Today history આજનો ઇતિહાસ 31 ઓગસ્ટ: વિશ્વ સંસ્કૃત દિવસ કેમ ઉજવાય છે? સંસ્કૃત ભાષા કેટલી જૂની છે? જાણો

Today history 31 August: આજે 31 ઓગસ્ટ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ સંસ્કૃત દિવસ છે. આજે હિન્દી અને પંજાબી અને હિન્દી ભાષાના પ્રખ્યાત સાહિત્યકાર અમૃતા પ્રિતમનો જન્મદિન છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Written by Ajay Saroya
Updated : August 31, 2023 10:00 IST
Today history આજનો ઇતિહાસ 31 ઓગસ્ટ: વિશ્વ સંસ્કૃત દિવસ કેમ ઉજવાય છે? સંસ્કૃત ભાષા કેટલી જૂની છે? જાણો
ભારતની સંસ્કૃત ભાષા એ વિશ્વની સૌથી પ્રાચીનત્તમ ભાષા છે. (Source: Getty/Thinkstock)

Today history 31 August: આજે 31 ઓગસ્ટ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ સંસ્કૃત દિવસ છે. સંસ્કૃત ભાષાના પ્રચાર – પ્રસાર માટે આ દિવસ ઉજવાય છે. આજે હિન્દી અને પંજાબી અને હિન્દી ભાષાના પ્રખ્યાત સાહિત્યકાર અમૃતા પ્રિતમનો જન્મદિન છે તો ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને નાણાં પ્રધાન પ્રણવ મુખરજીની પુણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે.

31 ઓગસ્ટની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1881 – અમેરિકામાં પ્રથમ વખત ટેનિસ ચેમ્પિયનશિપ રમાઈ.
  • 1920 – અમેરિકન શહેર ડેટ્રોઇટમાં રેડિયો પર પ્રથમ વખત સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા.
  • 1956 – ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે રાજ્ય પુનર્ગઠન બિલને મંજૂરી આપી.
  • 1959 – અમેરિકન બેઝબોલ ખેલાડી સેન્ડી કૌફેક્સે નેશનલ લીગનો રેકોર્ડ બનાવ્યો.
  • 1962 – કેરેબિયન દેશો ટોબેગો અને ત્રિનિદાદ બ્રિટનથી સ્વતંત્ર થયા.
  • 1964 – કેલિફોર્નિયા સત્તાવાર રીતે અમેરિકાનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય બન્યું.
  • 1968 – ભારતમાં ટૂ- સ્ટેજ રાઉન્ડિંગ રોકેટ રોહિણી-MSV1 સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું.
  • 1983 – ભારતનો ઉપગ્રહ INSAT-1B અમેરિકાના સ્પેસ શટલ ચેલેન્જરથી લોન્ચ કરવામાં આવ્યો.
  • 1990 – પૂર્વ અને પશ્ચિમ જર્મનીએ રાજકીય અને કાનૂની પ્રણાલીઓને સુમેળ સાધવા માટે સંધિ પર હસ્તાક્ષર કર્યા.
  • 1991 – ઉઝબેકિસ્તાન અને કિર્ગિસ્તાને સોવિયત સંઘથી સ્વતંત્રતા જાહેર કરી.
  • 1993 – રશિયાએ લિથુઆનિયામાંથી તેના છેલ્લા સૈનિકોને પાછા ખેંચ્યા.
  • 1995 – પ્રથમ વખત એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે ચીનમાં માનવાધિકારો સામે વાંધો ઉઠાવ્યો.
  • 1996 – બ્રિટનની લેબર પાર્ટીએ પણ ભારતની તર્જ પર સીટીબીટીનો પ્રસ્તાવ મૂક્યો. નિઃશસ્ત્રીકરણ પરની સંધિની જોગવાઈનો વિરોધ કર્યો જેમાં નિઃશસ્ત્રીકરણ પરની પરિષદના સભ્ય દેશોએ સંધિ પર હસ્તાક્ષર કરવા જરૂરી છે.
  • 1997 – બ્રિટનની રાજકુમારી અને પ્રિન્સ ચાર્લ્સની ભૂતપૂર્વ પત્ની ડાયનાનું પેરિસમાં કાર અકસ્માતમાં મૃત્યુ થયુ.
  • 1998 – ઉત્તર કોરિયાએ જાપાન પર બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી.
  • 1999 – સંયુક્ત રાષ્ટ્ર અને પશ્ચિમી દેશોએ પૂર્વ તિમોરની સ્વતંત્રતા માટે શાંતિપૂર્ણ રીતે હાથ ધરાયેલા લોકમત પર સંતોષ વ્યક્ત કર્યો.
  • 2002 – પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે તેમનું નામાંકન પત્ર પાછું ખેંચ્યું.
  • 2004 – ઇટાલિયન જનરલ ગિડો પામેરી એક વર્ષ માટે ભારત અને પાકિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્રના નિરીક્ષક જૂથના મુખ્ય લશ્કરી નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
  • 2005 – ઈરાકની રાજધાની બગદાદમાં ધાર્મિક પ્રસંગમાં આત્મઘાતી હુમલાના ભયને કારણે નાસભાગમાં 816 લોકો માર્યા ગયા.
  • 2008- ભારત સરકારે અમરનાથ જમીન વિવાદ ઉકેલ્યો.
  • 2009- ભારતીય સામાજિક કાર્યકર્તા દીપ જોશી સહિત એશિયાની છ વ્યક્તિઓને 31 ઓગસ્ટે મનીલામાં વર્ષ 2009 માટેના ‘રેમન મેગ્સેસે એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો | 30 ઓગસ્ટનો ઇતિહાસ: લઘુ ઉદ્યોગ દિવસ, આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસનું મહત્વ જાણો

વિશ્વ સંસ્કૃત દિવસ (World Sanskrit Day)

વિશ્વ સંસ્કૃત દિવસ દુનિયાભરમાં સંસ્કૃત ભાષાના પ્રચાર- પ્રસાર માટે ઉજવાય છે. વિશ્વ સંસ્કૃત દિવસ હિન્દુ કેલેન્ડર અનુસાર શ્રાવણ માસની પુનમ તિથિના રોજ ઉજવાય છે. આ વખતે આ તિથિ 31 ઓગસ્ટના રોજ છે. આથી આજે ભારતભરમાં વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી થશે, તેને સંસ્કૃતમાં ‘વિશ્વસંસ્કૃત દિનમ’ પણ કહેવામાં આવે છે. આ દિવસની ઉજવણી વર્ષ 1969માં શરૂ થઈ હતી. વિશ્વ સંસ્કૃત દિવસ 2022 આ વર્ષે 12 ઓગસ્ટે ઉજવવામાં આવી રહ્યો છે.

વૈજ્ઞાનિક રીતે, સંસ્કૃત ભાષા એ ઈન્ડો-યુરોપિયન કુળની ભાષા છે. યુરોપિયન ભાષાઓ જેવી કે ગ્રીક, લેટિન, અંગ્રેજી, રશિયન, ફ્રેન્ચ, સ્પેનિશ વગેરેને પણ આ કુળની ભાષાઓ કહેવામાં આવે છે. આ જ કારણ છે કે સમાન ધ્વનિ અને અર્થ ધરાવતા ઘણા શબ્દો આ ભાષાઓમાં જોવા મળે છે. ભારતમાં 5000 વર્ષ સુધી સંસ્કૃત ભાષા બોલાતી હતી. ત્યારબાદના 1500 વર્ષમાં (ઇ.સ. 1000 સુધી) પાલી, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓનો યુગ હતો. ઇ.સ. 1000થી આજ સુધી વિવિધ આધુનિક ઈન્ડો-આર્યન ભાષાઓ વિવિધ અપભ્રંશમાંથી વિકસિત થઈ છે.

આ પણ વાંચો |  29 ઓગસ્ટનો ઇતિહાસ: ભારતના હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિની રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવણી

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

  • અમૃતા પ્રીતમ (1919) – પંજાબી અને હિન્દી ભાષાના પ્રખ્યાત કવયિત્રી, નવલકથાકાર અને સાહિત્યકાર.
  • પલ્લમ રાજુ (1962) – પ્રખ્યાત રાજકારણી
  • ઋતુપર્ણો ઘોષ (1963) – બંગાળી ફિલ્મોના પ્રખ્યાત નિર્દેશક, લેખક અને અભિનેતા.
  • શિવાજી સાવંત (1940) – મરાઠી ભાષાના પ્રખ્યાત સાહિત્યકાર.
  • સૈયદ હસન ઇમામ (1871) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ

આ પણ વાંચો | 28 ઓગસ્ટનો ઇતિહાસ: રેડિયો કોમર્શિયલ ડે, શહીદ કેપ્ટન અર્જુન નય્યરની જન્મજયંતિ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • પ્રણવ મુખર્જી (2020) – ભારતના 13મા રાષ્ટ્રપતિ.
  • કાશ્મીરી લાલ ઝાકિર (2016) – પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત પ્રસિદ્ધ ઉર્દૂ કવિ.
  • વિજયશંકર મલ્લ (2003) – તેમણે ભારતેન્દુ કાળના ગદ્યને “હસમુખ ગદ્ય” તરીકે સંજ્ઞા આપી હતી.
  • બીઅંત સિંહ (1995) – પંજાબના પૂર્વ મુખ્યમંત્રી હતા.
  • ગોપાલ સ્વરૂપ પાઠક (1982) – ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હતા.

આ પણ વાંચો | 27 ઓગસ્ટનો ઇતિહાસ: રાષ્ટ્રીય પેટ્રોલિયમ દિવસ, સુવર્ણ મંદિરમાં ગુરુ ગ્રંથ સાહેબ સ્થાપિત કરાયા

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ