Today history 23 july: આજે 23 જુલાઇ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ છે. ભારતમાં વર્ષ 1927માં આજના દિવસે પહેલીવાર રેડિયો પ્રસારણ સેવાની શરૂઆત થઇ હતી. જે હાલ દુનિયાભરમાં ઓલ ઇન્ડિયા રેડિયો અને આકાશવાણીના નામે પ્રસિદ્ધ છે. આજે ભારતના મહાન સ્વતંત્રતા સેનાની અને શહીર ચંદ્રશેખર આઝાદની જન્મજયંતિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
23 જુલાઇની મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ
- 1881 – આંતરરાષ્ટ્રીય જિમ્નેસ્ટિક્સ ફેડરેશને સ્પોર્ટ્સ કન્ફેડરેશનની સ્થાપના કરી. તે વિશ્વનું સૌથી જૂનું સ્પોર્ટ્સ ફેડરેશન છે.
- 1903 – મોટર કંપની ફોર્ડે તેની પ્રથમ કાર વેચી.
- 1904 – ચાર્લ્સ ઇ મેસિયસ દ્વારા મલાઇબરફ સંક (આઈસ્ક્રીમ કોન) ની શોધ થઇ.
- 1914 – આર્કડ્યુક ફ્રાન્સિસ ફર્ડિનાન્ડની હત્યા પછી, ઑસ્ટ્રિયા-હંગેરીએ સર્બિયાને અલ્ટીમેટમ આપ્યું. આ પછી પ્રથમ વિશ્વ યુદ્ધ શરૂ થયું.
- 1927 – મુંબઈથી ભારતમાં નિયમિત રેડિયો પ્રસારણ શરૂ થયું.
- 1929 – ઇટાલીમાં ફાસીવાદી સરકારે વિદેશી શબ્દોના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો.
- 1952- ઇજિપ્તમાં ક્રાંતિ થઈ. મુહમ્મદ નઝીરના નેતૃત્વમાં કેટલાક યુવાન સૈનિકોએ બળવો કરીને બાદશાહ ફારૂક-1ના શાસનનો અંત લાવ્યો અને તેને દેશમાંથી હાંકી કાઢ્યો.
- 1998 – અમેરિકાએ સાત ભારતીય વૈજ્ઞાનિકોને દેશ છોડવાનો આદેશ આપ્યો છે.
- 1999 – મોરોક્કોના શાહ હસનનું અવસાન.
- 2000 – નાગોમાં આયોજિત ગ્રુપ-8 ની 26મી સમિટ વ્યાપક ઘોષણાઓ સાથે પૂર્ણ થઈ.
- 2001 – મેઘાવતી સુકર્ણોપુત્રી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ બન્યા.
- 2005 – ઇજિપ્તની શર્મ અલ-શેખ અને નામા ખાડીની કેટલીક હોટલોમાં બોમ્બ વિસ્ફોટમાં લગભગ 100 લોકો માર્યા ગયા.
- 2007- અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ મુહમ્મદ ઝહીરશાહનું નિધન.
- 2008- નેપાળના વડા પ્રધાન ગિરિજા પ્રસાદ કોઈરાલાએ તેમનું રાજીનામું નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ રામબરન યાદવને સોંપ્યું.
રાષ્ટ્રીય પ્રસારણ દિવસ (National Broadcasting Day)
રાષ્ટ્રીય પ્રસારણ દિવસ (National Broadcasting Day) ભારતમાં દર વર્ષે 23 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. વર્ષ 1927માં આજના દિવસે જ દેશમાં પ્રથમ રેડિયો પ્રસારણ બોમ્બે સ્ટેશનથી ખાનગી કંપની ઈન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપની લિમિટેડ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યું હતું. આથા ભારતમાં 23 જુલાઇના રોજ નેશનલ બ્રોડકાસ્ટિંગ ડે ઉજવાય છે. વર્ષ 1927માં મુંબઈ અને કોલકાતામાં 2 ટ્રાન્સમીટર સાથે બ્રોડકાસ્ટિંગ સેવા શરૂ કરવામાં આવી હતી, પરંતુ વર્ષ 1930માં સરકારે આ ટ્રાન્સમિટર્સને પોતાના નિયંત્રણમાં લઈ લીધા અને ‘ભારતીય પ્રસારણ સેવા’ના નામથી સંચાલન શરૂ કર્યું. 8 જૂન 1936ના રોજ ભારતીય રાજ્ય પ્રસારણ સેવાનું નામ બદલીને ઓલ ઈન્ડિયા રેડિયો કરવામાં આવ્યું. વર્ષ 1957માં તે આકાશવાણી તરીકે જાણીતું થયું. ઓલ ઈન્ડિયા રેડિયો સાચા અર્થમાં તેના સૂત્ર – ‘બહુજન હિતાયા, બહુજન સુખાય’ને અનુસરીને લોકોને માહિતી આપવા, શિક્ષિત કરવા અને મનોરંજન આપવાનું કામ કરી રહ્યું છે. હાલ દુનિયાના 150 દેશામાં આકાશવાણી સાંભળવામાં આવે છે.
આ પણ વાંચોઃ 21 જુલાઇનો ઇતિહાસ: નેશનલ જંક ફુડ દિવસ, સાહિત્યકાર ઉમાશંકર જોશીનો જન્મદિન
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- એલ. સુબ્રમણ્યમ (1947) – પ્રતિભાશાળી ભારતીય વાયોલિનવાદક અને સંગીતકાર.
- શિવ કુમાર બટાલવી (1936) – પંજાબી ભાષાના પ્રખ્યાત કવિ હતા.
- નિર્મલા જોશી (1934) – મધર ટેરેસાની સંસ્થા ‘મિશનરીઝ ઑફ ચેરિટીઝ’ના વડા હતા.
- બાલ ગંગાધર તિલક (1856) – ગણિતશાસ્ત્રી, ફિલસૂફ અને ઉગ્ર રાષ્ટ્રવાદી વ્યક્તિ.
- ચંદ્રશેખર આઝાદ (1906) – સ્વતંત્રતા સેનાની
- તારાશંકર બંદ્યોપાધ્યાય (1898) – પ્રખ્યાત બંગાળી સાહિત્યકાર જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત
આ પણ વાંચોઃ 20 જુલાઇ: આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ, નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મૂકી ઇતિહાસ રચ્યો
પ્રખ્યાય વ્યક્તિઓની પુણ્યતિથિ
- એસ. એચ. રઝા (2016) – ભારતમાં જન્મેલા પ્રખ્યાત ચિત્રકાર હતા.
- મોહમ્મદ ઝહીર શાહ (2007) – અફઘાનિસ્તાનના છેલ્લા રાજા હતા.
- મેહમૂદ (1932) – ભારતીય અભિનેતા અને ફિલ્મ નિર્દેશક
- લક્ષ્મી સહગલ (2012) – સ્વતંત્રતા સેનાની અને સામાજિક કાર્યકર
- લક્ષ્મણ પ્રસાદ દુબે (1993) – છત્તીસગઢના સ્વાતંત્ર્ય સેનાની
આ પણ વાંચોઃ 19 જુલાઇનો ઇતિહાસ: બેંક રાષ્ટ્રીયકરણ દિવસ- ઇન્દિરા ગાંધીએ વર્ષ 1969માં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરાયું