આજનો ઇતિહાસ 21 ફેબ્રુઆરી : વિશ્વ માતૃભાષા દિવસ, સ્વતંત્રતા સેનાની રાણી ચેન્નમ્માનું અવસાન

Today History 21 February : આજે 21 ફેબ્રુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ માતૃભાષા દિવસ છે. તો મહિલા સ્વતંત્રતા સેનાની રાણી ચેન્નમ્માની આજે પુણ્યતિથિ છે. 10 વર્ષ પહેલા આજના દિવસે જ હૈદરાબાદમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા.જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
February 21, 2024 04:30 IST
આજનો ઇતિહાસ 21 ફેબ્રુઆરી : વિશ્વ માતૃભાષા દિવસ, સ્વતંત્રતા સેનાની રાણી ચેન્નમ્માનું અવસાન
વિશ્વ માતૃભાષા દિવસ (Photo - Freepik)

Today History 21 February : આજે તારીખ 21 ફેબ્રુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો યુનેસ્કોએ વર્ષ 1999માં 21 ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવાન ઘોષણા કરી હતી. તો દક્ષિણ ભારતની ઝાંસીની રાણી કહેવાતા સ્વતંત્રતા સેનાની રાણી ચેન્નમ્માનું વર્ષ 1929માં આજના દિવસે અવસાન થયું હતુ. વર્ષ 2013માં આજના દિવસે હૈદરાબાદમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં 17 લોકોના મોત થયા હતા. જાણો ઇતિહાસ ની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

21 ફેબ્રુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1613- માઈકલ રોમારોવ રશિયાના ઝાર બન્યા અને ત્યારથી ત્યાં રોમાનોવ વંશનું શાસન સ્થાપિત થયું.
  • 1795 – ડચ લોકોએ સિલોન, શ્રીલંકાને અંગ્રેજોને સોંપી દીધું.
  • 1842 – અમેરિકામાં સિલાઈ મશીનની પેટન્ટ કરવામાં આવી.
  • 1848 – કાર્લ માર્ક્સ અને ફ્રેડરિક એંગલ્સે સામ્યવાદી પક્ષનો ઘોષણા પત્ર પ્રકાશિત કર્યો.
  • 1907 – અંગ્રેજી ભાષાના કવિ એડેનનો જન્મ.
  • 1914 – બર્ડુનનું યુદ્ધ શરૂ થયું.
  • 1916 – પ્રથમ વિશ્વયુદ્ધમાં ફ્રાન્સમાં બર્ડનું યુદ્ધ ફાટી નીકળ્યું.
  • 1919 – બાવરેવાના વડા પ્રધાન કુર્ટિજનરની મ્યુનિકમાં હત્યા કરવામાં આવી હતી. બાર્સેલોનામાં ક્રાંતિ.
  • 1943 – બ્રિટિશ રાજા જ્યોર્જ VI એ રશિયનોનું સન્માન કર્યું.
  • 1946 – ઇજિપ્તમાં બ્રિટન સામે વિરોધ પ્રદર્શન.
  • 1948 – સ્વતંત્ર ભારતના બંધારણનો મુસદ્દો બંધારણ સભાના પ્રમુખ સમક્ષ મૂકવામાં આવ્યો.
  • 1952 – ઢાકા (તત્કાલીન પૂર્વ પાકિસ્તાન)માં પોલીસે બંગાળીને અધિકૃત ભાષાનો દરજ્જો આપવાની માંગ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો.
  • 1959 – નવી દિલ્હીમાં પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયાની સ્થાપના.
  • 1963 – સોવિયેત સંઘે અમેરિકાને ચેતવણી આપી કે ક્યુબા પર હુમલો વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ શકે છે.

આ પણ વાંચો | 20 ફેબ્રુઆરીનો ઇતિહાસ : અરુણાચલ પ્રદેશ અને મિઝોરમનો સ્થાપના દિન, વિશ્વ સામાજીક ન્યાય દિવસ

  • 1973 – સિનાઇના રણમાં, ઇઝરાયેલના ફાઇટર જેટ્સે લિબિયન આરબ એરલાઇન્સની ફ્લાઇટ 114 ને તોડી પાડ્યું, જેમાં સવાર તમામ 108 લોકો માર્યા ગયા.
  • 1974 – યુગોસ્લાવિયાએ બંધારણ સ્વીકાર્યું.
  • 1975 – સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર આયોગે કબજા હેઠળના આરબ વિસ્તારોમાં દમનકારી કાર્યવાહી માટે ઇઝરાયેલની સખત નિંદા કરી.
  • 1981 – નાસાએ ઉપગ્રહ કોમેસ્ટર-4 લોન્ચ કર્યો.
  • 1992 – ચીન તરફથી શાંઘાઈ સ્ટોક એક્સચેન્જમાં વિદેશીઓને ટ્રેડિંગ કરવાની મંજૂરી આપવામાં આવી.
  • 1996 – હબલ સ્પેસ દ્વારા મોકલવામાં આવેલી તસવીરોની મદદથી ‘બ્લેક હોલ’નાઅસ્તિત્વની જાણકારી મળી. અવકાશયાન Soyuz TM 23 ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું છે.
  • 1998 – સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે ઈરાકને 5.2 અબજ ડોલરનું ઓઇલ વેચવાની મંજૂરી આપી.
  • 1999 – યૂનેસ્કોએ 21 ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા તરીકે જાહેર કર્યો.
  • ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ વચ્ચે લાહોર ઘોષણા પર કરાર.
  • 2000 – વર્ષીય ભારતીય મૂળના ઉજ્જલ દોસાંઝ કેનેડામાં બ્રિટિશ કોલંબિયા પ્રાંતના નવા મુખ્યમંત્રી (પ્રીમિયર) બન્યા.
  • 2004 – સાનિયા મિર્ઝા લૉન ટેનિસમાં W.T.A.નોખિતાબ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે.
  • 2008 – ભારતની ખાનગી એરલાઇન્સ જેટ એરવેઝે એર કેનેડા સાથે વ્યૂહાત્મક જોડાણ કર્યું છે.
  • 2013 – ભારતના હૈદરાબાદમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં 17 લોકોના મોત, 119 લોકો ઘાયલ થયા.

આ પણ વાંચો | 19 ફેબ્રુઆરીનો ઇતિહાસ : છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ, રેલવેમાં કોમ્પ્યુટરાઇઝ રિઝર્વેશન સિસ્ટમ શરુ થઇ

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • વિશ્વનાથ નારાયણ લવાંડે (1923) – ‘ગોવા મુક્તિ યુદ્ધ’ના મુખ્ય નેતા અને સ્વતંત્રતા સેનાની હતા.
  • મધર મિરા અલ્ફાસા (1878) – ભારતીય આધ્યાત્મિક નેતા.
  • એલેક્સી કોઝીગિન (1904) – સોવિયત સંઘના વડાપ્રધાન હતા.
  • શાંતિ સ્વરૂપ ભટનાગર (1894) – ભારતના પ્રખ્યાત વૈજ્ઞાનિક.
  • સૂર્યકાંત ત્રિપાઠી નિરાલા (1896) – કવિ, નવલકથાકાર, નિબંધકાર અને વાર્તાકાર.
  • પ્રતિભા સુરેશવારન (1980) – ભારતીય રેસિંગ ડ્રાઈવર. જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક – ભુતાનના પાંચમા રાજા.
  • ટી.આર. ઝેલિયાંગ (1952) – નાગાલેન્ડના 10મા મુખ્યમંત્રી.
  • અમીર મીનાઈ (1829) – ઉર્દૂના પ્રખ્યાત ભારતીય હતા.

આ પણ વાંચો | 18 ફેબ્રુઆરીનો ઇતિહાસ : ભારતમાં દુનિયાના પ્રથમ એર મેલ એરોપ્લેને ઉડાન ભરી, તૈમૂર લંગનું અવસાન

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • નૂતન (1991) – હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી.
  • ઓમ પ્રકાશ (1998) – ભારતીય સિનેમાના પ્રખ્યાત કલાકાર હતા.
  • પ્રકાશ ચંદ્ર સેઠી (1996) – મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી હતા.
  • ઝોહરાબાઈ અંબાલેવાલી (1990)- હિન્દી સિનેમાના પ્લેબેક ગાયક અને ભારતીય શાસ્ત્રીય ગાયક.
  • હરિ વિનાયક પાટસ્કર (1970) – ભારતીય રાજકારણી અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ.
  • રાણી ચેન્નમ્મા (1829) – ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી કર્ણાટકની નાયિકા અને સ્વાતંત્ર્ય સેનાની.

આ પણ વાંચો | 17 ફેબ્રુઆરીનો ઇતિહાસ : છત્રપતિ શિવાજીએ મુઘલો પાસેથી સિંહગઢનો કિલ્લો જીત્યો; જાણો આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ