આજનો ઇતિહાસ 28 ડિસેમ્બર: ભારતના શેરબજારના પિતા કોને કહેવામાં આવે છે?

Today History 28 December : આજે તારીખ 28 ડિસેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના બે દિગ્ગજ ઉદ્યોગપતિ ધીરૂ ભાઇ અંબાણી અને રતન ટાટા તેમજ ભારતના પૂર્વ નાણાંમંત્રી અરુણ જેટલીનો પણ જન્મદિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે...

Written by Ajay Saroya
Updated : December 28, 2023 07:55 IST
આજનો ઇતિહાસ 28 ડિસેમ્બર: ભારતના શેરબજારના પિતા કોને કહેવામાં આવે છે?
ધીરુ ભાઇ અંબાણી, રતન ટાટા અને અરુણ જેટલીનો 28 ડિસેમ્બરે બર્થ ડે હોય છે. (Photo - ieGujarati.com)

Today history 28 December : આજે તારીખ 28 ડિસેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના બે દિગ્ગજ ઉદ્યોગપતિ ધીરૂ ભાઇ અંબાણી અને રતન ટાટા તેમજ ભારતના પૂર્વ નાણાંમંત્રી અરુણ જેટલીનો પણ જન્મદિવસ છે. રિલાયન્સ ગ્રૂપના સ્થાપક ધીરૂભાઇ અંબાણીને ભારતના મૂડી બજારના પિતા કહેવામાં આવે છે. ઉપરાંત આજના દિવસ જ અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં આમ આદમી પાર્ટીએ (aam aadmi party) પહેલીવાર ચૂંટણી જીતીને દિલ્હીમાં કોંગ્રેસના સમર્થનથી સરકાર બનાવી હતી. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

28 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 2013 – આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના સમર્થનથી દિલ્હીમાં સરકાર બનાવી.
  • 2008 – આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કવિ અને લેખક પ્રો. સુરેશ વાત્સ્યાયનનું અવસાન થયું.
  • 2007 – રશિયાએ ઈરાનના બુશેહર પાવર પ્લાન્ટમાં પરમાણુ ઈંધણનો બીજો માલ મોકલ્યો.
  • 2003 – ઇઝરાયેલે કઝાકિસ્તાનના બાંકનુર સ્પેસ સ્ટેશનથી બીજો કોમર્શિયલ સેટેલાઇટ લોન્ચ કર્યો. અમેરિકામાં બ્રિટને કેટલાક એરક્રાફ્ટમાં સ્કાય માર્શલ્સ એટલે કે સુરક્ષા રક્ષકોને તૈનાત કરવાનો નિર્ણય લીધો.
  • 2002-પ્રસિદ્ધ ફેશન ફોટોગ્રાફર હાર્વે રિટ્સનું લોસ એન્જલસમાં અવસાન થયું.
  • 2000 – ભારતીય ટપાલ વિભાગ દ્વારા વીરતા પુરસ્કાર વિજેતાઓના સન્માનમાં પાંચ સ્ટેમ્પના સમૂહમાં ત્રણ રૂપિયાની ટપાલ ટિકિટ જારી કરવામાં આવી.
  • 1995 – પોલીશ સંશોધક માર્કે કાર્મિન્સ્કી એક જ વર્ષમાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર ધ્વજ ફરકાવનાર પ્રથમ વ્યક્તિ બન્યા, વિશ્વ સિનેમાનો બીજી સદીમાં પ્રવેશ.
  • 1984 – શ્રી રાજીવ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે લોકસભાની ચૂંટણી જીતી.
  • 1976 – અમેરિકાએ નેવાડામાં પરમાણુ પરીક્ષણ કર્યું.
  • 1974 – પાકિસ્તાનમાં 6.3 તીવ્રતાના ભૂકંપમાં 5200 લોકો મૃત્યુ પામ્યા.
  • 1966 – ચીને લોપ નોરમાં પરમાણુ પરીક્ષણ કર્યું.
  • 1957 – સોવિયેત સંઘે પરમાણુ પરીક્ષણ કર્યું.
  • 1950 – ધી પીક ડિસ્ટ્રિક્ટ બ્રિટનનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું.

આ પણ વાંચો | 27 ડિસેમ્બરનો ઇતિહાસ : ભારતનું રાષ્ટ્રગાન જન ગણ મન પહેલીવાર ક્યા અને ક્યારે ગવાયુ હતુ?

  • 1942 – રોબર્ટ સુલિવાન એટલાન્ટિક મહાસાગર ઉપર સો વખત ઉડાન ભરનાર પ્રથમ પાઇલટ બન્યા.
  • 1928 – કલકત્તામાં પહેલીવાર બોલતી ફિલ્મ ‘મેલોડી ઓફ લવ’ દર્શાવવામાં આવી હતી.
  • 1926 – ઈમ્પિરિયલ એરવેઝે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પેસેન્જર અને ટપાલ સેવા શરૂ કરી.
  • 1908 – ઇટાલીના મેસિનામાં ભૂકંપમાં લગભગ 80 લોકો માર્યા ગયા.
  • 1906 – દક્ષિણ અમેરિકન દેશ ઇક્વાડોર એ તેનું બીજું ઉદાર બંધારણ અપનાવ્યું.
  • 1896-ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોલકાતા અધિવેશનમાં પ્રથમ વખત વંદે માતરમ્ ગાવામાં આવ્યું હતું.
  • 1885 – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રથમ અધિવેશન બોમ્બેમાં યોજાયું હતું, જેમાં 72 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.
  • 1836 – સ્પેને મેક્સિકોની સ્વતંત્રતાને માન્યતા આપી.
  • 1767 – રાજા તાક્સીન થાઈલેન્ડના રાજા બન્યા અને થોનબુરીને પોતાની રાજધાની બનાવી.
  • 1668 – મરાઠા શાસક શિવાજીના પુત્ર સંભાજીનું મુઘલ શાસક ઔરંગઝેબે કેદ કરીને ત્રાસ આપવાને કારણે મૃત્યુ થયું.

આ પણ વાંચો | 26 ડિસેમ્બરનો ઇતિહાસ: ભારતમાં વીર બાળ દિવસ કેમ અને ક્યારથી ઉજવાય છે? શીખ ધર્મ માટેકેમ ખાસ દિવસ છે

26 ડિસેમ્બર – પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • અરુણ જેટલી – (1952) ભારતીય રાજકારણી.
  • રતન ટાટા – (1937) ભારતીય ઉદ્યોગપતિ.
  • ધીરુભાઈ અંબાણી (1932) – ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ગ્રૂપના સ્થાપક હતા.તેમને ભારતીય શેરબજારના પિતા કહેવામં આવે છે.
  • નેરેલા વેણુ માધવ (1932) – એક ભારતીય મિમિક્રી કલાકાર હતા.
  • ગજાનન ત્ર્યંબક માડખોલકર – (1900) મરાઠી નવલકથાકાર, વિવેચક અને પત્રકાર હતા.

આ પણ વાંચો | 25 ડિસેમ્બરનો ઇતિહાસ : નાતાલની ઉજવણી; સુશાસન દિવસ કેમ અને ક્યારથી ઉજવાય છે?

26 ડિસેમ્બર – પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • સુંદર લાલ પટવા – (2016) ભારતીય જનતા પાર્ટીના રાજકારણી અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ 11મા મુખ્ય પ્રધાન.
  • શાંતા રાવ – (2007) પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્યાંગના હતા.
  • કુશાભાઉ ઠાકરે – (2003) 1998 થી 2000 સુધી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા.
  • સુમિત્રાનંદન પંત – (1977) હિન્દી કવિ.
  • હીરા લાલ શાસ્ત્રી – (1974) પ્રખ્યાત રાજકારણી અને રાજસ્થાનના પ્રથમ મુખ્યમંત્રી.
  • ચક્રવર્તી રાજગોપાલાચારી – (1972) વકીલ, લેખક, રાજકારણી અને ફિલોસોફર.
  • સુંદરલાલ શર્મા – (1940) બહુમુખી પ્રતિભાથી સમૃદ્ધ, છત્તીસગઢ રાજ્યમાં સામાજિક ક્રાંતિ અને જનજાગરણના પ્રણેતા.
  • એ. ના. એન્ટની – (1940) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી, કેરળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન.

આ પણ વાંચો | 24 ડિસેમ્બરનો ઇતિહાસ: ક્યા એથ્લેટિક્સને ગોલ્ડન બોય કહેવામાં આવે છે? રાષ્ટ્રીય ગ્રાહક દિવસ કેમ ઉજવાય છે?

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ