scorecardresearch

Today history 4 February : આજનો ઇતિહાસ 4 ફેબ્રુઆરી – આજે ‘વર્લ્ડ કેન્સર ડે’ અને ફેસબુકનો સ્થાપના દિવસ

Today history 4 February : આજે 4 ફેબ્રુઆરી 2023 (4 February) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વર્લ્ડ કેન્સર ડે (world cancer day) છે. વર્ષ 2000થી 4 ફેબ્રુઆરીને વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવાય છે. ઉપરાંત વર્ષ 2004માં આજના દિવસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક (Facebook) લોન્ચ કરવામાં આવ્યું હતુ. ઉપરાંત આજે ભારતના સંગીત ક્ષેત્રના પંડિત ભીમસેન જોશી (pandit bhimsen joshi), પંડિત બીરજુ મહારાજ (pandit birju maharaj), પદ્મા સુબ્રહ્મણ્યમ (padma subrahmanyam) અને ઉર્મિલા માતોંડકરનો (urmila matondkar) આજે જન્મદિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (4 February history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

Today history 4 February : આજનો ઇતિહાસ 4 ફેબ્રુઆરી – આજે ‘વર્લ્ડ કેન્સર ડે’ અને ફેસબુકનો સ્થાપના દિવસ

Today history 4 February : આજે તારીખ 4 ફેબ્રુઆરી, 2023 (4 February) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વર્લ્ડ કેન્સર દિવસ છે. દુનિયાભર કેન્સરની બીમારી વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા હેતુ વર્ષ 2000માં પ્રથમવાર ‘વિશ્વ કેન્સર દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આઝાદી પહેલા વર્ષ 1881માં આજના દિવસે લોકમાન્ય તિલકના સંપાદન હેઠળ દૈનિક અખબાર ‘કેસરી’નો પ્રથમ અંક પ્રકાશિત થયો હતો. વર્ષ 2004માં આજના દિવસે જ ફેસબુક લોન્ચ કરવામાં આવ્યું હતુ.

પ્રખ્યાત વ્યક્તિઓ અને સેલિબ્રિટીની વાત કરીયે તો ભારત રત્નથી સમ્માનિત ભારતના પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત ભીમસેન જોશી, પ્રખ્યાત શાસ્ત્રીય ડાન્સર બિરજુ મહારાજ, ભારતીય શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમના પ્રખ્યાત ડાન્સર પદ્મા સુબ્રહ્મણ્યમ અને બોલીવુડ હિરોઇન ઉર્મિલા માતોંડકરનો આજે જન્મદિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (4 February history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

4 ફેબ્રુઆરી મહત્વપૂર્ણ ઘટનાઓ

  • 1620 – હંગેરીના પ્રિન્સ બેથલેન અને રોમના સમ્રાટ ફર્ડિનાન્ડ દ્વિતીય વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા.
  • 1628 – શાહજહાંને આગરામાં મુઘલ સમ્રાટ તરીકે તાજ પહેરાવવામાં આવ્યો.
  • 1783 – ઈટાલીના કેલેબ્રિયામાં આવેલા તીવ્ર ભૂકંપમાં 50 હજાર લોકો માર્યા ગયા હતા.
  • 1797 – એક્વાડોરની રાજધાની ક્વિટોમાં આવેલા વિનાશક ભૂકંપમાં 41 હજારથી વધુ લોકો માર્યા ગયા.
  • 1847 – મેરીલેન્ડમાં અમેરિકાની પ્રથમ ટેલિગ્રાફ કંપનીની સ્થાપના થઈ.
  • 1881 – લોકમાન્ય તિલકના સંપાદન હેઠળ દૈનિક અખબાર ‘કેસરી’નો પ્રથમ અંક પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
  • 1895 – શિકાગો, યુએસએમાં પ્રથમ રોલિંગ લિફ્ટ બ્રિજનું ઉદ્ઘાટન થયું.
  • 1920 – લંડન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ એરલાઇન શરૂ થઈ.
  • 1924 – મહાત્મા ગાંધીની ખરાબ તબિયતને કારણે અકાળે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા.
  • 1932 – ન્યૂયોર્કના લેક પ્લેસિડમાં ત્રીજા વિન્ટર ઓલિમ્પિકની શરૂઆત.
  • 1948 – સિલોન (હવે શ્રીલંકા) ને બ્રિટનથી આઝાદી મળી.
  • 1960 – ભોપાલ રજવાડાના છેલ્લા નવાબ હમીદુલ્લા ખાનનું અવસાન થયું.
  • 1965 – અમેરિકાએ નેવાડામાં પરમાણુ પરીક્ષણ કર્યું.
  • 1968 – કેન્યામાંથી એશિયન નાગરિકોના સ્થળાંતરની પ્રક્રિયા ચાલુ રહી. ભારત અને પાકિસ્તાનના 96 લોકો યુકે પહોંચ્યા હતા, જેમાં નવ નાના બાળકોનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ 3 ફેબ્રુઆરીનો ઇતિહાસ – ભારતના મહિલા સ્વતંત્રતા સેનાની સુહાસિની ગાંગુલીની જન્મજયંતિ

  • 1973 – ભારતના સૌથી મોટા વેપારી જહાજ જવાહરલાલ નેહરુનું ઉદ્ઘાટન. તેમાં 88,000 DWTનું સુપર ટેન્કર હતું.
  • 1976 – ગ્વાટેમાલામાં તીવ્ર ભૂકંપમાં 23,000 લોકો માર્યા ગયા અને 75,000 થી વધુ ઘાયલ થયા.
  • 1976 – સંયુક્ત રાષ્ટ્રના શિક્ષણ, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠને કહ્યું કે તે, નિરક્ષરતાને દૂર કરવાના તેના પ્રયત્નોમાં નિષ્ફળ ગઈ છે. આ સંદર્ભમાં, સંસ્થાના દસ વર્ષના કાર્યક્રમમાં ભારત સહિત 11 દેશો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
  • 1978 – જુલિયસ જયવર્ધન દ્વારા શ્રીલંકાના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ.
  • 1990 – કેરળના એર્નાકુલમ જિલ્લાને દેશના સંપૂર્ણ સાક્ષર જિલ્લો તરીકે જાહેર કરવામાં આવ્યો. અહીં સાક્ષરતા દર 100 ટકા નોંધાયો હતો.
  • 1994 – અમેરિકાએ વિયેતનામ સામેનો વેપાર પ્રતિબંધ ઉઠાવી લીધો.
  • 1996 – દક્ષિણ-પશ્ચિમ નેપાળના લુમ્બિનીમાં જ્યાં ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો તે વૃક્ષની શોધ થઈ હતી.
  • 1997 – ઈઝરાયેલની સેનાના બે હેલિકોપ્ટર ઉત્તર ઈઝરાયેલમાં અથડાયા. દેશના ઈતિહાસની આ સૌથી ભયાનક હવાઈ દુર્ઘટનામાં સેના સાથે જોડાયેલા 73 લોકો માર્યા ગયા હતા.
  • 1998 – અફઘાનિસ્તાનમાં આવેલા તીવ્ર ભૂકંપમાં 4000 થી વધુ લોકોના મોત થયા હતા.
  • 2000 – પ્રથમ વખત ‘વર્લ્ડ કેન્સર ડે’ ઉજવવામાં આવ્યો. તેનો હેતુ સમગ્ર વિશ્વમાં કેન્સર વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો હતો.
  • 2001-તિબેટની નિર્વાસિત સરકારે જાહેરાત કરી કે ભારતે કર્માપા લામાને શરણાર્થીનો દરજ્જો આપ્યો છે. તે કિશોરાવસ્થામાં જાન્યુઆરી 2000માં ભારત આવ્યો હતો.
  • 2003 – યુગોસ્લાવિયાએ સત્તાવાર રીતે તેનું નામ બદલીને સર્બિયા અને મોન્ટેનેગ્રો કર્યું.
  • 2004 – ફેસબુક લોન્ચ. જે વિશ્વનું સૌથી મોટું સોશિયલ નેટવર્ક પ્લેટફોર્મ છે.

આ પણ વાંચોઃ 2 ફેબ્રુઆરીનો ઇતિહાસ – આજે વિશ્વ વેટલેન્ડ દિવસ છે

  • 2006 – ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીએ ઈરાનના પરમાણુ હથિયારો બનાવવાનો મામલો સુરક્ષા પરિષદને મોકલ્યો.
  • 2007 – અમેરિકાના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અલ્ગોરને સંયુક્ત રાષ્ટ્રનો પર્યાવરણ પુરસ્કાર મળ્યો.
  • 2009 – સીબીઆઈએ ગાઝિયાબાદના પ્રોવિડન્ટ ફંડ કૌભાંડમાં સુપ્રીમ કોર્ટમાં તેનો બીજો રિપોર્ટ સુપરત કર્યો. ઈન્ડિયન એકેડેમી ઓફ એક્યુપ્રેશર સાયન્સે બાબા રામદેવને તેમની સેવાઓ બદલ લાઈવ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા.
  • 2011 – હવે સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટ કામ કરવાની રીત બદલાશે. હકીકતમાં, 4 ફેબ્રુઆરીથી, નંબરો તરીકે દેખાતા IP (ઇન્ટરનેટ પ્રોટોકોલ) સરનામાં હવે ઉપલબ્ધ રહેશે નહીં, કારણ કે આ પ્રકારના તમામ ઉપલબ્ધ IP સરનામાં ફાળવવામાં આવી ગયા છે. હવે જૂના IP એડ્રેસ વર્ઝન-4ની જગ્યાએ, નવી સિસ્ટમ ઈન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન-6 (IPv6)નો ઉપયોગ કરવામાં આવશે. IPv4 ની ક્ષમતા માત્ર 32 બિટ્સ હતી, જ્યારે IPv6 ની ક્ષમતા 128 બિટ્સ સુધી લેવામાં આવી છે. તેનાથી ઈન્ટરનેટની કામગીરી વધુ મજબૂત બનશે.
  • 2014 – માઈક્રોસોફ્ટ કોર્પોરેશનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ભારતીય મૂળના સત્ય નડેલાને Microsoft ના નવા CEO (મુખ્ય કાર્યકારી અધિકારી) તરીકે ચૂંટ્યા.
  • 2021-ચૌરી ચૌરા સંઘર્ષને 100 વર્ષ પૂર્ણ થયા. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘શતાબ્દી સમારોહ’ની શરૂઆત કરી હતી.

આ પણ વાંચોઃ ઇતિહાસ : 1 ફેબ્રુઆરીનો ઇતિહાસ – ભારતીય કોસ્ટ ગાર્ડ દિવસ અને કલ્પના ચાવલાની પુણ્યતિથિ

મહાન વ્યક્તિઓની જન્મજયંતિ

  • કનક સાહા (1977) – એસ્ટ્રોફિઝિક્સ અને ખગોળશાસ્ત્રના પ્રખ્યાત વિદ્વાન છે.
  • ક્લિમેન્ટ વોરોશીલોવ (1881) – સોવિયત સંઘના પ્રમુખ હતા.
  • એમ.એ. આયંગર (1891) – પ્રખ્યાત સ્વતંત્રતા સેનાની અને ભૂતપૂર્વ લોકસભા અધ્યક્ષ.
  • પંડિત ભીમસેન જોશી (1922) – ભારત રત્નથી સમ્માનિત ભારતના પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક.
  • બિરજુ મહારાજ (1938) – ભારતના પ્રખ્યાત શાસ્ત્રીય ડાન્સર હતા.
  • પદ્મા સુબ્રહ્મણ્યમ (1943) – ભારતીય શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમના પ્રખ્યાત ડાન્સર છે.
  • કૃષ્ણ પાલ ગુર્જર (1957) – ભારતની સોળમી લોકસભાના સાંસદ છે.
  • ઉર્મિલા માતોંડકર (1974) – હિન્દી ફિલ્મોની અભિનેત્રી.
  • મખદૂમ મોહિઉદ્દીન (1908) – પ્રખ્યાત ક્રાંતિકારી ભારતીય કવિ હતા.

આ પણ વાંચોઃ 31 જાન્યુઆરીનો ઇતિહાસ – પ્રથમ પરમવીર ચક્ર વિજેતા શહીદ મેજર સોમનાથ શર્માની જન્મજયંતિ

પ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથિ

  • દ્વિજેન્દ્ર નારાયણ ઝા (2021) – પ્રાચીન અને મધ્યયુગીન ભારતીય ઇતિહાસના નિષ્ણાત હતા.
  • વિકાસ શર્મા (2021) – ભારતીય ન્યૂઝ ચેનલ ‘રિપબ્લિક ભારત ટીવી’ના જાણીતા એન્કર હતા.
  • ભગવાન દાદા (2002) – ભારતીય ફિલ્મોના અભિનેતા અને ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક હતા.
  • પંકજ રોય (2001) – ભારતીય ક્રિકેટર.
  • દૌલત સિંહ કોઠારી (1993) – ભારતના પ્રખ્યાત વૈજ્ઞાનિક હતા.
  • સત્યેન્દ્ર નાથ બોઝ (1974) – ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી હતા.
  • હમીદુલ્લા ખાન (1960) – ભારતના ભોપાલ રાજ્યના છેલ્લા નવાબ હતા.

આ પણ વાંચોઃ 30 જાન્યુઆરીનો ઇતિહાસ મહાત્મા ગાંધી નિર્વાણ દિન અને વિશ્વ કુષ્ઠ દિવસ

Web Title: Today history 4 february world cancer day know today important events

Best of Express