આજનો ઇતિહાસ 27 નવેમ્બર : ગુરુનાનક જંયતિ; નેશનલ કેડેટ કોર્પ્સની સ્થાપના કેમ કરવામાં આવી? મધુશાલાાના લેખક કોણ છે?

Today History 27 Navember : આજે 27 નવેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે નેશનલ કેડેટ્સ કોર દિવસ છે. હિન્દુ પંચાગ અનુસાર દેવ દિવાળી, ગુર નાનક જયંતિ જેને પ્રકાશ પર્વ તરીકે ઉજવાય છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
November 27, 2023 04:30 IST
આજનો ઇતિહાસ 27 નવેમ્બર : ગુરુનાનક જંયતિ; નેશનલ કેડેટ કોર્પ્સની સ્થાપના કેમ કરવામાં આવી? મધુશાલાાના લેખક કોણ છે?
ભારતમાં દર વર્ષે ચોથા નવેમ્બરે નેશનલ કેડેટ કોર ડે ઉજવાય છે. (Photo - indiancc.nic.in)

Today History 27 Navember : આજે 27 નવેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે નેશનલ કેડેટ્સ કોર્પ્સ એટલે એનસીસી ડે છે. ભારતમાં દર વર્ષ નવેમ્બરના ચોથા રવિવારે એનસીસી દિવસ ઉજવાય છે. એનસીસીનો હેતુ દેશના યુવા યુવક અને યુવતીઓને સૈન્ય તાલીમ આપવી, સુરક્ષા દળો સહિત જીવનના તમામ ક્ષેત્રોમાં વધુ સારા નાગરિક બનાવવા અને આપણા મહાન દેશ માટે વધુ સારા ભાવિ નેતાઓનું સર્જન કરવાનો છે. આજે હિંદુ પંચાગ અનુસાર કારતક પુનમ છે જેને દેવ દિવાળી કહેવાય છે. આજે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકજીની જયંતિ છે, જેને પ્રકાશ પર્વ તરીકે ઉજવવામાં આવે છે. આજે હિન્દી સાહિત્યના પ્રસિદ્ધ સાહિત્યકાર જેમણે મધુશાલા કાવ્યસંગ્રહના લેખર હરિવંશરાય બચ્ચનાની જન્મજયંતિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

27 નવેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1001 – હિંદુ રાજા જયપાલને આક્રમણખોર મહમૂદ ગઝનીએ હરાવ્યો.
  • 1095 – પોપ અર્બન દ્વિતીય એ પ્રથમ ક્રુસેડ (ધર્મ યુદ્ધ)નો ઉપદેશ આપ્યો.
  • 1795 – પ્રથમ બંગાળી નાટકનું મંચન થયું.
  • 1807 – પોર્ટુગલના રાજવી પરિવારે નેપોલિયનની સેનાના ડરથી લિસ્બન છોડી દીધું.
  • 1815 – પોલેન્ડના રાજ્યએ બંધારણ અપનાવ્યું.
  • 1895 – આલ્ફ્રેડ નોબેલે નોબેલ પુરસ્કારની સ્થાપના કરી.
  • 1912 – અલ્બેનિયાએ રાષ્ટ્રીય ધ્વજ અપનાવ્યો.
  • 1932 – પોલેન્ડ અને તત્કાલીન સોવિયેત સંઘે બિન-આક્રમક કરાર પર હસ્તાક્ષર કર્યા.
  • 1949 – જબલપુરના રહેવાસીઓએ દાન એકત્રિત કર્યું અને મ્યુનિસિપલ પ્રાંગણમાં સુભદ્રા કુમારી ચૌહાણ જીની આજીવન પ્રતિમા સ્થાપિત કરી, જેનું અનાવરણ કવયિત્રી અને તેની બાળપણની મિત્ર મહાદેવી વર્મા દ્વારા કરવામાં આવ્યું હતું.
  • 1966 – ઉરુગ્વેએ બંધારણ અપનાવ્યું.
  • 1995 – મિર વેનેઝુએલાના જોકેલીન એગ્વીલેરા માર્કાનો ‘મિસ વર્લ્ડ 1995’ બની.
  • 2000 – ફ્લોરિડામાં પડેલા મતોની ગણતરીમાં જ્યોર્જ બુશ 537 મતોથી જીત્યા, ફ્લોરિડામાં વિજય બાદ જ્યોર્જ બુશ જુનિયરનો યુએસ પ્રમુખપદનો દાવો.
  • 2002 – બેલારુસના વડા પ્રધાન ગેન્નાડી વી નોવિત્સ્કી ભારતની મુલાકાતે નવી દિલ્હી આવ્યા.
  • 2004 – ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ જુઆન સોમાવિયા ભારતની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા.
  • 2008- ઉત્તર પ્રદેશ છઠ્ઠું પગાર પંચ આપનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજોના પગારમાં ત્રણ ગણો વધારો કરવાની લીલી ઝંડી આપી દીધી છે.
  • 2014 – ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ફિલિપ હ્યુજીસનું બાઉન્સરથી ઘાયલ થતાં મૃત્યુ થયું.

આ પણ વાંચો | 26 નવેમ્બરનો ઇતિહાસ : 26/11 મુંબઇ આંતકવાદી હુમલાની 15મી વર્ષગાંઠ, ભારતીય બંધારણના જનક કોને કહેવાય છે?

નેશનલ કેડેટ કોર્પ્સ ડે/ એનસીસી (National Cadet Corps Day / NCC)

નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) એ વિશ્વની સૌથી મોટી ગણવેશધારી યુવા સંસ્થા છે. તે ભારતીય સૈન્ય કેડેટ કોર્પ્સ છે અને તેનું મુખ્ય મથક નવી દિલ્હીમાં છે. તે સ્વૈચ્છિક ધોરણે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે હોય છે. નેશનલ કેડેટ કોર્પ્સ ડે દર વર્ષે નવેમ્બરના ચોથા રવિવારે ઉજવવામાં આવે છે. વર્ષ 1946માં દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુના આદેશ પર પંડિત એચ.એન. કુંઝરુ હેઠળ એક સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. આમ નેશનલ કેડેટ કોર્પ્સની 16 જુલાઈ 1948ના રોજ ભારતના રક્ષા મંત્રાલય હેઠળ 1948માં એનસીસીના XXXI એક્ટ હેઠળ અસ્તિત્વમાં આવ્યું હતુ. એનસીસીનો હેતુ દેશના યુવા યુવક અને યુવતીઓને સૈન્ય તાલીમ આપવી, સુરક્ષા દળો સહિત જીવનના તમામ ક્ષેત્રોમાં વધુ સારા નાગરિક બનાવવા અને આપણા મહાન દેશ માટે વધુ સારા ભાવિ નેતાઓનું સર્જન કરવાનો છે.

આ પણ વાંચો | 25 નવેમ્બરનો ઇતિહાસ : ઇન્ટરનેશનલ મીટલેસ ડે કેમ ઉજવાય છે? સાધુ ટીએલ વાસવાણી કોણ હતા?

27 નવેમ્બરમાં પ્રસિદ્ધ વ્યક્તિઓની જન્મજયંતિ

  • બપ્પી લાહિરી (1952) – ફિલ્મ ફિલ્મના સંગીતકાર અને ગાયક.
  • ક્વિન ઓજા (1950) – અસમના રાજકારણી.
  • ઇસ્માઇલ ઓમર ગુલેહ (1947) – જીબુટીના વર્તમાન રાષ્ટ્રપતિ છે.
  • મૃદુલા સિંહા (1942) – ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગોવાના ભૂતપૂર્વ રાજ્યપાલ હતા.
  • કાશી પ્રસાદ જયસ્વાલ (1881) – ભારતના પ્રખ્યાત ઈતિહાસકાર અને પુરાતત્વના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન.
  • ગણેશ વાસુદેવ માવલંકર (1888) – પ્રખ્યાત સ્વતંત્રતા સેનાની અને લોકસભાના પ્રથમ સ્પીકર હતા.
  • હરિવંશરાય બચ્ચન (1907) – પ્રખ્યાત કવિ અને લેખક.
  • બ્રુસ લી (1940) – માર્શલ આર્ટ લિજેન્ડ.

આ પણ વાંચો | 24 નવેમ્બરનો ઇતિહાસ : ભારતના પ્રથમ સ્વતંત્રતા સેનાની કોણ હતા? ચલાવાડા નરસિમ્હા રેડ્ડીને કેમ ફાંસી આપવામાં આવી હતી?

27 નવેમ્બરમાં પ્રસિદ્ધ વ્યક્તિઓનું અવસાન

  • મોહમ્મદ અઝીઝ (2018) – ફિલ્મના પ્લેબેક ગાયક.
  • વિશ્વનાથ પ્રતાપ સિંહ (2008) – ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન.
  • સુલતાન ખાન (2011) – ભારતના પ્રખ્યાત સારંગી વાદક અને શાસ્ત્રીય ગાયક.
  • શિવમંગલ સિંહ સુમન (2002) – પ્રખ્યાત પ્રગતિશીલ કવિ.
  • લક્ષ્મીબાઈ કેલકર (1978) – ભારતના પ્રખ્યાત સમાજ સુધારક હતા.
  • ગજાનન ત્ર્યંબક માડખોલકર (1976) – મરાઠી નવલકથાકાર, વિવેચક અને પત્રકાર હતા.

આ પણ વાંચો | 23 નવેમ્બરનો ઇતિહાસ : વૃક્ષોમાં પણ જીવ છે તેવું સાબિત કરનાર ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા, બંગાળ વિજ્ઞાન સાહિત્યના પિતા કોને કહેવાય છે?

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ