scorecardresearch

આજનો ઇતિહાસ : 18 ડિસેમ્બર રસાયણશાસ્ત્રના પિતા જર્મન વૈજ્ઞાનિક ઓટોહાને અણુ વિભાજનની શોધ

Today history (18 December) : આજે તારીખ 18 ડિસેમ્બર, 2022 (18 december) અને રવિવારનો દિવસ છે. હિન્દુ પંચાગ (hindu panchang tithi) અનુસાર માગસર વદ દસમ તિથિ છે. વર્ષ 1935માં જર્મન વૈજ્ઞાનિક અને રસાયણશાસ્ત્રી ઓટોહાન સ્ટેટસમેને આજના દિવસે અણુ ઉર્જાના વિભાજનનું વિશ્લેષ્ણ કર્યુ અને તેની સાથે જ પરમાણ યુગની શરૂઆત થઇ. જાણો ઇતિહાસ ની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

આજનો ઇતિહાસ : 18 ડિસેમ્બર રસાયણશાસ્ત્રના પિતા જર્મન વૈજ્ઞાનિક ઓટોહાને અણુ વિભાજનની શોધ

આજે તારીખ 18 ડિસેમ્બર, 2022 (18 december) અને રવિવારનો (sunday) દિવસ છે. હિન્દુ પંચાગ (hindu panchang tithi) અનુસાર માગસર વદ દસમ તિથિ છે. કેલેન્ડર વર્ષ 2022 સમાપ્ત થવામાં હવે માત્ર 13 દિવસ બાકી છે. વર્ષ 1935માં આજના દિવસે જર્મન વૈજ્ઞાનિક ( German chemist) અને રસાયણશાસ્ત્રી ઓટોહાન (Otto Hahn) દ્વારા અણુ ઊર્જાના વિભાજનનું વિશ્લેષણ કરવામાં આવ્યુ અને આ સાથે જ પરમાણુ યુગની શરૂઆત થઈ. તો મુસ્લિમ શાસક તૈમુરે સુલતાન નુસરત શાહને હરાવીને દિલ્હી પર કબજો કર્યો હતો. જાણો ઇતિહાસ ની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

આજના દિવસની મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ

2017 – ભારતે વર્ષ 2017ના કોમનવેલ્થ રેસલિંગ ચેમ્પિયનશિપમાં 30માંથી 29 ગોલ્ડ જીત્યા.
2015 – બ્રિટને કોલસાની ખાણની લિંગલ કોલિયરી બંધ કરી.
2014 – સૌથી ભારે રોકેટ GSLV માર્ક-III સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું.
2008 – બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું 2008માં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું.
2007 – જાપાને ઈન્ટરસેપ્ટર મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું.
2005 – કેનેડામાં ગૃહ યુદ્ધની શરૂઆત.
2002 – હેગ સ્થિત ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસે 2002માં સિપિડન અને લિગિટન ટાપુઓ પર નિયંત્રણ કરવાના મલેશિયાના અધિકારની પુષ્ટિ કરી.
1999 – શ્રીલંકાના રાષ્ટ્રપતિ ચંદ્રિકા કુમાર તુંગ પર થયેલા ઘાતક હુમલામાં 25 લોકોના મોત હતા અને 100 લોકો ઘાયલ થયા હતા.
1997 – ભારત અને અમેરિકા વચ્ચે અવકાશ સંશોધનમાં સહયોગ માટે વોશિંગ્ટન સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
1995 – પશ્ચિમ બંગાળના પુરુલિયામાં અજાણ્યા એરક્રાફ્ટે શસ્ત્રો નીચે ફેંક્યા હતા.
1989 – સચિન તેંડુલકરે તેની પ્રથમ વનડે મેચ પાકિસ્તાન સામે રમી હતી.
1988 – ઓસ્ટ્રેલિયાએ મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડને 8 વિકેટથી હરાવીને સતત ત્રીજી વખત ટાઇટલ જીત્યું હતું.
1973 – ઇસ્લામિક ડેવલપમેન્ટ બેંકની સ્થાપના.
1969 – ઇંગ્લેન્ડમાં મૃત્યુ દંડની સજા નાબૂદ કરવામાં આવી.
1966 – શનિના ઉપગ્રહ એપી મૈથિલ્સની શોધ થઈ.
1960 – ભારતની રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રીય સંગ્રહાલયનું ઉદ્ઘાટન થયું.
1956 – જાપાને સંયુક્ત રાષ્ટ્રનું સભ્યપદ સ્વીકાર્યું.
1945 – દક્ષિણ અમેરિકાનો દેશ ઉરુગ્વે 1945માં સંયુક્ત રાષ્ટ્રનો સભ્ય બન્યો.
1941 – બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જાપાની સેના હોંગકોંગ પહોંચી અને નાગરિકોનો સંહાર શરૂ કર્યો.
1938- જર્મન વૈજ્ઞાનિક અને રસાયણશાસ્ત્રી ઓટોહાન સ્ટેટસમેન દ્વારા અણુ ઊર્જાના વિભાજનનું વિશ્લેષણ કરવામાં આવ્યુ અને આ સાથે જ પરમાણુ યુગની શરૂઆત થઈ.
1935 – એડવર્ડ બેનેસ ચેકોસ્લોવાકિયાના રાષ્ટ્રપતિ બન્યા.
1917 – સોવિયેત રેજિમેન્ટે ફિનલેન્ડની સ્વતંત્રતાની ઘોષણા કરી.
1916 – પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન વેરદૂનના યુદ્ધમાં ફ્રાન્સે જર્મનીને હરાવ્યું.
1914 – બ્રિટને ઔપચારિક રીતે ઇજિપ્તને તેની વસાહત તરીકે જાહેર કરી.
1899 – ફિલ્ડ માર્શલ લોર્ડ રોબર્ટ્સને દક્ષિણ આફ્રિકામાં પ્રથમ બ્રિટિશ સુપ્રીમ કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
1878 – અલ-થાની પરિવાર કતાર પર શાસન કરનાર પ્રથમ કુટુંબ બન્યું.
1865 – અમેરિકામાં પ્રથમ પશુ આયાત કાયદો પસાર કરવામાં આવ્યો હતો.
1849 – વિલિયમ બોન્ડે ટેલિસ્કોપ દ્વારા ચંદ્રનો પ્રથમ ફોટોગ્રાફ લીધો.
1839 – અમેરિકાના જ્હોન ડ્રેપરે પ્રથમ વખત અવકાશી પદાર્થ (ચંદ્ર) ની તસવીર લીધી.
1833 – રશિયાનું રાષ્ટ્રગીત ‘ગોડ સેવ ધ ઝાર’ પહેલીવાર ગાવામાં આવ્યું.
1799 – અમેરિકાના પ્રથમ પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટનના મૃતદેહને માઉન્ટ વર્નોન ખાતે દફનાવવામાં આવ્યો.
1787 – ન્યૂ જર્સીમાં અમેરિકાના બંધારણનો સ્વીકાર કરનાર ત્રીજું રાજ્ય બન્યું.
1777 – અમેરિકામાં પ્રથમ વખત નેશનલ થેંક્સગિવીંગ ડેની ઉજવણી કરવામાં આવી.
1642 – મહાસાગર સંશોધક તાસ્માન 1ન્યુઝીલેન્ડની ધરતી પર ઉતર્યો હતો. ન્યુઝીલેન્ડના નજીકના સમુદ્રને તેમના નામ પરથી તાસ્માનિયા સમુદ્ર પણ કહેવામાં આવે છે.
1398 – તૈમુરે સુલતાન નુસરત શાહને હરાવીને દિલ્હી પર કબજો કર્યો હતો.
1271 – મોંગોલ શાસક કુબલાઈ ખાને તેના સામ્રાજ્યનું નામ યુઆન રાખ્યું, ત્યારથી જ મંગોલિયા અને ચીનમાં યુઆન રાજવંશની શરૂઆત થઇ.

ઓટો હાન - રસાયણશાસ્ત્રના પિતા

ઓટ્ટો હેન એક જર્મન રસાયણશાસ્ત્રી હતા જે રેડિયોએક્ટિવિટી અને રેડિયોકેમિસ્ટ્રીના ક્ષેત્રોમાં એક મહાન વૈજ્ઞાનિક તરીકે ઓળખાય છે હતા. તેઓ પરમાણુ રસાયણશાસ્ત્રના પિતા અને પરમાણુ વિભાજનના પિતા માનવામાં આવે છે. હેન અને લિસ મીટનરે રેડિયમ, થોરિયમ, પ્રોટેક્ટીનિયમ અને યુરેનિયમના કિરણોત્સર્ગી આઇસોટોપ્સની શોધ કરી

મહાન વ્યક્તિઓની જન્મજયંતિ

ભારતના છત્તીસગઢ રાજ્યના સંત પરંપરાના સર્વોપરી ગણાતા સંત ગુરુ ઘાસીદાસની જન્મજયંતિ, 1756માં જન્મ થયો હતો.
જોસેફ ગ્રિમાલ્ડી, જેને અંગ્રેજી ક્રાઉન તરીકે ઓળખવામાં આવે છે, તેમનો 1778માં જન્મ થયો હતો.
સોવિયેત યુનિયનને મહાસત્તામાં ફેરવનાર નેતા જોસેફ સ્ટાલિનનો વર્ષ 1878માં જન્મ થયો હતો.
ભિખારી ઠાકુર – ભોજપુરીના સક્ષમ લોક કલાકાર, ભોજપુરી કલાકાર, સંગીતકાર અને સામાજિક કાર્યકરનો જન્મ 1887માં થયો હતો.
જર્મન ચાન્સેલર બિલી બ્રાંડનો જન્મ 1913માં થયો હતો.
જેક બ્રુક્સ, એક અમેરિકન રાજકારણીનો વર્ષ 1922 માં થયો હતો.

મૃત્યુ જયંતિ

પદુમલાલ પુન્નાલાલ બક્ષી – ભારતના જાણીતા નિબંધકારનું 1971માં અવસાન થયું હતુ.
મુકુટ બિહારી લાલ ભાર્ગવ – ભારતીય રાજકારણી અને લોકસભાના સભ્યનું 1980માં અવસાન થયું હતું.
એલેક્સી કોઝિગિન – સોવિયત યુનિયનના વડા પ્રધાનનું 1980માં અવસાન થયું.
કેરાર્ડ બ્લેન – પ્રખ્યાત ફ્રેન્ચ અભિનેતા કેરાર્ડ બ્લેનનું 2000માં અવસાન થયું.

Web Title: Today history 18 december know about today history and important events

Best of Express