોટામાં એક ગોદામમાં લાગેલી ભીષણ આગમાં 82 લોકો મૃત્યુ પામ્યા.
  • 1959 – પશ્ચિમ પાકિસ્તાનના લોવારાય ઘાટીમાં ભારે હિમવર્ષાને કારણે 48 લોકોના મોત થયા.
  • 1971 – બાંગ્લાદેશનો વિજય દિવસ : ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ પર સહમતિ સધાયા બાદ બાંગ્લાદેશ પાકિસ્તાનથી અલગ થઈ ગયું અને સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું.
  • 1985 – તમિલનાડુના કલ્પક્કમ ખાતે પ્રથમ ફાસ્ટ બ્રીડર ટેસ્ટ રિએક્ટર (FBTR)ની સ્થાપના.
  • 1991 – કઝાકિસ્તાને સોવિયત સંઘથી સ્વતંત્રતાની ઘોષણા કરી.
  • 1993 – નવી દિલ્હીમાં ‘એજ્યુકેશન ફોર ઓલ’ કોન્ફરન્સ શરૂ થઈ.
  • 1994 – પલાઉ સંયુક્ત રાષ્ટ્રનું 185મું સભ્ય બન્યું.
  • 1999 – ગોલાન પહાડોના મુદ્દા પર સીરિયા-ઇઝરાયેલ મંત્રણા નિષ્ફળ.
  • 2004 – દૂરદર્શનની ફ્રી ટુ એર DTH સર્વિસ ‘ડીડી ડાયરેક્ટ+’ શરૂ કરવામાં આવી.
  • 2006 – નેપાળમાં વચગાળાના બંધારણને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું. આ અંતર્ગત રાજા જ્ઞાનેન્દ્રને દેશના વડા પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.
  • 2008 – કેન્દ્ર સરકારે કેન્દ્રીય યુનિવર્સિટીઓના શિક્ષકોના પગાર સુધારણા માટે રચાયેલી ચઢ્ઢા સમિતિની ભલામણો સ્વીકારી.
  • 2013 – ફિલિપાઈન્સની રાજધાની મનીલામાં બસ પલટી જતાં 18 લોકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા.
  • 2014 – પાકિસ્તાનના પેશાવરમાં એક શાળા પર તહરીક-એ-તાલિબાનના હુમલામાં 145 લોકો માર્યા ગયા, જેમાં મોટાભાગે શાળાના બાળકો હતા.

આ પણ વાંચો | 15 ડિસેમ્બરનો ઇતિહાસ: સરદાર વલ્લભભાઇ પટેલની પૃણ્યતિથિ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં કેટલો ખર્ચ થયો છે?

1971 ભારત – પાકિસ્તાન યુદ્ધ – વિજય દિવસ

વર્ષ 1971માં આજના દિવસે બાંગ્લાદેશ મુક્તિ મોરચા સંગ્રામમાં પાકિસ્તાની સેના પર ભારતીય સેનાની જીત થઇ હતી અને તેની યાદીમાં દર વર્ષે ‘વિજય દિવસ’ની ઉજવણી આવે છે. આજની તારીખે બાંગ્લાદેશમાં જાહેર રજા હોય છે.

વર્ષ 1971 પહેલા બાંગ્લાદેશ પાકિસ્તાનનો એક ભાગ હતો, જેને ‘પૂર્વ પાકિસ્તાન’ તરીકે ઓળખવામાં આવતો હતો. પાકિસ્તાન ભારતની પૂર્વ દીશામાં આવેલા ‘પૂર્વ પાકિસ્તાન’ના લોકો પર ભારે અત્યાચર અને શોષણ કરતુ હતું. ભારતે પાકિસ્તાની સેના દ્વારા ‘પૂર્વ પાકિસ્તાન’માં લોકો પર થતા અત્યાચારનો વિરોધ કર્યો અને પૂર્વ પાકિસ્તાનના લોકોને સમર્થન આપ્યું. તે સમયે પાકિસ્તાનના લશ્કરી અધિકારી જનરલ અયુબ ખાન સામે ‘પૂર્વ પાકિસ્તાન’માં ભારે અસંતોષ હતો.

3 ડિસેમ્બરે પાકિસ્તાને 11 ભારતીય એરફિલ્ડ પર હુમલો કર્યો હતો. જેના વળતા જવાબમાં ભારતે પાકિસ્તાનના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં હુમલો કર્યો હતો. ત્યારબાદ ભારત સરકારે ‘પૂર્વ પાકિસ્તાન’ના લોકોને બચાવવા માટે ભારતીય સેનાને પાકિસ્તાન સામે યુદ્ધ કરવાનો આદેશ આપ્યો. ભારત તરફથી આ યુદ્ધની આગેવાની ફિલ્ડ માર્શલ માણેકશા કરી રહ્યા હતા. પાકિસ્તાન સામેના આ યુદ્ધમાં ભારતના 1400થી વધુ સૈનિકો શહીદ થયા હતા. ભારતીય સૈનિકોએ પૂરી બહાદુરી સાથે આ યુદ્ધ લડ્યું અને પાકિસ્તાની સેનાને હરાવી દીધી. આ યુદ્ધ માત્ર 13 દિવસ ચાલ્યુ હતુ. આ પછી 16 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાની સેનાના વડા જનરલ એ.એ. ખાન નિયાઝીએ લગભગ 93,000 સૈનિકો સાથે ભારત સમક્ષ આત્મસમર્પણ કર્યું. આમ પાકિસ્તાની સેના સામે ભારતીય સેનાની જીતની યાદીમાં દર વર્ષે 16 ડિસેમ્બરને ‘વિજય દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે અને સમગ્ર દેશ આ યુદ્ધમાં શહીદ થયેલા મહાન સૈનિકોને શ્રદ્ધાંજલિ આપે છે.

આ પણ વાંચો | 14 ડિસેમ્બરનો ઇતિહાસ: વાનર અને માનવના ડીએનએ કેટલા મેચ થાય છે? કોને બોલીવુડના શો મેન કહેવાય છે?

16 ડિસેમ્બરે પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • 1959- આજે એચડી કુમારસ્વામીનો જન્મ થયો, જે એક રાજકારણી હતા, જે રાજકીય પક્ષ ‘જનતા દળ (સેક્યુલર) સાથે સંકળાયેલા છે.
  • 1937- હવા સિંહ, જે ભારતના શ્રેષ્ઠ બોક્સરો પૈકીના એક હતા.
  • 1901- જ્ઞાન સિંહ રાણેવાલા, એક રાજકારણી હતા.
  • 1879- દયારામ સાહની, ભારતના પ્રખ્યાત પુરાતત્વવિદ્ હતા.
  • 1854- સ્વામી શિવાનંદ, રામકૃષ્ણ મિશનના બીજા સંઘ પ્રમુખ હતા.

આ પણ વાંચો | 13 ડિસેમ્બરનો ઇતિહાસ : સંસદ પર કેટલા આંતકવાદીએ હુમલો કર્યો હતો, રાષ્ટ્રીય ઘોડા દિવસ કેમ ઉજવાય છે?

16 ડિસેમ્બરે પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • 2002- શકીલા બાનો, એક પ્રખ્યાત ભારતીય મહિલા કવ્વાલી ગાયીકા હતા.
  • 1977- રૂપ સિંહ, ભારતના પ્રખ્યાત હોકી ખેલાડીની આજે મૃત્યુ જયંતિ છે.
  • 1971- સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલ, જે પરમવીર ચક્રથી સન્માનિત સૈનિક હતા.
  • 1515 – આલ્ફોન્સો ડી આલ્બુકર્ક, ગોવાના પોર્ટુગીઝ ગવર્નરનું અવસાન થયુ હતુ.

આ પણ વાંચો | 12 ડિસેમ્બરનો ઇતિહાસ : આંતરરાષ્ટ્રીય હેલ્થ કવરેજ દિવસ; દુનિયાની સૌથી મોટી જાહેર સ્વાસ્થ્ય યોજના કઇ છે?

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ