Today history 30 December : આજે તારીખ 30 ડિસેમ્બર, 2022 (30 december) છે. હિન્દુ પંચાગ (hindu panchang tithi) અનુસાર આજે તિથિ પોષ સુદ આઠમ છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે દેશમાં ઇસરો જેવી મહત્વપૂર્ણ અંતરિક્ષ સંશોધન કેન્દ્ર સ્થાપના અને ભારતને સ્પેસ રિસર્ચમાં ઉંચાઇઓ સુધી પહોંચાડનાર મહાન વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઇની પુષ્ણતિથિ છે. તેમનું 1971માં આજની તારીખ કેરળ ખાતે અવસાન થયુ હતુ. તેઓને ભારતના અવકાશ યુગના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ઉપરાંત આજના દિવસે જ પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા મૃણાલ સેન અને હિન્દી ભાષાના મહાન કવિ દુષ્યંત કુમારનું અવસાન થયુ હતુ. આઝારી પૂર્વેના ઘટનાક્રમ પર એક નજર કરીયે તો વર્ષ 1803માં આજની તારીખે બ્રિટનની ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ દિલ્હી, આગ્રા તથા ભરૂચ પર કબજો મેળવ્યો હતો. જાણો ઇતિહાસની તવારીખમાં (Today history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
30 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 2012 – પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં 19 લોકોના મોત.
- 2008 – સૂર્યશેખ ગાંગુલીએ 46મી નેશનલ ચેસ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું.
- 2007- સ્વર્ગસ્થ બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ તરીકે ચૂંટાયા.
- 2006 – ઈરાકના ભૂતપૂર્વ કથિત સરમુખત્યાર સદ્દામ હુસૈનને ફાંસી આપવામાં આવી.
- 2003 – ઓસ્ટ્રેલિયાએ ભારત સામે મેલબોર્ન ટેસ્ટ 9 વિકેટે જીતી.
- 2002 – ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ સામે ચોથી એશિઝ ટેસ્ટ જીતી.
- 2001 – લશ્કર-એ-તૈયબાના સ્થાપક વડા હાફિઝ મોહમ્મદની પાકિસ્તાનમાં ધરપકડ; મહમૂદ અઝહરને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
- 2000 – જનરલ ઉમર-ઇલ બશિલ ફરીવાર સુદાનના પ્રમુખ તરીકે ચૂંટાયા, કોલંબિયાને વિશ્વનો સૌથી હિંસક અને ખતરનાક દેશ જાહેર કરાયો.
- 1996 – ગ્વાટેમાલામાં છેલ્લા 36 વર્ષથી ચાલી રહેલા ગૃહયુદ્ધનો અંત આવ્યો.
આ પણ વાંચોઃ 29 ડિસેમ્બર અભિનેતા રાજેશ ખન્ના અને ‘રામાયણ’ સિરિયલના નિર્માતા રામાનંદ સાગરનો જન્મદિન
- 1979 – પશ્ચિમ આફ્રિકન દેશ ટોગોએ બંધારણ અપનાવ્યું.
- 1975 – આફ્રિકન દેશ મેડાગાસ્કરમાં બંધારણનો સ્વીકાર કર્યો.
- 1949 – ભારતે ચીનને માન્યતા આપી.
- 1943 – સ્વાતંત્ર્ય સેનાની સુભાષ ચંદ્ર બોઝે પોર્ટ બ્લેર ખાતે ભારતની આઝાદીનો ધ્વજ ફરકાવ્યો.
- 1935 – ઇટલીના લડાકુ વિમાનના હુમલામાં આફ્રિકન દેશ ઇથોપિયા સ્થિત સ્વીડનનું રેડ ક્રોસ યુનિટ નષ્ટ થયું.
- 1922 – રશિયાની રાજધાની મોસ્કોના બોલશોઈ થિયેટરમાંથી સોવિયેત સંઘની રચનાની ઔપચારિક જાહેરાત કરવામાં આવી.
- 1906 – ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગની ઢાકા (હાલ બાંગ્લાદેશ)માં સ્થાપના થઈ.
- 1893 – રશિયા અને ફ્રાન્સે લશ્કરી કરાર પર હસ્તાક્ષર કર્યા.
- 1873 – અમેરિકાના ન્યુયોર્કમાં માપન અને વજન માટે મેટ્રોલોજીકલ સોસાયટીની રચના.
- 1803 – બ્રિટનની ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ દિલ્હી, આગ્રા અને ભરૂચ પર કબજો કર્યો. જાપાનની રાજધાની ટોક્યોમાં ભૂકંપના કારણે 1703-37 હજાર લોકોના મોત થયા હતા.
આ પણ વાંચોઃ 28 ડિસેમ્બર દિગ્ગજ ઉદ્યોગપતિ ધીરુભાઇ અંબાણી, રતન ટાટાનો જન્મદિવસ
મહાન વ્યક્તિઓની જન્મજયંતિ
- હનુમપ્પા સુદર્શન – (1950 ) પ્રખ્યાત સામાજિક કાર્યકર હતા.
- વેદ પ્રતાપ વૈદિક – (1944) ભારતના પ્રખ્યાત રાજકીય વિશ્લેષક, વરિષ્ઠ પત્રકાર અને હિન્દી પ્રેમી.
- મેન્યુઅલ એરોન – (1935) ભારતના પ્રથમ ચેસ માસ્ટર છે.
- પ્રકાશવીર શાસ્ત્રી – (1923) સંસદના લોકસભા સભ્ય અને સંસ્કૃતના વિદ્વાન તેમજ આર્ય સમાજના નેતા તરીકે પ્રખ્યાત.
- આચાર્ય રઘુવીર – (1902) એક મહાન ભાષાશાસ્ત્રી, પ્રસિદ્ધ વિદ્વાન, રાજકીય નેતા અને ભારતીય પરંપરાના ઋષિ હતા.
- રમણ મહર્ષિ – (1879) વીસમી સદીના મહાન સંત અને સામાજિક કાર્યકર.
- રુડયાર્ડ કિપલિંગ – (1865) નોબલ પુરસ્કારથી સમ્માનિત બ્રિટિશ લેખક અને કવિ હતા.
આ પણ વાંચોઃ 27 ડિસેમ્બરે પહેલીવાર રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ ગાવામાં આવ્યું
ISROના સ્થાપક અને અવકાશ યુગના પિતા એટલે ‘વિક્રમ સારાભાઇ’
આજે 30 ડિસેમ્બર એટલે ભારતના મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઇની પુણ્યતિથિ છે. 12 ઓગસ્ટ 1919ના રોજ વિક્રમ સારાભાઈનો જન્મ અમદાવાદ સ્થિત ભારતના સંપન્ન ધનાઢ્ય પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ અંબાલાલ અને માતાનું નામ સરલાદેવી હતુ. વિક્રમ સારાભાઇના આઠ ભાઇ-બહેન હતા. એક્સપેરિમેન્ટલ સેટેલાઈટ કોમ્યુનિકેશન અર્થ સ્ટેશન તેમજ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈજેશન (ઇસરો) દ્વારા તેમણે ભારતને અવકાશ યુગમાં ઉચ્ચ સ્થાને પહોચાડ્યું હતુ. આથી તેઓને અવકાશ યુગના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે.
તેમણે પ્રાથમિક શિક્ષણ નિષ્ણાંત શિક્ષકો પાસેથી ઘરે જ મેળવ્યું. તેમણે ઇન્ટરમીડિયેટ વિજ્ઞાનની પરીક્ષા પાસ કર્યા પછી અમદાવાદની ગુજરાત કોલેજમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ પછી તેઓ ઈંગ્લેન્ડ ગયા અને ‘કેમ્બ્રિજ યુનિવર્સિટી’ની સેન્ટ જોન્સ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. તેમણે 1940માં કેમ્બ્રિજમાંથી નેચરલ સાયન્સમાં ટ્રિપોસ કર્યું હતુ.

બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થતા તેઓ ભારત પરત ફર્યા અને બેંગ્લોરમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં જોડાયા અને ત્યાં નોબેલ પારિતોષિક વિજેતા સીવી રામનના માર્ગદર્શન હેઠળ કોસ્મિક કિરણોમાં સંશોધન શરૂ કર્યું. બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થયા બાદ તેઓ 1945માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પરત ફાર્યા અને વર્ષ 1947માં ‘કોસ્મિક રે ઇન્વેસ્ટિગેશન ઇન ટ્રોપીકલ લેટિટ્યૂડ્ઝ’ એ વિષય પર શોધ નિબંધ રજૂ કરી પીએચડીની પદવી પ્રાપ્ત કરી હતી.
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા તેને ટૂંકમાં ઇસરોના નામે ઓળખવામાં આવે છે તેની સ્થાપના કરવામાં વિક્રમ સારાભાઇએ મોટી ભૂમિકા ભજવી છે. રશિયાના સ્પુટનીક લોન્ચ પછી, ભારત જેવા વિકાશશીલ દેશ માટે અવકાશ કાર્યક્રમની જરૂરિયાતને તેમણે સરકારને સફળતાપૂર્વક સમજાવી.
ભારતના પ્રથમ રોકેટ લોન્ચિંગ કેન્દ્રની સ્થાપના માટે ડૉ. ભાભાએ ડૉ. સારાભાઈને સહકાર આપ્યો. આ સ્પેસ સેન્ટર માટે કેરળમાં અરબી સમુદ્રના કિનારે તિરુવનંતપુરમ શહેર પાસે થુમ્બા ગામની પસંદગી કરવામાં આવી જેનું મુખ્ય કારણ તે વિષુવવૃતથી નજીક હોવાનું છે. તેમણે બહુ જ મહેનત બાદ નવેમ્બર 21, 1963ના રોજ ભારતનું પ્રથમ રોકેટ સોડિયમ વેપર પેલોડ લઇને ઊડાવ્યું હતુ. અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસા સાથેના સંવાદોના પરિણામે, જુલાઇ 1975-1976 દરમિયાન ઉપગ્રહ સંચાલિત ટેલિવિઝન પ્રાયોગીક ધોરણે શરૂઆત થઇ. ડૉ. વિક્રમ સારાભાઈના અથાક પ્રયત્નોથી 1975માં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિયાના કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મુકવામાં આવ્યો.
ભારતને અવકાશની દુનિયામાં મહાન ઉંચાઈઓ પર લઈ જનાર અને વિજ્ઞાનની દુનિયામાં દેશનો ધ્વજ લહેરાવનાર મહાન વૈજ્ઞાનિક ડૉ.વિક્રમ સારાભાઈનું 30 ડિસેમ્બર, 1971ના રોજ કોવલમ, તિરુવનંતપુરમ, કેરળ ખાતે નિધન થયુ હતું.
આ પણ વાંચોઃ 26 ડિસેમ્બર ભારતમાં ‘વીર બાળ દિવસ’ની ઉજવણી શરૂઆત થઇ
આજની તારીખે કોનું અવસાન થયું
- મૃણાલ સેન – (2018) ભારતના પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા અને નિર્દેશક હતા.
- જે. બી. મોરૈશ – (2014) કોંકણી ભાષાના કવિ અને લેખક હતા.
- રાજેન્દ્ર અવસ્થી – (2009) ભારતના પ્રખ્યાત લેખક, પત્રકાર અને ‘કાદમ્બિની પત્રિકા’ના સંપાદક.
- રઘુવીર સહાય – (1990) હિન્દી ભાષાના લેખક અને પત્રકાર.
- દુષ્યંત કુમાર – (1975) પ્રસિદ્ધ હિન્દી કવિ અને ગઝલકાર.
- વિક્રમ સારાભાઈ – (1971) વિક્રમ સારાભાઇ એ ભારતના મહાન વૈજ્ઞાનિક હતા. 12 ઓગસ્ટ 1919ના રોજ અમદાવાદમાં જન્મેલા વિક્રમ સારાભાઇનું 30 ડિસેમ્બર 1971ના રોજ તિરૂવંતપુરમમાં નિધન થયુ હતુ.
- ટ્રિગ્વી લી – (1968) પ્રખ્યાત મજૂર નેતા, રાજ્ય અધિકારી, નોર્વેીયન રાજકારણી અને જાણીતા લેખક હતા.
- માર્ટિન – (1706) પુડુચેરીના સ્થાપક અને ગવર્નર જનરલ.