Today history 17 August: આજે 17 ઓગસ્ટ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના મહાન ક્રાંતિકારી મદન લાલ ઢીંગરાનો શહીદ દિન છે. તેઓ ભારતની બહાર દેશની આઝાદી માટે શહીદ થનાર પહેલા ક્રાંતિકારી છે. વર્ષ 1909માં અંગ્રેજોએ લંડનમાં મદન લાલ ઢીંગરાને ફાંસી આપી હતી. આજે ઇન્ડોનેશિયાનો સ્વતંત્રતા દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
17 ઓગસ્ટની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1717 – ફ્રાન્સ, રશિયા અને પ્રશિયા વચ્ચે કરાર પર હસ્તાક્ષર થયા.
- 1743 – સ્વીડન અને રશિયા વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા.
- 1787 – હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં યહૂદીઓને જૂથોમાં પ્રાર્થના કરવાની મંજૂરી આપવામાં આવી.
- 1836 – બ્રિટનની સંસદમાં જન્મ, લગ્ન અને મૃત્યુ સંબંધિત નોંધણી સ્વીકારવામાં આવી.
- 1858 – હવાઇ દ્વીપમાં પ્રથમ બેંક ખોલવામાં આવી.
- 1909 – વાયલી અને લાલકાકાની હત્યાના ગુનામાં મદન લાલ ઢીંગરાને પેન્ટનવિલે જેલમાં મહાન ક્રાંતિકારી ફાંસી આપવામાં આવી હતી.
- 1914 – લિથુવાનિયાએ જર્મની સમક્ષ આત્મસમર્પણ કર્યું.
- 1917 – ઇટાલીએ તુર્કી સામે યુદ્ધની જાહેરાત કરી.
- 1924 – ફ્રાન્સ અને જર્મની વચ્ચે વેપાર કરાર થયો.
- 1945 – સુકર્ણો અને મોહમ્મદ હટ્ટાએ ઇન્ડોનેશિયામાં નેધરલેન્ડથી તેમની સ્વતંત્રતાની ઘોષણા કરી.
- 1947 – ભારતની આઝાદી પછી પ્રથમ બ્રિટિશ સેનાએ ભારત છોડયું
- 1959 – સોવિયેત યુનિયન અને ઇરાકે ઇરાકમાં પરમાણુ પ્લાન્ટના નિર્માણ માટે સંધિ પર હસ્તાક્ષર કર્યા.
- 1982 – જર્મનીમાં પ્રથમ સીડી (કોમ્પેક્ટ ડિસ્ક) જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવવામાં આવી.
- 1988 – પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝિયા-ઉલ-હક અને અમેરિકી રાજદૂત આર્નોલ્ડ રાફેલનું હવાઈ દુર્ઘટનામાં મૃત્યુ થયું.
- 1994 – અમેરિકા અને જાપાને વોશિંગ્ટનમાં પેટન્ટ કરાર પર હસ્તાક્ષર કર્યા.
- 1998 – રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન તેમના અનૈતિક વર્તન માટે પ્રથમ વખત ગ્રાન્ડ જ્યુરી સમક્ષ હાજર થયા.
- 2000 – ફિજીમાં પદભ્રષ્ટ વડાપ્રધાન મહેન્દ્ર ચૌધરીએ ભારતીય મૂળના લોકોના સંહારને રોકવા માટે ભારત પાસે મદદ માંગી, બ્રિટને માનવ ગર્ભના કોષોના ક્લોનિંગને મંજૂરી આપી.
- 2002 – રશિયાએ દલાઈ લામાને તેમના દેશની મુલાકાત લેવા માટે વિઝા આપવાનો ઇનકાર કર્યો.
- 2004 – ઉદારવાદી રાજકારણી લિયોનેલ ફર્નાન્ડિસે ડોમિનિકન રિપબ્લિકના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.
- 2005 – બાંગ્લાદેશ બોમ્બ વિસ્ફોટોથી હચમચી ગયું હતું. 63 જિલ્લામાં લગભગ 400 બ્લાસ્ટ થયા.
- 2007 – યુએસ પ્રમુખ જ્યોર્જ બુશની પુત્રીએ રિપબ્લિકન સાંસદ જોન હેગરના પુત્ર સાથે સગાઈ કરી.
- 2008 – ઝામુમો એ 23 મહિના જૂની મધુકોડા સરકારને ટેકો પાછો ખેંચી લીધો. અમેરિકાના મહાન તરવૈયા એક ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન આઠ ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ એથ્લેટ બન્યા.
- 2011 – લોકપાલ આંદોલનઃ જેપી પાર્કમાં અનશન ચાલુ રાખવાની લેખિત મંજૂરી મળ્યા બાદ અન્ના હજારે એ મુક્તિ બાદ પણ તિહાર જેલમાં રહીને અનશન ચાલુ રાખ્યા.
આ પણ વાંચો | 16 ઓગસ્ટનો ઇતિહાસ: 1946માં પ્રત્યક્ષ કાર્યવાહી દિવસે કલકત્તામાં નરસંહાર થયો, અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ
મદન લાલ ઢીંગરા શહીદ દિન (Madan Lal Dhingra)
ભારતના મહાન ક્રાંતિકારી મદન લાલ ઢીંગરાનો શહીદ દિન ((Madan Lal Dhingra) છે. મદન લાલ ઢીંગરાનો જન્મ 18 ફેબ્રુઆરી, 1883માં પંજાબમાં થયો હતો અને તેમનું અવસાન 17 ઓગસ્ટ, 1909માં લંડનમાં થયુ હતુ. તેઓ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાન ક્રાંતિકારી હતા. સ્વતંત્ર ભારતના નિર્માણ માટે ભારતમાતાના કેટલાય બહાદુરોએ હસતા હસતા પોતાના પ્રાણની આહુતિ આપી હતી, તે મહાન શૂરવીરોમાં ‘અમર શહીદ મદન લાલ ઢીંગરા’નું નામ સુવર્ણ અક્ષરે લખાયેલુ છે. અમર શહીદ મદન લાલ ઢીંગરા એક મહાન દેશભક્ત, નિષ્ઠાવાન ક્રાંતિકારી હતા. ભારત માતાની આઝાદી માટે તેમણે જીવનભર અનેક પ્રકારના કષ્ટો સહન કર્યા, પરંતુ તેમના માર્ગથી હટ્યા નહીં અને દેશની આઝાદી હેતુ ફાંસીના માંચડે લટકી પ્રાણ ન્યોછાવર કર્યા.
બ્રિટીશ અધિકારી કર્ઝન વાઈલીને ગોળી માર્યા બાદ મદન લાલ ઢીંગરાએ પોતાની પિસ્તોલ વડે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો; પરંતુ તે પકડાઈ ગયા. 23 જુલાઈના રોજ, લંડનની ઓલ્ડ બેઈલી કોર્ટમાં ઢીંગરા વિરુદ્ધ કેસની સુનાવણી થઈ. તેમને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી અને 17 ઓગસ્ટ 1909ના રોજ ફાંસી આપવામાં આવી હતી.
આ પણ વાંચો | 15 ઓગસ્ટનો ઇતિહાસ: ભારતનો 77મો સ્વતંત્રતા દિવસ, બ્રિટિશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મેળવી
ઈન્ડોનેશિયાનો સ્વતંત્રતા દિવસ (Indonesia Independence Day)
ઈન્ડોનેશિયાનો સ્વતંત્રતા દિવસ દર વર્ષ 17 ઓગસ્ટના રોજ ઉજવાય છે. આજના દિવસે 1945માં ઈન્ડોનેશિયાએ નેધરલેન્ડથી સ્વતંત્રતા મેળવી હતી. વાર્ષિક રજા અગાઉ ‘હરી ઉલંગ તાહુન કેમેરડેકન રિપબ્લિક ઇન્ડોનેશિયા’ના નામે ઓળખતો હતો, જેને ટૂંકમાં ‘હાટ રી’ અથવા ફક્ત ‘હરી કેમરડેકન’ તરીકે ઓળખવામાં આવે છે. 1942માં જાપાની આક્રમણ અને ત્યારપછીના કબજા સુધી ડચ લોકોએ ઇન્ડોનેશિયા પર શાસન કર્યું. આ કબજાએ ઇન્ડોનેશિયાના સ્વતંત્રતા આંદોલનને પ્રોત્સાહન આપ્યું, જેણે વર્ષોની ગુલામીમાંથી સ્વતંત્રતા માંગી. 1945માં જાપાનીઓની શરણાગતિ બાદ, ઇન્ડોનેશિયાને દેશના પ્રથમ રાષ્ટ્રપતિ સુકર્ણો દ્વારા સ્વતંત્રતાની ઘોષણા કરવામાં આવી હતી.
આ પણ વાંચો | 13 ઓગસ્ટનો ઇતિહાસ : વિશ્વ અંગ દાન દિવસ, અહિલ્યાબાઈ હોલકરની પુણ્યતિથિ
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- અનામિકા (1961) – હિન્દી ભાષાની જાણીતી કવયિત્રી છે.
- વોય. વી. રેડ્ડી (1941) – ભારતીય રિઝર્વ બેંકના 21મા ગવર્નર.
- બિમલ જાલાન (1941) – ભારતીય રિઝર્વ બેંકના વીસમા ગવર્નર.
- વી.એસ. નાયપોલ (1932) – ભારતીય મૂળના પ્રખ્યાત અંગ્રેજી લેખક હતા.
આ પણ વાંચો | 12 ઓગસ્ટનો ઇતિહાસ : ઇન્ટનેશનલ યુથ ડે અને વિશ્વ હાથી દિવસની ઉજવણી
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- પંડિત જસરાજ (2020) – ભારતીય શાસ્ત્રીય સંગીતના વિશ્વ વિખ્યાત ગાયક હતા.
- નિશિકાંત કામત (2020) – હિન્દી સિનેમાના પ્રખ્યાત નિર્દેશક અને અભિનેતા હતા.
- દશરથ માંઝી (2007) – એક એવા ભારતીય વ્યક્તિ હતા, જેમને ‘બિહારનો પર્વત માણસ’ કહેવામાં આવે છે.
- જોન માર્શલ (1958) – વર્ષ 1902 થી 1928 સુધી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના મહાનિર્દેશક હતા.
- પુલિન બિહારી દાસ (1949) – ભારત મહાન સ્વતંત્રતા પ્રેમી અને ક્રાંતિકારી હતા.
- મદન લાલ ઢીંગરા (1909) – ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાન ક્રાંતિકારી હતા.
આ પણ વાંચો | 11 ઓગસ્ટનો ઇતિહાસ : ખુદીરામ બોઝ શહીદ દિવસ, ભારતની આઝાદી માટે શહીદ થનાર સૌથી નાની ઉંમરના ક્રાંતિકારી