Today history 26 September : આજે 26 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ મુકબધીર દિવસ છે, જેને વિશ્વ મુકબધીર સપ્તાહ તરીકે પણ ઉજવવામાં આવે છે. આજે પરમાણુ હથિયાર નાબૂદી દિવસ પણ છે. પરમાણુ હથિયાર આજે સમગ્ર દુનિયા અને માનવજાત માટે સૌથી મોટો ખતરો છે. અમેરિકા, ચીન, રશિયા, ભારત, પાકિસ્તાન સહિત ઘણા દેશો પાસે ન્યુક્લિયર વેપન્સ છે. આજે ભારતના મહાન સમાજ સુધારક અને સ્વતંત્રતા સેનાની ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની જન્મજયંતિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
26 સપ્ટેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1087 – વિલિયમ દ્વિતીય ઈંગ્લેન્ડના રાજા બન્યા.
- 1777 – અમેરિકન ક્રાંતિ: બ્રિટિશ સૈનિકોએ ફિલાડેલ્ફિયા પર કબજો કર્યો.
- 1872 – ન્યુયોર્ક સિટીમાં પ્રથમ મંદિર બનાવવામાં આવ્યું હતું.
- 1950 – સંયુક્ત રાષ્ટ્રના સૈનિકોએ ઉત્તર કોરિયાના સૈનિકો પાસેથી સિઓલ કબજે કર્યું.
- 1950 – ઈન્ડોનેશિયાએ સંયુક્ત રાષ્ટ્રનું સભ્યપદ મેળવ્યું.
- 1959 – જાપાનના ઈતિહાસના સૌથી શક્તિશાળી વાવાઝોડા ‘વેરા’માં 4580 લોકો માર્યા ગયા અને 16 લાખ લોકો બેઘર થયા.
- 1960 – યુએસ પ્રમુખપદના બે ઉમેદવારો, જ્હોન એફ કેનેડી અને રિચાર્ડ નિક્સન વચ્ચેની ચર્ચા પ્રથમ વખત ટેલિવિઝન પર પ્રસારિત કરવામાં આવી.
- 1984 – યુનાઇટેડ કિંગડમ હોંગકોંગ ચીનને સોંપવા સંમત થયું.
- 1998 – સચિન તેંડુલકરે ઝિમ્બાબ્વે સામેની વન-ડે ક્રિકેટ મેચમાં તેની 18મી સદી ફટકારીને ડેસમન્ડ હેન્સનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો.
- 2001 – લાદેન બાદ અમેરિકાએ કાશ્મીરી આતંકવાદીઓની સમસ્યા ઉકેલવા ભારતને ખાતરી આપી.
- 2002 – ફ્રાન્સે ઇરાક પર એકપક્ષીય કાર્યવાહીનો વિરોધ કર્યો.
- 2004 – અમેરિકાએ સિવિલ સ્પેસ પ્રોગ્રામ માટે ભારતને ટેક્નોલોજી આપવાનું નક્કી કર્યું.
- 2007 – વિયેતનામના દક્ષિણી શહેર કેન્થોમાં નિર્માણાધીન પુલ તૂટી પડતાં 62 કામદારો મૃત્યુ પામ્યા.
- 2009 – પૂજાશ્રી વેંકટેશે રશ્મિ ચક્રવર્તીને હરાવી ITF ટાઇટલ જીત્યું. મહિલા ટેનિસ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો. પંકજ અડવાણી 76મી નેશનલ બિલિયર્ડ્સ અને સ્નૂકર ચેમ્પિયનશિપમાં બિલિયર્ડ્સ ચેમ્પિયન બન્યો હતો.
- 2009 – ફિલિપાઈન્સ, ચીન, વિયેતનામ, કંબોડિયા, લાઓસ અને થાઈલેન્ડમાં કટસાના વાવાઝોડાને કારણે 700 લોકોના મોત થયા.
- 2011- ગ્રીનહાઉસ વાયુઓ ઘટાડવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મંજૂર કરાયેલું દિલ્હી મેટ્રો વિશ્વનું પ્રથમ રેલ્વે નેટવર્ક બન્યું.
વિશ્વ મુકબધીર દિવસ (World Deaf-Dumb Day)
વિશ્વ મુકબધીર દિવસ (World Deaf-Dumb Day) દર વર્ષે 26 સપ્ટેમ્બરે ઉજવાય છે, જો કે તે વિશ્વ મુકબધીર સપ્તાહ (World Deaf-Dumb Week)) તરીકે વધારે ઓળખાય છે. વિશ્વ મુકબધીર સપ્તાહ દર વર્ષે સપ્ટેમ્બર મહિના છેલ્લા સપ્તાહમાં ઉજવવામાં આવે છે. વર્લ્ડ ફેડરેશન ઑફ ધ ડેફ (WFD) એ વર્ષ 1958માં ‘વર્લ્ડ ડે ઑફ ધ ડેફ’ની શરૂઆત કરી હતી. આ દિવસે બધીરોના સામાજિક, આર્થિક અને રાજકીય અધિકારો અંગે લોકોમાં જાગૃતિ લાવવાની સાથે સમાજ અને દેશમાં તેમની ઉપયોગીતા વિશે પણ માહિતગાર કરે છે.
વર્લ્ડ ફેડરેશન ઓફ ધ ડેફ (WFD)ના આંકડા અનુસાર, દુનિયાભરમાં અંદાજે બહેરા લોકોની સંખ્યા લગભગ 70 લાખ જેટલી છે, જેમાંથી 80 ટકા વિકાસશીલ દેશોમાં વસવાટ કરે છે. ભારતમાં 2001ના આંકડા મુજબ દેશની એક અબજ વસ્તીમાં બહેરા લોકોની સંખ્યા લગભગ 13 લાખ હતી. બધિરો માટે શિક્ષણની પહોંચની ખાતરી કરવા હેતુ સરકારે સર્વ શિક્ષા અભિયાન હેઠળ વિશેષ પ્રશિક્ષિત શિક્ષકોની નિમણૂક કરી છે. આ ઉપરાંત બહેરાઓને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે વ્યાવસાયિક તાલીમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર (Ishwar Chandra Vidyasagar)
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર (Ishwar Chandra Vidyasagar) ભારતના પ્રખ્યાત સમાજ સુધારક, શિક્ષણવિદ અને સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમનો જન્મ વર્ષ 1820માં 26 સપ્ટેમ્બરના રોજ પશ્ચિમ બંગાળના મેદિનીપુર જિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ ઠાકુરદાસ બન્ધોપાધ્યાય અને માતાનું નામ ભગવતી દેવી હતુ. તેમને ગરીબો અને દલિતોના રક્ષક માનવામાં આવતા હતા. તેમણે સ્ત્રી શિક્ષણ અને વિધવા પુનર્લગ્ન પર ખૂબ ભાર મૂક્યો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ‘મેટ્રોપોલિટન સ્કૂલ’ સહિત અનેક મહિલા શાળાઓની સ્થાપના કરી અને વર્ષ 1848માં વૈતાલ પંચવિંશતિ નામની બંગાળી ભાષામાં પ્રથમ ગદ્ય રચનાનુંપણ પ્રકાશન કર્યુ હતુ. નૈતિક મૂલ્યોના રક્ષક અને શિક્ષણશાસ્ત્રી વિદ્યાસાગર માનતા હતા કે અંગ્રેજી અને સંસ્કૃત ભાષાના જ્ઞાનનું સમન્વય કરીને જ ભારતીય અને પશ્ચિમી પરંપરાઓમાંથી શ્રેષ્ઠ હાંસલ કરી શકાય છે. તેનું નિધન 29 જુલાઇ, 1891માં કલકત્તામાં થયુ હતુ.
પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ
- ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર (1820) – ભારતના પ્રખ્યાત સમાજ સુધારક, શિક્ષણશાસ્ત્રી અને સ્વાતંત્ર્ય સેનાની.
- ટી.એસ. એલિયટ (1888) – નોબેલ પુરસ્કાર વિજેતા અમેરિકન, અંગ્રેજી ભાષાના લેખક.
- મોહમ્મદ સલીમ (1912) – 16મી લોકસભામાં સાંસદ હતા.
- સુબેદાર જોગીન્દર સિંહ (1921) – સૈનિક પરમવીર ચક્રથી સમ્માનિત ભારતીય સૈનિક.
- દેવ આનંદ (1923) – ભારતીય ફિલ્મોના હીરો- અભિનેતા અને નિર્માતા.
- ડૉ. મનમોહન સિંહ (1932) – ભારતના પૂર્વ વડાપ્રધાન.
પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ
- લોર્ડ વેલેસ્લી (1842) – વર્ષ 1798-1805 સુધી ભારતના ગવર્નર-જનરલ હતા.
- લક્ષ્મણ કાશીનાથ કિર્લોસ્કર (1956) – ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ.
- ટી.બી. કુન્હા (1958) – ગોવાના સ્વાતંત્ર્ય સેનાની
- ઉદય શંકર (1977) – ભારતના પ્રખ્યાત ક્લાસિકલ ડાન્સ ડાન્સર, કોરિયોગ્રાફર અને બેલે ડાન્સર.
- હેમંત કુમાર (1989) – હિન્દી ફિલ્મોના પ્લેબેક ગાયક અને સંગીતકાર