Today history 5 october : આજે 5 ઓક્ટોબર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આજે વિશ્વ શિક્ષક દિવસ છે. આજે ભારતની પ્રખ્યાત વિરાંગના રાણી દુર્ગાવતીની જન્મજયંતિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
5 ઓક્ટોબરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1793 – ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન ફ્રાન્સમાં ખ્રિસ્તી ધર્મનું વિસ્થાપન થયું.
- 1796 – સ્પેને ઈંગ્લેન્ડ સામે યુદ્ધની ઘોષણા કરી.
- 1805 – ભારતમાં બ્રિટિશ રાજના બીજા ગવર્નર જનરલ અને કમાન્ડર ઇન ચીફ લોર્ડ કોર્નવોલિસનું ગાઝીપુરમાં અવસાન થયું.
- 1864 – ચક્રવાતથી કલકત્તા શહેરમાં લગભગ 50,000 લોકો માર્યા ગયા.
- 1915 – બલ્ગેરિયાએ પ્રથમ વિશ્વ યુદ્ધમાં હિસ્સો લીધો.
- 1946 – પ્રથમ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ સમાપ્ત.
- 1948 – તુર્કમેનિસ્તાનની રાજધાની અશ્કાબતમાં ભૂકંપમાં 110,000 લોકો મૃત્યુ પામ્યા.
- 1962 – જેમ્સ બોન્ડ શ્રેણીની પ્રથમ ફિલ્મ ‘ડૉ. ના’ રિલીઝ કરવામાં આવી હતી.
- 1988 – બ્રાઝિલની બંધારણ સભાએ બંધારણને મંજૂરી આપી.
- 1989 – જસ્ટિસ મીરા સાહિબ ફાતિમા બીબી સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ બન્યા.
- 1995 – આઇરિશ કવિ અને સાહિત્યકાર હેનીને વર્ષ 1995 માટે સાહિત્ય પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત.
- 1997 – વડા પ્રધાન ઇન્દર કુમાર ગુજરાલે રાજધાની કમ્પાલામાંથી નાઇલ નદીના ઉદ્ગમ સ્થાન જિંજામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.ભારતીય ટેનિસ ખેલાડીઓ લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિએ જિમ કુરિયર અને એલેક્સ ઓ’બ્રાયનને હરાવીને ‘ચીનઓપન ટેનિસ ટુર્નામેન્ટ’નો ખિતાબ જીત્યો હતો.
- 1999 – ભારતે વ્યાપક પરમાણુ પ્રતિબંધ સંધિ (CTBT) વિશેની વિશેષ બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો.
- 2000 – યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ મિલોસેવિક સામે બળવો.
- 2001 – પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે આર્મી ચીફ તરીકેનો તેમનો કાર્યકાળ અનિશ્ચિત સમય માટે લંબાવ્યો.
- 2004 – અમેરિકાએ પશ્ચિમ એશિયા પર આરબ દેશોના પ્રસ્તાવનો વિરોધ કર્યો.
- 2005 – ખુશીના મામલે ભારત ચોથા ક્રમે હતું.
- 2007 – નેપાળ સરકાર અને માઓવાદીઓ વચ્ચે સમજૂતીના અભાવે બંધારણ સભાની ચૂંટણીઓ રદ કરવામાં આવી. પરવેઝ મુશર્રફ અને બેનઝીર ભુટ્ટો વચ્ચે સમજૂતી થઈ હતી.
- 2008- કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટની સૂચના અનુસાર ‘સેતુ સમુદ્રમ પ્રોજેક્ટ’ માટે અન્ય સ્થળોની તપાસ કરવાનું શરૂ કર્યું.
- 2011- એપલના પૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ અને કો-ફાઉન્ડર સ્ટીવ જોબ્સનું 56 વર્ષની વયે અવસાન થયું છે.
- 2250 રૂપિયાની કિંમતનું વિશ્વનું સૌથી સસ્તું ટેબલેટ પીસી ‘આકાશ’ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો | 4 ઓક્ટોબરનો ઇતિહાસ : વિશ્વ પશુ કલ્યાણ દિવસ કેમ ઉજવાય છે? શ્યામજી કૃષ્ણ વર્મા અને સરલા ગ્રેવાલ કોણ છે?
આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ (World Teachers Day)
આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ (World Teachers Day) દર વર્ષે 5 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. ભારતમાં, શિક્ષકોને સમર્પિત ‘શિક્ષક દિવસ’ 5મી સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે ‘શિક્ષક દિવસ’ વિશ્વના મોટાભાગના દેશોમાં ઉજવવામાં આવે છે, પરંતુ દરેકે તેના માટે અલગ-અલગ દિવસો નક્કી કર્યા છે. અમુક દેશોમાં શિક્ષક દિવસના રોજ રજા હોય છે જ્યારે અમુક દેશોમાં તે દિવસે શાળા-કોલેજ સહિતની શૈક્ષિણક સંસ્થાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
યુનેસ્કોએ 5 ઓક્ટોબરને ‘આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ’ તરીકે જાહેર કર્યો હતો. તે 1994 થી ઉજવવામાં આવે છે. શિક્ષકો પ્રત્યે સમર્થનને પ્રોત્સાહન આપવા અને ભાવિ પેઢીઓની જરૂરિયાતોને પહોંચી વળવામાં શિક્ષકોના મહત્વ વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે આ વિશેષ દિવસની શરૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો | 3 ઓક્ટોબરનો ઇતિહાસ : ભારતના પ્રથમ ટેસ્ટ ટ્યૂબ બેબીનું નામ શું છે? ઇન્દિરા ગાંધીની ધરપકડ કેમ કરાઇ હતી? જાણો
5 ઓક્ટોબરની જન્મજયંતિ
- મધુમિતા બિષ્ટ (1964) – ભૂતપૂર્વ બેડમિન્ટન ખેલાડી.
- ગુરુદાસ કામત (1954) – કોંગ્રેસના રાજકારણી.
- વી. વૈથિલિંગમ (1950) – પુડુચેરીના છઠ્ઠા મુખ્યમંત્રી હતા.
- નર બહાદુર ભંડારી (1940) – સિક્કિમના ભૂતપૂર્વ બીજા મુખ્યમંત્રી હતા.
- હિતેશ્વર સૈકિયા (1936) – કોંગ્રેસના વરિષ્ઠ નેતા, જેઓ બે વખત આસામના મુખ્યમંત્રી હતા.
- ચો રામાસ્વામી (1934) – ભારતીય અભિનેતા, હાસ્ય કલાકાર, રાજકીય વ્યંગકાર, નાટ્યકાર, ફિલ્મ નિર્દેશક અને વકીલ
- રામ ચતુર મલ્લિક (1902) – ધ્રુપદ-ધમાર શૈલીના ગાયક
- કિશોરી લાલ મશરૂવાલા (1890) – સમાજ સુધારક અને સ્વતંત્રતા સેનાની હતા.
- સર જોન શોર (1751) – વર્ષ 1793 થી 1798 સુધી ભારતના ગવર્નર-જનરલ હતા.
- રાણી દુર્ગાવતી (1524) – ભારતના પરાક્રમી રાણી હતા.
આ પણ વાંચો | 2 ઓક્ટોબનો ઇતિહાસ : ગાંધી જ્યંતિને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે કેમ ઉજવાય છે?
5 ઓક્ટોબરની પૃણ્યતિથિ
- વિલ્સન જોન્સ (2003) – ભારતના બિલિયર્ડ ખેલાડી.
- ભગવતી ચરણ વર્મા(1981) – ન્દી વિશ્વના અગ્રણી સાહિત્યકાર.
- જોગેન્દ્ર નાથ મંડલ (1968) – પાકિસ્તાનના પ્રથમ કાયદા મંત્રી હતા.
- દુર્ગા પ્રસાદ ખત્રી (1937) – પ્રખ્યાત હિન્દી નવલકથા લેખકોમાંના એક.
- લોર્ડ કોર્નવોલિસ (1805) – ફોર્ટ વિલિયમ પ્રેસિડેન્સીના ગવર્નર-જનરલ.





