આજનો ઇતિહાસ 18 જૂન : ગોવા ક્રાંતિ દિવસ, ફાધર્સ ડે

Today history 18 june : આજે 18 જૂન 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ગોવા ક્રાંતિ દિવસ અને ફાધર્સ ડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
June 18, 2023 06:45 IST
આજનો ઇતિહાસ 18 જૂન : ગોવા ક્રાંતિ દિવસ, ફાધર્સ ડે
ગોવા ક્રાંતિ દિવસ.

Today history 18 june : આજે 18 જૂન 2023 (18 june) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ગોવા ક્રાંતિ દિવસ છે. વર્ષ 1946માં રામ મનોહર લોહિયાએ ગોવાના લોકોને પોર્ટુગીઝ રાજ વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે પ્રેરણા આપી હતી. આજે ફાધર્સ ડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં (18 june history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

18 જૂનની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1979 – અમેરિકાના રાષ્ટ્રપતિ જિમ્મી કાર્ટર અને સોવિયત રાષ્ટ્રપતિ બ્રેઝનેવ દ્વારા ‘સોલ્ટ-II’ કરાર પર હસ્તાક્ષર.
  • 1997 – કંબોડિયાના ખમેર રૂજના નેતા અને 20 લાખથી વધુ લોકોના હત્યારા માઓવાદી પોલ્પોટનું આત્મસમર્પણ.
  • 1999- 35 યુરોપિયન દેશો વચ્ચે લંડનમાં પીવાના પાણીના કરાર પર હસ્તાક્ષર થયા, લાતવિયામાં વિકે ફેબ્રેમાને દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા.
  • 2001 – પાકિસ્તાનના ડિફેન્સ બજેટમાં ઘટાડો, તાલિબાને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા વિરુદ્ધ લાદેનનો ફતવો રદ કર્યો.
  • 2004 – ચાડના સૈનિકોએ 69 સુદાનીઝ સૈનિકોને મારી નાખ્યા. દક્ષિણ કોરિયાએ ઓગસ્ટમાં ઈરાકમાં સૈનિકો મોકલવાનો નિર્ણય કર્યો હતો.
  • 2008 – કેન્દ્ર સરકારે ગુર્જરોને OBC ક્વોટામાં 5% અનામત આપવાની જાહેરાત કરી છે. ભારતની મુલાકાતે આવેલા સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ અને વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ વચ્ચે ત્રણ સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ફાર્મા કંપની રેનબેક્સીએ યુએસ ફાર્મા કંપની ફાઈઝર સાથેના પેટન્ટ વિવાદને સમાધાન હેઠળ સમાપ્ત કર્યો છે. વિશ્વ બજારમાં પુરવઠાની સ્થિતિ સુધારવા માટે વિયેતનામએ ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો હતો.
  • 2017- ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં પાકિસ્તાને ભારતને હરાવીને ટાઈટલ જીત્યું.

આ પણ વાંચોઃ 17 જૂનનો ઇતિહાસ : ઝાંસીના રાણી લક્ષ્મીબાઇનો શહીદદિન- “ખૂબ લડી મર્દાની, વો તો ઝાંસી વાલી રાની થી’

ગોવા ક્રાંતિ દિવસ

ગોવા ક્રાંતિ દિવસ (Goa Revolution Day) દર વર્ષે 18 જૂનના રોજ ઉજવવામાં આવે છે, કારણ કે 18 જૂન, 1946ના રોજ ડૉ. રામ મનોહર લોહિયાએ ગોવાના લોકોને પોર્ટુગીઝ રાજ વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે પ્રેરણા આપી હતી. 18મી જૂન ગોવાના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલ છે. 18 જૂન, 1946ના રોજ, ડૉ. રામ મનોહર લોહિયાએ ગોવાના લોકોને એક થવાનો અને પોર્ટુગીઝ શાસન સામે લડવાનો સંદેશ આપ્યો હતો. 18મી જૂને થયેલી આ ક્રાંતિના પ્રેરક ભાષણે સ્વાતંત્ર્ય સંગ્રામને મજબૂત બનાવ્યો અને આગળ વધાર્યો. ગોવાની મુક્તિ માટે લાંબું આંદોલન ચાલ્યું. અંતે, 19 ડિસેમ્બર, 1961ના રોજ ભારતીય સેનાએ અહીં હુમલો કર્યો અને આ વિસ્તારને પોર્ટુગીઝના કબજામાંથી મુક્ત કરાવ્યો અને ગોવાને ભારતમાં સામેલ કરી લેવામાં આવ્યો.

આ પણ વાંચોઃ 16 જૂનનો ઇતિહાસ : વિશ્વ સાપ દિવસ, જંગલોના નાશથી નાગના અસ્તિત્વ સામે જોખમ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • ગોડેતી માધવી (1992) – ભારતના આંધ્રપ્રદેશ રાજ્યના મહિલા રાજકારણી.
  • હોમી ડેડી મોતીવાલા (1958) – નૌકાયાનમાં ભારતના શ્રેષ્ઠ ખેલાડી.
  • કેએસ સુદર્શન (1931) – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પાંચમા સરસંઘચાલક.
  • દાદા ધર્માધિકારી (1899)- પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની, લેખક અને ગાંધીવાદી વિચારક.
  • અનુગ્રહ નારાયણ સિંહા (1887) – ભારતના સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષક, વકીલ, રાજકારણી અને આધુનિક બિહારના નિર્માતા.
  • ફર્નાન્ડો હેનરિક કાર્ડોસો (1931) – બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ.
  • પી. વેંકટસુબૈયા (1921) – બિહાર અને કર્ણાટકના રાજ્યપાલ હતા.
  • સી. વિજય રાઘવ ચારિયાર (1852) – રાષ્ટ્રીય નેતા હતા.
  • જંગ બહાદુર (1817) – નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન.

આ પણ વાંચોઃ 15 જૂનનો ઇતિહાસ : વિશ્વ પવન દિવસ – સ્વચ્છ ઉર્જાનો સ્ત્રોત છે હવા; અન્ના હજારેનો જન્મદિન

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • મિલ્ખા સિંહ (2021) – ભારતના પ્રખ્યાત દોડવીર, જેમને લોકો ‘ફ્લાઈંગ શીખ’ તરીકે ઓળખે છે.
  • નસીમ બાનો (2002)- હિન્દી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી
  • અલી અકબર ખાન (2009) – પ્રખ્યાત ભારતીય સંગીતકાર, શાસ્ત્રીય ગાયક અને સરોદ વાદક.
  • યુદ્ધવીર સિંહ (1993) – એક ભારતીય સ્વતંત્રતા સેનાની, જાણીતા રાજકારણી અને હોમિયોપેથીના ડૉક્ટર હતા.
  • સેઠ ગોવિંદ દાસ (1974) – સેનાની, સંસદસભ્ય અને હિન્દી લેખક હતા.
  • જ્યોર્જી ઝુકોવ (1974) – સોવિયત સંઘના રક્ષમંત્રી હતા.

આ પણ વાંચોઃ 14 જૂનનો ઇતિહાસ : વિશ્વ રક્તદાન દિવસ – ભારતમાં દર વર્ષે 12000 લોકો લોહી ઉપલબ્ધ ન થતા ગુમાવે છે જીવ

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ