Today history 22 January : આજે તારીખ 22 જાન્યુઆરી, 2023 (22 January) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ 1857ના વિપ્લવમાં અંગ્રેજોના હંફાવનાર મહિલા અજીજન બેગમનો જન્મ દિવસ છે, જે આમ તો એક નર્તકી (તવાયફ) હતા પણ તેમણે તાત્યા તોપે – નાના સાહેબ સહિત ઘણા ક્રાંતિકારીઓને મદદ કરી હતી. તો આજેના દિવસે વર્ષ 1963માં દહેરાદૂન ખાતે નેશનલ લાઇબ્રેરી ફોર ધ બ્લાઇન્ડની સ્થાપના કરવામાં આવી હતી. ઉપરાંત ‘તાજમહલ’નું નિર્માણ કરનાર મુઘલ સમ્રાટ શાહજહાંનું વર્ષ 1666માં આજના દિવસે અવસાન થયુ હતુ. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
22 જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 2015- યુક્રેનના ડોનેત્સ્કમાં વિસ્ફોટમાં 13 લોકો માર્યા ગયા.
- 2009 – ફિલ્મ સ્લમડોગ મિલિયોનેર ઓસ્કાર માટે નોમિનેટ થઈ. સરકારે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપના ધોરણે ત્રણ પોર્ટ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.
- 2008- નેશનલ ડેમોક્રેટિક એલાયન્સે (એનડીએ) લોકસભામાં વિરોધ પક્ષના નેતા લાલકૃષ્ણ અડવાણીને આગામી લોકસભા ચૂંટણી દરમિયાન ભાવિ વડાપ્રધાન તરીકે રજૂ કરવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. – પાકિસ્તાનના દક્ષિણ વઝીરિસ્તાનમાં લક્યા કિલ્લા પર આતંકવાદીઓએ હુમલો કરતાં પાંચ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા.
- 2006 – શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષે વિદ્રોહી સંગઠન LTTE સાથે વાતચીતની ઓફર કરી હતી.
- ઈવા મોરાલેસે બોલિવિયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.
- 2002 – પેલેસ્ટિનિયન શહેર તુલકોરામ પર ઇઝરાયેલનો કબજો, અફઘાનિસ્તાનના પુનર્નિર્માણ માટે ટોક્યોમાં આંતરરાષ્ટ્રીય સમુદાયની બેઠકમાં 3.5 અબજ ડોલરની સહાયની જાહેરાત.
- 1998 – અમરિકાના રાષ્ટ્રપરતિ બિલ ક્લિન્ટન પર મોનિકા લેવિન્સ્કીએ શારીરિક શોષણનો આરોપ મૂક્યો.
- 1996 – યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ઓબ્ઝર્વેટરીના વૈજ્ઞાનિકોએ પૃથ્વીથી લગભગ 3,50,000 પ્રકાશવર્ષના અંતરે બે નવા ગ્રહોની શોધ કરી.
- 1970 – બોઇંગ 747 એ ન્યૂયોર્ક અને લંડન વચ્ચે તેની પ્રથમ કોમર્શિયલ ફ્લાઇટ શરૂ કરી.
- 1993 – ઈન્ડિયન એરલાઈન્સનું વિમાન ઔરંગાબાદમાં ક્રેશ થયું, 61 મુસાફરોના મોત.
- 1963 – દહેરાદૂનમાં નેશનલ લાઇબ્રેરી ફોર ધ બ્લાઇન્ડની સ્થાપના કરવામાં આવી.
- 1924 – રામસે મેકડોનાલ્ડ બ્રિટનમાં લેબર પાર્ટીના પ્રથમ વડા પ્રધાન બન્યા.
- 1905 – રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં કામદારો પર ગોળીબાર કરવામાં આવ્યો, જેમાં 500 થી વધુ લોકો મૃત્યુ પામ્યા.
- 1837 – દક્ષિણ સીરિયામાં ભૂકંપમાં હજારો લોકોના મોત થયા.
- 1760 – વાન્દીવોશના યુદ્ધમાં અંગ્રેજોએ ફ્રેન્ચોને હરાવ્યા.
- 1673 – ન્યૂયોર્ક અને બોસ્ટન વચ્ચે ટપાલ સેવા શરૂ થઈ.
- 1517 – તુર્કીએ કૈરો પર કબજો કર્યો.
આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 20 જાન્યુઆરી, સર રતનજી ટાટાની જન્મજયંતિ, પહેલીવાર બાસ્કેટ બોલની મેચ રમાઇ
મહાન વ્યક્તિઓની જન્મજયંતિ
- તરુણ રામ ફુકન (1977) – આસામના સામાજિક કાર્યકર.
- ટી.એમ. ક્રિષ્ના (1976) – કર્ણાટક સંગીત શૈલીના પ્રખ્યાત ગાયક અને મેગ્સેસે પુરસ્કાર વિજેતા.
- નમ્રતા શિરોડકર (1972) – ભારતીય અભિનેત્રી.
- કેસિનેની શ્રીનિવાસ (1966) – ભારતની સત્તરમી લોકસભામાં સંસદ સભ્ય.
- માણિક સરકાર (1949) – રાજકારણી અને ત્રિપુરાના 9માં મુખ્યમંત્રી.
- યુ. થાંટ (1909) – બર્માના રાજદૂત અને સંયુક્ત રાષ્ટ્રના ત્રીજા મહાસચિવ.
- જયંતિલાલ છોટે લાલ શાહ (1906 ) – ભારતના 12મા મુખ્ય ન્યાયાધીશ હતા.
- ઠાકુર રોશન સિંહ (1892) – ભારતની આઝાદી માટે લડનારા ક્રાંતિકારી હતા.
- અજીજન બેગમ (1824) – તે વ્યવસાયે નૃત્યાંગના હતી જે દેશભક્તિની ભાવનાથી ભરેલી હતી.
આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 19 જાન્યુઆરી, વર્ષ 1597માં મહારાણા પ્રતાપ વીરગતિ પામ્યા
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- નરેન્દ્ર ચંચલ (2021) – ભારતના પ્રસિદ્ધ ગાયક.
- એ. નાગેશ્વર રાવ (2014) – ભારતીય ફિલ્મના પ્રસિદ્ધ તેલુગુ અભિનેતા અને ફિલ્મ નિર્માતા.
- કોમોડોર બબરુભાન યાવદ (2010) – ભારતીય નેવીના સૈન્ય અધિકારી હતા જેમણે ભારત-પાકિસ્તાનના 1971ના યુદ્ધમાં પોતાની બહાદૂરીનું પ્રદર્શન કર્યુ હતુ.
- મહારાની વિક્ટોરિયા (1901ઃ ઇંગ્લેન્ડ
- શાહજહાં (1666) – ભારતના મુગલ સમ્રાટ
આ પણ વાંચોઃ આજનો ઇતિહાસ : 18 જાન્યુઆરી, વર્ષ 1896માં પ્રથમવાર ‘એક્સ-રે’ મશીન પ્રદર્શિત કરવામાં આવી