Today history આજનો ઇતિહાસ 26 ઓગસ્ટ: મહિલા સમાનતા દિવસ, મધર ટેરેસાની જન્મજયંતિ

Today history 26 August: આજે 26 ઓગસ્ટ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે મહિલા સમાનતા દિવસ અને પ્રખ્યાત સમાજ સેવિકા મધર ટેરેસાની જન્મજયંતિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
August 26, 2023 04:30 IST
Today history આજનો ઇતિહાસ 26 ઓગસ્ટ: મહિલા સમાનતા દિવસ, મધર ટેરેસાની જન્મજયંતિ
મહિલા સમાનતા દિવસ દર વર્ષે 26 ઓગસ્ટના રોજ ઉજવાય છે.

Today history 26 August: આજે 26 ઓગસ્ટ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે મહિલા સમાનતા દિવસ છે. મહિલાઓને સામાજીક, રાજકીય અને આર્થિક ક્ષેત્રોમાં પુરુષોની સમકક્ષ અધિકારો આપવાના હેતુસર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે પ્રખ્યાત સમાજ સેવિકા મધર ટેરેસાની જન્મજયંતિ છે. વર્ષ 1920માં આજના દિવસે અમેરિકામાં મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો. તો વર્ષ 1303માં મુઘલ બાદશાહ અલાઉદ્દીન ખિલજીએ ચિત્તોડગઢ કબજે કર્યું હતુ. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે.

26 ઓગસ્ટની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1303 – અલાઉદ્દીન ખિલજીએ ચિત્તોડગઢ કબજે કર્યું
  • 1910 – નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત મધર ટેરેસાનો જન્મ યુગોસ્લાવિયામાં થયો હતો.
  • 1914 – બંગાળના ક્રાંતિકારીઓએ કલકત્તામાં બ્રિટિશ કાફલા પર હુમલો કર્યો અને 50 માઉઝર અને 46 હજાર રાઉન્ડ ગોળીઓ લૂંટી લીધી.
  • 1920 – અમેરિકામાં મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો.
  • 1977 – 20મી ઓલિમ્પિક ગેમ્સ જર્મનીના મ્યુનિક શહેરમાં શરૂ થઈ.
  • 1982 – નાસાએ ટેલિસેટ-એફ લોન્ચ કર્યું.
  • 1999 – માઈકલ જોન્સને 400 મીટર રેસમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
  • 2001 – બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાનને જેલમાં મોકલવામાં આવ્યા હતા.
  • 2002 – દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ શહેરમાં દસ દિવસીય અર્થ કોન્ફરન્સ શરૂ થઈ.
  • 2007 – અમેરિકાની આગેવાની હેઠળની સેનાએ પાક-અફઘાન સરહદ પર 12 તાલિબાનને ઠાર કર્યા.
  • 2008 – તેલુગુ ફિલ્મોના સુપર સ્ટાર ચિરંજીવીએ તેમની નવી પાર્ટી પ્રજા રાજ્યમનું ઉદ્ઘાટન કર્યું.
  • 2013 – ફિલિપાઈન્સમાં વિકાસ સહાય ફંડ કૌભાંડને લઈને વિરોધ.
  • 2015 – અમેરિકાના વર્જિનિયામાં બે પત્રકારોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

આ પણ વાંચો |  25 ઓગસ્ટનો ઇતિહાસ : રાષ્ટ્રીય નેત્રદાન સપ્તાહની ઉજવણી, ભારતમાં 1.5 કરોડ લોકો અંધ

મહિલા સમાનતા દિવસ (Womens Equality Day)

મહિલા સમાનતા દિવસ (Women’s Equality Day) દર વર્ષે 26 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. ન્યુઝિલેન્ડ વિશ્વનો પહેલો દેશ છે, જેણે 1893માં મહિલા સમાનતાની રજૂઆત કરી હતી. ભારતમાં આઝાદી બાદથી મહિલાઓને મત આપવાનો અધિકાર છે. પરંતુ પંચાયતો અને મ્યુનિસિપલ સંસ્થાઓમાં ચૂંટણી લડવાનો કાનૂની અધિકાર 73મા બંધારણીય સુધારા દ્વારા સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીના પ્રયાસોથી પ્રાપ્ત થયો હતો, જેના પરિણામે આજે પંચાયતોમાં મહિલાઓની 50 ટકાથી વધુ ભાગીદારી છે. મહિલાઓ માટે સમાનતાના દરજ્જા માટે સતત લડત આપનાર મહિલા વકીલ બેલા અબઝુગના પ્રયાસોથી 26 ઓગસ્ટ 1971થી ‘મહિલા સમાનતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો |  24 ઓગસ્ટનો ઇતિહાસ : કલકત્તાનો સ્થાપના દિન, યુક્રેનનો સ્વતંત્રતા દિવસ અને વિશ્વ ચાકુ દિવસ છે

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • જીતુ રાય (1987) – ભારતીય શૂટર.
  • ઈન્દ્ર કુમાર (1972) – ભારતીય હિન્દી સિનેમાના પ્રખ્યાત સહાયક અભિનેતા.
  • મધર ટેરેસા (1910) – ભારત રત્નથી સન્માનિત મહિલા, સમાજ સેવિકા હતા.
  • બંસીલાલ (1927) – હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સ્વાતંત્ર્ય સેનાની.
  • ઓમ પ્રકાશ મુંજાલ (1928) – ભારતીય ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર, હીરો સાયકલ્સના સહ-સ્થાપક.
  • લુઇઝિન્હો ફાલેરો (1951) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી, ગોવાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.
  • મેનકા ગાંધી (1956) – પ્રખ્યાત રાજકારણી, સંજય ગાંધીની પત્ની અને પશુ અધિકારવાદી.
  • દિનેશ રઘુવંશી (1964) – પ્રખ્યાત લેખક (ગીત, ગઝલ).
  • બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશી (1927) – ભારતના પ્રખ્યાત આર્કિટેક્ટ છે.
  • ચતુરસેન શાસ્ત્રી (1891) – હિન્દી સાહિત્યના મહાન નવલકથાકાર.

આ પણ વાંચો | 23 ઓગસ્ટનો ઇતિહાસ: આંતરરાષ્ટ્રીય ગુલામ વેપાર અને નાબૂદી દિવસ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • એ.કે. હંગલ (2012) – પ્રખ્યાત અભિનેતા અને દૂરદર્શન કલાકાર.
  • કે.એ. દિનશા (2011) – તબીબી ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહિલા હતી.
  • એન. એસ. હાર્ડીકર (1975) – પ્રખ્યાત સ્વતંત્રતા સેનાની અને ‘હિન્દુસ્તાની સેવા દળ’ના સ્થાપક.
  • વિલિયમ જેમ્સ (1910) – પ્રખ્યાત અમેરિકન ફિલસૂફ અને મનોવિજ્ઞાની.
  • કૃષ્ણજી પ્રભાકર ખાડીલકર (1948) – પ્રખ્યાત ભારતીય મરાઠી લેખક અને નાટ્યકાર હતા.
  • અતુલ પ્રસાદ સેન (1934) – બાંગ્લા ભાષાના પ્રખ્યાત ન્યાયશાસ્ત્રી, શિક્ષણ પ્રેમી, સર્જક અને પ્રખ્યાત કવિ અને સંગીતકાર હતા.
  • રાધેશ્યામ વાર્તાકાર (1963) – પારસી થિયેટર શૈલીના હિન્દી નાટ્યકારોમાં અગ્રણી હતા.

આ પણ વાંચો |  22 ઓગસ્ટનો ઇતિહાસ : વર્લ્ડ પ્લાન્ટ મિલ્ક ડે, ગાંધીજીએ વિદેશી કપડાની હોળી કરી

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ