Today History 25 Navember : આજે 25 નવેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ આજે સાધુ ટીએલ વાસવાણીની જન્મજયંતિ છે. તેઓ ભારતીય સંસ્કૃતિના પ્રચારક અને શિક્ષણવિદ્દ હતા. તેમણે દુનિયાભરના લોકોને શાકહારી ભોજન શૈલી અપનાવવા અને પ્રાણીઓ પર હિંસા રોકવા આગ્રહ કર્યો હતો. આથી તેમના જન્મદિવસને આંતરરાષ્ટ્રીય માંસ રહિત દિવસ ઉજવવામાં આવે છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
25 નવેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1667- રશિયાના ઉત્તર કાકેશસ પ્રદેશમાં સેમખામાં વિનાશક ભૂકંપમાં 80 હજાર લોકો મૃત્યુ પામ્યા.
- 1744 – ઑસ્ટ્રિયન સૈન્યએ પેરાગ્વેના યહૂદીઓ સામે જીવલેણ હુમલાઓ અને લૂંટ ચલાવી.
- 1758 – બ્રિટને ફ્રાન્સના ડુક્વેસ્ને કિલ્લા પર કબજો કર્યો.
- 1866 – અલ્હાબાદ હાઈકોર્ટનું ઉદ્ઘાટન.
- 1867 – આલ્ફ્રેડ નોબલે ડાયનામાઈટનું પેટન્ટ કરાવ્યું.
- 1930 – જાપાનમાં એક જ દિવસમાં 690 ભૂકંપ નોંધાયા.
- 1936 – જર્મની અને જાપાન વચ્ચે કોમિનટર્ન (સામ્યવાદી વિરોધી આંતરરાષ્ટ્રીય) કરાર પર હસ્તાક્ષર.
- 1937 – ફ્રાન્સની રાજધાની પેરિસમાં વર્લ્ડ ફેરનું સમાપન થયું.
- 1948 – ભારતમાં નેશનલ કેડેટ કોરની સ્થાપના થઈ.
- 1949 – સ્વતંત્ર ભારતના બંધારણ પર બંધારણીય સમિતિના અધ્યક્ષ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા અને તેને તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો.
- 1951 – અમેરિકન રાજ્ય અલાબામામાં ટ્રેન અકસ્માતમાં 17 લોકોના મોત થયા.
- 1952 – જ્યોર્જ મેને ઓસ્ટ્રેલિયન ફૂટબોલ લીગના પ્રમુખ તરીકે ચૂંટાયા.
- 1960 – કાનપુર અને લખનૌ વચ્ચે ભારતમાં પ્રથમ વખત ટેલિફોનની STD સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો.
- 1974 – સંયુક્ત રાષ્ટ્રના ભૂતપૂર્વ મહાસચિવ યુ થાંટનું બર્મામાં અવસાન થયું.
- 1998 – પાકિસ્તાને અંધકારમાં પણ પ્રહાર કરવા સક્ષમ ‘ભકતર શિકન’ નામની નવી વિકસિત એન્ટી ટેન્ક મિસાઈલનું સફળતા પરીક્ષણ કર્યું.
- 2001 – ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ’ (ICC) એ ભારતને સસ્પેન્શનની ધમકી આપી, બેનઝીર ભુટ્ટો નવી દિલ્હીમાં વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને મળ્યા.
- 2002 – લુસિયો ગુટેરેઝ એક્વાડોરના પ્રમુખ તરીકે ચૂંટાયા.
- 2004 – પાક પ્રમુખ પરવેઝ મુશર્રફની કાશ્મીર ફોર્મ્યુલાને પાક-કાશ્મીર સમિતિએ નકારી કાઢી.
- 2006 – કોલંબોએ ભારતીય પંચાયતી મોડલનો અભ્યાસ શરૂ કર્યો.
- 2007 – ભૂતપૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોએ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ માટે લરકાનાથી ઉમેદવારી નોંધાવી.
- 2008 – બસ્તર જિલ્લામાં જિલ્લા પોલીસ કર્મચારીઓને નિશાન બનાવીને નક્સલવાદીઓએ કરેલા લેન્ડમાઈન હુમલામાં સાત જવાનો શહીદ થયા હતા.
- 2012 – નાઈજીરીયામાં એક ચર્ચ પાસે બે કાર બોમ્બ વિસ્ફોટોમાં 11 માર્યા ગયા, 30 ઘાયલ.
આ પણ વાંચો | 24 નવેમ્બરનો ઇતિહાસ : ભારતના પ્રથમ સ્વતંત્રતા સેનાની કોણ હતા? ચલાવાડા નરસિમ્હા રેડ્ડીને કેમ ફાંસી આપવામાં આવી હતી?
આંતરરાષ્ટ્રીય માંસ રહિત દિવસ, ટીએલ વાસવાણી
આંતરરાષ્ટ્રીય માંસ રહિત એટલે કે ઇન્ટરનેશનલ મીટલેસ ડે દર વર્ષે 25 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ પ્રાણીઓ પ્રત્યેની હિંસા પ્રત્યે સંવેદનશીલતા લાવવાનો અને લોકોને શાકાહાર બનવા તરફ પ્રેરિત કરવાનો છે, જેથી ઉત્તમ સમાજનું નિર્માણ કરી શકાય છે. 25 નવેમ્બર સાધુ ટીએલ વાસવાણીનો જન્મ દિવસ છે. તેઓ એક મહાન ભારતીય શિક્ષણશાસ્ત્રી હતા અને તેમણે ભારતીય શિક્ષણ પ્રણાલીના વિકાસની શરૂઆત કરી હતી. તેમની યાદમાં ઇન્ટરનેશનલ મીટલેસ ડે ઉજવાય છે. સાધુ વાસવાણીનો જન્મ દિવસ 25 નવેમ્બર 1986ના રોજ આંતરરાષ્ટ્રીય માંસ રહિત દિવસની દરખાસ્ત કરવામાં આવી હતી. શિક્ષણવીદ્દ વાસવાણીએ શાકાહારી જીવન અપનાવવાનું મિશન શરૂ કર્યું હતું. તેમણે દુનિયાભરના લોકોને શાકાહારી જીવન અપનાવવા ભારપૂર્વક વિનંતી કરી હતી. તેમના મિન઼શને જબરદસ્ત પ્રતિસાદ સાથે મોટી સફળતા મળી હતી.
25 નવેમ્બરમાં પ્રસિદ્ધ વ્યક્તિઓની જન્મજયંતિ
- ઝુલન ગોસ્વામી (1982) – ભારતના મહિલા ક્રિકેટર.
- સુનિતિ કુમાર ચેટર્જી (1890) – ભારતના પ્રખ્યાત ભાષાશાસ્ત્રી, સાહિત્યકાર અને વિદ્વાન.
- દેવકી બોઝ (1898) – પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક અને સંગીતમાં અવાજના નિષ્ણાત.
- બિપ્લબ કુમાર દેબ (1971) – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી.
- અરવિંદ કુમાર શર્મા (1963) – અગિયારમી અને પંદરમી લોકસભાના સભ્ય.
- બિપ્લબ કુમાર દેબ (1969) – ત્રિપુરાના રાજકારણી અને ત્રિપુરાના 10મા મુખ્યમંત્રી.
- રાધાકૃષ્ણ માથુર (1953) – લદ્દાખના પ્રથમ લેફ્ટનન્ટ ગવર્નર.
- વીરેન્દ્ર હેગડે (1948) – ભારતના પરોપકારી વ્યક્તિ.
- રંગનાથ મિશ્રા (1926) – ભારતના ભૂતપૂર્વ 21મા મુખ્ય ન્યાયાધીશ હતા.
- રઘુનંદન સ્વરૂપ પાઠક (1924) – ભારતના ભૂતપૂર્વ 18મા મુખ્ય ન્યાયાધીશ હતા.
- દીપ નારાયણ સિંહ (1894) – બિહારના ભૂતપૂર્વ બીજા મુખ્યમંત્રી.
- રાધેશ્યામ કથાવાચક (1890) – પારસી થિયેટર શૈલીના હિન્દી નાટ્યકારોમાં અગ્રણી હતા.
- ટી.એલ. વાસવાણી (1879) – પ્રખ્યાત લેખક, શિક્ષણવિદ અને ભારતીય સંસ્કૃતિના પ્રચારક.
- કૃષ્ણજી પ્રભાકર ખાડીલકર (1872) – પ્રખ્યાત ભારતીય મરાઠી લેખક અને નાટ્યકાર હતા.
આ પણ વાંચો | 22 નવેમ્બરનો ઇતિહાસ : ભારતના પ્રથમ મહિલા ડોક્ટરનું નામ શું છે? ઝલકારી બાઈ કોણ હતી?
25 નવેમ્બરમાં પ્રસિદ્ધ વ્યક્તિઓનું અવસાન
- અહેમદ પટેલ (2020) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા.
- સિતારા દેવી (2014) – ભારતની પ્રખ્યાત કથક નૃત્યાંગના.
- આર. વી. પેરી શાસ્ત્રી (1990) – ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર હતા.
- ચંદુલાલ શાહ (1975) – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત નિર્માતા-દિગ્દર્શક અને પટકથા લેખક.
- યુ. થાંટ (1974) – બર્માના રાજદ્વારી અને સંયુક્ત રાષ્ટ્રના ત્રીજા મહાસચિવ.
- આર. સી. બોરલ (1981) – હિન્દી ફિલ્મોના સંગીતકાર.
- યશવંતરાવ ચવ્હાણ (1984) – ભારતના પાંચમા નાયબ વડા પ્રધાન અને મહારાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી.
- મેજર રામાસ્વામી પરમેશ્વરન (1987) – પરમવીર ચક્રથી સમ્માનિત ભારતીય સૈનિક.





