Today History 18 Navember : આજે 18 નવેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ 1972માં આજની તારીખે ભારતના વાઈલ્ડલાઈફ બોર્ડે બંગાળ ટાઈગરને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી જાહેર કર્યુ હતુ. અગાઉ ભારતના ઘણા રાજ્યોમાં વાઘ જોવા મળતા હતા. જોકે બેફામ શિકાર અને આડેઘડ જંગલોના નાશથી હવે બહુ ઓછા રાજ્યમાં વાઘ બચ્યા છે. આજે વિશ્વ વયસ્ક દિવસ છે. વર્ષ 1948માં બિહારની રાજધાની પટના પાસે સ્ટીમર ‘નારાયણી’ ક્રેશ થતાં પાંચસો લોકો ડૂબી ગયા હતા. વર્ષ 2013માં અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ માવેન અવકાશયાન મંગળ પર મોકલ્યું હતુ. વર્ષ 2017માં ભારતની માનુષી છિલ્લરે મિસ વર્લ્ડ 2017નો ખિતાબ જીત્યો હતો. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
18 નવેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1727 – મહારાજા જય સિંહદ્વિતીય એ જયપુર શહેરની સ્થાપના કરી. શહેરના વાસ્તુકાર બંગાળના વિદ્યાધર ચક્રવર્તી હતા.
- 1738 – ફ્રાન્સ અને ઑસ્ટ્રિયા વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર.
- 1833 – હોલેન્ડ અને બેલ્જિયમ વચ્ચે જોનહોવેન સંધિ પર હસ્તાક્ષર.
- 1772 – પેશવા માધવરાવ પ્રથમના નાના ભાઈ નારાયણરાવે ગાદી સંભાળી.
- 1909 – અમેરિકાએ નિકારાગુઆ પર હુમલો કર્યો.
- 1918 – ઉત્તરપૂર્વીય યુરોપિયન દેશ લાતવિયાએ રશિયાથી સ્વતંત્રતા જાહેર કરી.
- 1948 – બિહારની રાજધાની પટના પાસે સ્ટીમર ‘નારાયણી’ ક્રેશ થતાં પાંચસો લોકો ડૂબી ગયા.
- 1951 – બ્રિટિશ દળોએ ઇજિપ્તના ઇસ્માઇલિયા પ્રદેશ પર કબજો કર્યો.
- 1956 – મોરોક્કોને આઝાદી મળી.
- 1959 – આઈએનએસ વિરાટને બ્રિટિશ રોયલ નેવીમાં સામેલ કરવામાં આવી.
- 1972 – વાઘને રાષ્ટ્રીય પ્રાણી તરીકે પસંદ કરવામાં આવ્યો. ભારતના વાઈલ્ડલાઈફ બોર્ડ દ્વારા બંગાળ ટાઈગરને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં આવ્યું
- 1994 – યુનાઈટેડ નેશન્સે પેલેસ્ટિનિયનોના સ્વ-નિર્ણયના અધિકારને માન્યતા આપી.
- 2002 – સંયુક્ત રાષ્ટ્રના શસ્ત્ર નિરીક્ષકોની પ્રથમ ટીમ હેંસ બ્લિક્સના નેતૃત્વમાં બગદાદ પહોંચી.
- 2003 – શ્વાર્ઝેનેગરે કેલિફોર્નિયાના ગવર્નર તરીકે શપથ લીધા.
- 2005 – વડા પ્રધાન મહિન્દા રાજપક્ષે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. ઈરાકમાં બોમ્બ વિસ્ફોટમાં 44 લોકોના મોત થયા છે. યુએન ઉત્તર કોરિયાના માનવાધિકાર રેકોર્ડ અંગે ચિંતિત છે.
- 2008- ભારતની કેન્દ્ર સરકારે દેશની અર્થવ્યવસ્થાને વૈશ્વિક આર્થિક મંદીમાંથી બચાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત પ્રોજેક્ટ્સમાં રૂ. 50,000 કરોડ ઠાલવવાનું નક્કી કર્યું. બહુજન સમાજ પાર્ટીએ પૂર્વ મંત્રી નટવર સિંહને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા. સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના મુખ્ય માહિતી કમિશનર એમ ખાનને સસ્પેન્ડ કરવાનું ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. ભારત અને ઈજિપ્ત વચ્ચે પાંચ સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
- 2013 – અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ માવેન અવકાશયાન મંગળ પર મોકલ્યું.
- 2017 – ભારતની માનુષી છિલ્લરે ‘મિસ વર્લ્ડ 2017’નો ખિતાબ જીત્યો.
વિશ્વ વયસ્ક દિવસ (World Adult Day)
દર વર્ષે 18 નવેમ્બરને વિશ્વ વયસ્ત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર આજે દુનિયાભરમાં 60 કરોડથી વધુ વયસ્ક લોકો રહે છે અને આગામી 11 વર્ષમાં આ આંકડો બમણો થવાની ધારણા છે. વયસ્ક લોકોની સંખ્યામાં વધારો એ સ્પષ્ટપણે યુવા લોકોની સંખ્યામાં ઘટાડાના સંકેત આપે છે. વયસ્ક લોકોની સંખ્યા વધતા સમાજ અને દેશ પર જવાબદારીઓનું ભારણ પણ વધી જાય છે. વયસ્ક નાગરિકોની જરૂરિયાતો, સાર-સંભાળ અને જવાબદારીઓ પ્રત્યે જાગૃતિ લાવવા આ દિવસ ઉજવાય છે.
18 નવેમ્બરમાં પ્રસિદ્ધ વ્યક્તિઓની જન્મજયંતિ
- કમલનાથ (1946) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી.
- સી.એન. બાલકૃષ્ણન (1934) – કોંગ્રેસના વરિષ્ઠ રાજકારણી અને કેરળના ભૂતપૂર્વ મંત્રી હતા.
- મધુકર હીરાલાલ કનિયા (1927) – ભારતના 23મા મુખ્ય ન્યાયાધીશ હતા.
- બટુકેશ્વર દત્ત (1910) – ભારતીય ક્રાંતિકારી.
- વી શાંતારામ (1901) – ફિલ્મ દિગ્દર્શક, નિર્માતા અને અભિનેતા.
- તિરુમલાઈ કૃષ્ણમાચાર્ય (1888) – ભારતના યોગ ગુરુ, ચિકિત્સક અને આયુર્વેદના વિદ્વાન હતા.
18 નવેમ્બરમાં પ્રસિદ્ધ વ્યક્તિઓનું અવસાન
- મૃદુલા સિંહા (2020) – ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગોવાના ભૂતપૂર્વ રાજ્યપાલ હતા.
- જ્યોતિ પ્રકાશ નિરાલા (2017) – અશોક ચક્રથી સમ્માનિત ભારતીય વાયુસેનાના ગરુડ કમાન્ડના શહીદ.
- ધીરેન્દ્ર નાથ ગાંગુલી (1978) – બંગાળી સિનેમાના પ્રખ્યાત અભિનેતા અને દિગ્દર્શક.
- એસ. વી. કૃષ્ણમૂર્તિ રાવ (1968) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.
- શૈતાન સિંહ (1962) – પરમવીર ચક્રની સમ્માનિત ભારતીય સૈનિક.
- કનિંધમ (1893) – બ્રિટીશ પુરાતત્વવિદ્, ભારતના પુરાતત્વીય સંશોધનના પિતા તરીકે ઓળખાય છે.
- કર્નલ ટોડ (1835) – બ્રિટિશ અધિકારી અને ઈતિહાસકાર, જેમને રાજસ્થાનના ઈતિહાસ માટે પ્રથમ માર્ગ મોકળો કરવાનો શ્રેય આપવામાં આવે છે.